દુબઈની આ 11 જગ્યાઓની મુલાકાત ચૂકવા જેવી નથી

Tripoto

દુબઈ એ યુનાઈટેડ આરબ અમીરાતનુ સૌથી લોકપ્રિય ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. દર વર્ષે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ દુબઈની મુલાકાતે આવે છે. તમે તમારા કુટુંબ, જીવનસાથી, મિત્રો કે એકલા આ દેશનો પ્રવાસ કરી શકો છો કેમકે અહીં સૌને મજા પડે એવું બધું જ છે. ભવ્ય ઇમારતો, દરિયો, રણ, શોપિંગ અને ખૂબ બધી મોજ. વિશ્વની સૌથી ઊંચી ઇમારત, વિશ્વનો સૌથી મોટો શોપિંગ મોલ, અને લાર્જેસ્ટ માનવસર્જિત ટાપુ- આ બધું જ દુબઈની આગવી વિશેષતાઓ છે.

દિલ્હીથી માત્ર 12,000 રૂમાં દુબઈની રિટર્ન એર-ટિકિટ બૂક કરી શકાય છે એટલે હવે આ એકઝોટીક જગ્યાની મુલાકાત લેવાનું સપનું પૂરું કરવું એ ખૂબ જ આસાન લક્ષ છે. દુબઈના સ્ટાન્ડર્ડ પ્રવાસમાં જે સ્થળોએ પ્રવાસ થતો હોય તે અને તે ઉપરાંત અહીં એવી કેટલીય જગ્યાઓ આવી છે જેને તમારે તમારા દુબઈ પ્રવાસમાં સામેલ કરવી જ જોઈએ. ચાલો, આવા સ્થળોની એક યાદી પર નજર કરીએ.

1. 

ચાર ‘એપિક ઝોન’ સાથે 1.5 મિલિયન ફૂટ વિસ્તારમાં ફેલાયેલો આ વિશ્વનો સૌથી વિશાળ ઇન્ડોર થીમ પાર્ક છે. ડાઈનોસોરના અવાજો વચ્ચે થતી ડાઈનોસોર રાઈડ સખત રોમાંચક હોય છે. બાળપણની યાદોમાં ખોવાઈ જવું હોય તો અહીં કાર્ટૂન નેટવર્ક છે. વળી, ઝૂ અને અન્ય આકર્ષણો તો ખરા જ.

એન્ટ્રી ફી: પુખ્ત: 4275 રૂ/ 1.2 મીટરથી ઓછી ઊંચાઈના જુનિયર: 3925 રૂ/ સિનિયર સીટીઝન: 2620 રૂ/ 1.05 મીટરથી ઓછી ઊંચાઈના બાળકો: ફ્રી/ દિવ્યાંગ: ફ્રી

સમય: રવિવાર થી બુધવાર- સવારે 11 થી રાતે 9/ ગુરુવારથી શનિવાર- સવારે 11 થી રાતે 10

2.

દુબઈ પાર્કસ એન્ડ રિસોર્ટ ત્રણ એમ્યુઝમેન્ટ પાર્ક, એક વોટર પાર્ક અને એક શાનદાર સ્ટ્રીટ- આ બધું જ એક જ પરિસરમાં આવેલું છે અને તે આ વિસ્તારનો સૌથી મોટો પાર્ક છે. હોલિવૂડથી પ્રેરિત Motiongate Park, Legoland Dubai and Legoland Water Park, Bollywood Park અને Riverland જેવી જગ્યાઓ આ સ્થળને એડવેન્ચરના શોખીનો માટે એક પરફેક્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવે છે.

એન્ટ્રી ફી: 8640 રૂ

3.

આ પ્રકારનો આ સર્વ પ્રથમ પાર્ક છે જેમાં પાંચ આકર્ષક ઝોનમાં બોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મો પર આધારિત શાનદાર રાઇડ્સ બનાવવામાં આવી છે. લગાન, શોલે, દબંગ, રા.વન, ક્રિશ, ડોન, ઝીંદગી ના મિલેગી દોબારા વગેરે જેવી ફિલ્મો પર આધારિત શોઝ બનાવવામાં આવ્યા છે. બોલિવૂડ ફેન્સ માટે તો આ સ્થળ મસ્ટ વિઝિટ છે. અહીં તમને બોલિવૂડ સાથે સંલગ્ન વસ્તુઓની શોપિંગ પણ કરવા મળશે.

ફી: 3050 રૂ

સમય: ઉનાળો (1 જુલાઇથી 16 સપ્ટેમ્બર)

શનિવારથી બુધવાર- બપોરે 3.00 થી રાતના 10.00

ગુરુવાર અને શુક્રવાર- બપોરે 3.00 થી રાતના 11.00

શિયાળો (17 સપ્ટેમ્બરથી 30 એપ્રિલ)

શનિવારથી બુધવાર- બપોરે 4.00 થી રાતના 12.00

ગુરુવાર અને શુક્રવાર- બપોરે 4.00 થી રાતના 12.00

3.

હોલિવૂડના ત્રણ સૌથી સફળ સ્ટુડિયો પર આ પાર્ક બનાવવામાં આવ્યો છે. આ પાર્ક પણ પાંચ ઝોનમાં વહેચાયેલો છે અને બધી જ એક્ટિવિટીઝ હોલિવૂડની ફિલ્મોને આધારે ઉપલબ્ધ છે. ઉપરાંત અહીં થીમ આધારિત રેસ્ટોરન્ટ્સ પણ છે. અહીં ફરવાની, રાઇડ્સમાં બેસવાની તેમજ ખરીદી કરવાની ચોક્કસ મજા આવશે.

ફી: 4100 રૂ

સમય: ઉનાળો (1 જુલાઇથી 16 સપ્ટેમ્બર)

શનિવારથી બુધવાર- બપોરે 3.00 થી રાતના 10.00

ગુરુવાર અને શુક્રવાર- બપોરે 3.00 થી રાતના 11.00

શિયાળો (17 સપ્ટેમ્બરથી 30 એપ્રિલ)

શનિવારથી બુધવાર- સવારે 11.00 થી રાતના 10.00

ગુરુવાર અને શુક્રવાર- સવારે 11.00 થી રાતના 10.00

4.

નોન-સ્ટોપ મોજ-મસ્તીનો આનંદ માણવો હોય તો આ સ્થળ આદર્શ ઠેકાણું છે. નાના બાળકો ધરાવતા પરિવારો માટે આ બેસ્ટ છે કેમકે અહીં 40 કરતાં પણ વધુ થીમ રાઇડ્સ અને અન્ય કેટલાય આકર્ષણો છે. Factory, Lego City, Imagination, Medieval Kingdoms, Adventure Zone અને Miniland, જેવા છ ઝોનમાં બનેલો આ પાર્ક અવનવી પ્રવૃત્તિઓ થકી બાળકોને સતત વ્યસ્ત રાખે છે.

ફી: 4100 રૂ

સમય: ઉનાળો (1 જુલાઇથી 16 સપ્ટેમ્બર)

શનિવારથી બુધવાર- 10.00 થી 8.00

ગુરુવાર અને શુક્રવાર- 1.00 થી 9.00

શિયાળો (17 સપ્ટેમ્બરથી 30 એપ્રિલ)

શનિવારથી બુધવાર- 10.00 થી 6.00

ગુરુવાર અને શુક્રવાર- 10.00 થી 8.00

5.

આ એક ‘કીડ્ઝ ઓન્લી’ પ્રકારનો વોટરપાર્ક છે જ્યાં 2 થી 12 વર્ષના બાળકો માટે 20 અલગ અલગ પ્રકારની પાણીની સ્લાઇડ્ઝ/ રાઇડ્ઝ બનાવવામાં આવી છે.

ફી: 4100 રૂ

જો તમે પાર્ક અને વોટરપાર્ક બંને એક દિવસમાં ફરવા ઈચ્છો તો બંનેની સંયુક્ત ટિકિટ 5000 રૂ છે.

સમય: ઉનાળો (1 જુલાઇથી 16 સપ્ટેમ્બર)

શનિવારથી રવિવાર- 10.00 થી 7.00

શિયાળો (17 સપ્ટેમ્બરથી 30 એપ્રિલ)

શનિવારથી રવિવાર- 10.00 થી 6.00

6.

રિવરલેન્ડ એ દુબઈ રિસોર્ટ્સ એન્ડ પાર્કસનું ગેટવે છે. જમવા, ફરવા કે ખરીદી કરવા આ એક બહુ જ સુંદર છે જ્યાં તમે કોઈ પણ એન્ટ્રી ફી વગર જઈ શકો છો. નદી કિનારે લટાર મારો અને ભૂતકાળની ભવ્યતા પર બનેલા ચાર અલગ અલગ ઝોન એન્જોય કરો. એશિયા, યુરોપ કે અમેરિકાની વિવિધ સંસ્કૃતિની ઝાંખી પણ અહીં જોવા મળશે.

ફી: નિ:શુલ્ક

સમય: દરરોજ 10.00 થી 10.00

7. 

શોપોહોલિક લોકો માટેનું સૌથી બેસ્ટ ડેસ્ટિનેશન એટલે ધ આઉટલેટ વિલેજ. કેમ? કેમકે અહીં તમામ મોંઘીદાટ બ્રાન્ડની વસ્તુઓ ઘણી જ ઓછી કિંમતે ઉપલબ્ધ છે. મોટા ભાગની જાણીતી હોટેલ્સથી આ જગ્યાએ પહોંચવા વાહનો ચાલતા રહેતા હોય છે. અહીં 125 કરતાં વધુ બ્રાન્ડઝની ખરીદી કરવી લોકોને ખૂબ પસંદ પડે છે.

સમય:

રવિવારથી બુધવાર- 10.00 થી 10.00

ગુરુવાર-શુક્રવાર- 10.00 થી 12.00

8. 

આઉટલેટ વિલેજના છેડે આવેલું લાસ્ટ એક્ઝિટ એ એક પરફેક્ટ શોપિંગ ડેસ્ટિનેશનની છેલ્લી જગ્યા છે. અહીં નાની-મોટી ઇટરી તેમજ ફૂડ ટ્રકસ આવેલા છે જેમાં તમામ પ્રકારના વ્યંજનો પ્રાપ્ય છે.

સમય: 24 કલાક ખુલ્લુ

9.

આ પ્રદેશનાં ઇતિહાસનો એક જ સ્થળે અભ્યાસ કરવો હોય તો તેનું સરનામું છે જાન્યુઆરી 2017માં બંધાયેલું વિશ્વકક્ષાનું ઇતિહાદ મ્યુઝિયમ. 1971માં યુએઇની સ્થાપના સમયે તેની સંધિ પર સહી કરવા 7 પેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેથી આ મ્યુઝિયમની રચના 7 કૉલમ દ્વારા કરવામાં આવી છે. 2,69,100 ચોરસ ફીટના વિસ્તારમાં ફેલાયેલા આ સંગ્રહાલયનો દરેક ખૂણો યુએઇનો ઇતિહાસ વર્ણવે છે.

એન્ટ્રી ફી: 25 વર્ષથી વધુ: 440 રૂ/ વિદ્યાર્થીઓ (5 થી 24 વર્ષ): 175 રૂ/ 10 થી વધુ લોકોનું ગ્રુપ (એડવાન્સ બૂકિંગ જરૂરી): 350 રૂ પ્રતિ વ્યક્તિ. 5 વર્ષની નાના બાળકો તેમજ દિવ્યાંગ વ્યક્તિઓ માટે ફ્રી.

સમય: દરરોજ સવારે 10 થી રાતે 8

10.

આધુનિક ડિઝાઇનનું માસ્ટરપીસ કહી શકાય તેવી આ જગ્યા પણ દુબઈના ઇતિહાસને સમર્પિત છે. ત્રણ જુદા જુદા મોડમાં બદલાઈ શકવાની વિશેષતા એ દુબઈની અત્યાધુનિક બાંધકામની ક્ષમતાનું ઉદાહરણ છે. થિએટર, ઓપેરા, બેલે, ઓરકેસ્ટ્રા જેવા અનેકવિધ કાર્યક્રમો અહીં યોજાય છે. દુબઈ ઓપેરાની ઓફિશિયલ વેબસાઇટ પર અહીં યોજાતા કાર્યક્રમોની માહિતી મળી શકે છે.

ફી: કાર્યક્રમો પર આધારિત

મુલાકાત માટેનો સમય: દરરોજ સવારે 10 થી રાત્રિના 9

11.

આ એક એવો ભવ્ય બાગ છે જ્યાં એક નહિ પણ બબ્બે એમ્યુઝમેન્ટ પાર્ક આવેલા છે: એક તો વિશ્વનો સૌથી મોટો ડાઈનોસોર પાર્ક અને ગ્લો ગોલ્ડન ગાર્ડન- એ પણ વિશ્વનો સૌથી મોટો. વિશ્વનાં વિવિધ અજયબીઓથી પ્રેરણા લઈને ગ્લો ગોલ્ડન ગાર્ડન બનાવવામાં આવ્યું છે. ડાઈનોસોર પાર્કમાં ડાઈનોસોરના 30 કરતાં વધુ ઉદાહરણો થકી આ લુપ્ત થઈ ચૂકેલા જીવ વિષે વિસ્તૃત સમજ આપવામાં આવી છે. આ બંને પાર્કની નજીકમાં ખાણી-પીણીના પણ અઢળક વિકલ્પ ઉપલબ્ધ છે.

ફી: 1050 રૂ. પાંચ વર્ષથી નાના બાળકો અને દિવ્યાંગ માટે ફ્રી.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ