ભારતના અજીબ ખોરાક જે ખાવા માટે ભૂખ નહિ હિમ્મત જોઈએ!

Tripoto

ભારતમાં ખાવાપીવાની એટલી જ વિભિન્નતા છે જેટલી અહીંની સંસ્કૃતિ વિભિન્ન છે. ભારતમાં ખાણીપીણીના એટલા બધા પ્રકારો છે જે જાણીને તમે હેરાન થઇ જશો. પરંતુ એવા પણ અમુક વ્યંજનો છે જે ખાતા પહેલા તમે અઢળક વાર વિચારશો. ચાલો જાણીએ આ વિચિત્ર ખોરાકના પ્રકારો વિષે.

Photo of India by Jhelum Kaushal

1) લાલ કીડીની ચટણી, છત્તીસગઢ

Photo of Chhattisgarh, India by Jhelum Kaushal

છત્તીસગઢના બસ્તર વિસ્તારના જંગલોમાં થતી લાલ કીડી અને એના ઈંડાઓની ચટણી બનાવવામાં આવે છે જેને ચાપડા પણ કહેવામાં આવે છે. પહેલા આ કીડીઓને સૂકવવામાં આવે છે પછી એને મસાલા સાથે મિક્સ કરવામાં આવે છે, અને પછી ખાવામાં આવે છે. એવું કહેવાય છે કે આ કીડીઓમાં ફોર્મિક એસિડ હોય છે જે ઔષધીય ગન ધરાવે છે. સ્થાનિક ધરુવા આદિવાસીઓ આને એક હિમ્મતનું કામ ગણે છે.

2) ઘોંઘાનું સ્ટૂ અને સ્ટીમ હોર્નેડ લાર્વા - નાગાલેન્ડ

Photo of Nagaland, India by Jhelum Kaushal

નાગાલેન્ડમાં ખાતા પહેલા તમારી અંદરના નીડર માણસને બહાર લાવવો જરૂરી છે. ઘોંઘાનું સ્ટૂ અને સ્ટીમ હોર્નેડ લાર્વા એ અહીંનું સૌથી પ્રચલિત ફૂડ છે. ગલીઓમાં વેંચતા આ ખોરાક માટે કહેવાય છે કે એ અત્યંત સ્વાદિષ્ટ હોય છે.

3) દેડકાના પગ - સિક્કિમ અને ગોવા

Photo of Sikkim, India by Jhelum Kaushal

સિક્કિમના લેપ્ચા સમુદાયને આના ઔષધીય ગુણોમાં ખુબ જ વિશ્વાસ છે. એ મને છે કે પેટ સાથે સંકળાઍલી બીમારીઓ આંથી સરખી થઇ શકે છે. ગોવામાં એને જમ્પિંગ ચિકન કહેવામાં આવે છે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી કે ભારત સરકાર દ્વારા આને લુપ્તપ્રાયઃ ઘોષિત કરવામાં આવ્યું છે.

4) ઇરી પોલું - આસામ

Photo of Assam, India by Jhelum Kaushal

આસામનું આ ખુબ જ પ્રખ્યાત ખાણું રેશમના કીડા માંથી બનાવવામાં આવે છે. કીડાને કુકુનમાંથી નીકળ્યા પછી બનાવવામાં આવે છે અને સામાન્ય રીતે આને ખોરીસા સાથે પીરસવામાં આવે છે.

5) દોહ ખાલીહ - મેઘાલય

Photo of Meghalaya, India by Jhelum Kaushal

આ ડીશ એ સુવરના માંસ અને ડુંગળીનું સલાડ છે જેમાં સુવરના મગજને ગાર્નિશ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ડીશ સ્વાદ સાથે સ્વાસ્થ્ય માટે સારી છે.

.

આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads