કોલકાત્તાની રંગબેરંગી ગલીઓમાથી નીકળતી વખતે તમને અહિની સંસ્કૃતિ અને સ્વદિષ્ટ પકવાન જોવા મળશે. હવે એ તો તમારા પર નિર્ભર કરે છે કે તમારે શુ ખાવુ અને શુ નહિ. ભાત-ભાતના ચટકારા અને સ્વાદના આ મેળામા તમારી ભુખ શાંત થઈ જશે. હુ પણ મારી ચાઈનીઝ સ્વાદની ભુખ શાંત કરવા નીકળી પડ્યો અને અહિ મને મળી એક અજાયબી.
સ્થાનિક લોકોને પુછતા નજીક જ બનેલા કાલી મંદિર વિશે જાણકારી મળી. આ મંદિર પણ બીજા મંદિરોની જેમ જ હતુ. પણ બીજા મંદિરોની જેમ અહિ મિઠાઈ અને ફુલોનો પ્રસાદ નહોતો ચડતો. અહિ અલગ જ પ્રસાદ ધરવામા આવતો હતો – નૂડલ, રાઈસ અને ચોપસોય. આ મંદિરની વાર્તામા ભારતની સભ્યતા ઝળકે છે.
કેવી રીતે પહોંચવુ :
આ મંદિરને શોધવુ થોડુ અઘરુ હતુ. આ મંદિર ટાંગરાના ચાઈનટાઉન વિસ્તારમા સ્થિત છે, જ્યા મોટા ભાગના લોકો ચિની છે. ટાંગરા સાઈન્સ સીટીથી 1 કિમી પહેલા જ છે. સાઈન્સ સિટીથી પહેલાનો વળાંક સીધો અહિ લાવે છે.
ઈતિહાસ :
કહેવાય છે કે આજથી 60 વર્ષ પહેલા આ મંદિરની જગ્યાએ સિંદુર વાળા બે કાળા મોટા પત્થરો હતા. કેટલાક ભારતિયો તેને કાળીમા નો અવતાર માની તેની પુજા કરતા હતા. એક દિવસ એક ચિની પરિવાર તેના 10 વર્ષના બિમાર બાળકને લઈને તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થૅના કરવા આવ્યા. તે લોકોએ અહિ ત્યા સુધી પ્રાર્થના કરી જ્યા સુધી તેનુ બાળક સાજુ ન થઈ ગયુ. ત્યારથી ચિની લોકો તેને પોતાના સમ્પ્રદાયનુ માનવા લાગ્યા છે.
રિતી રિવાજ :
અહિની સાર સમ્ભાળ 55 વર્ષનો સ્થાનિક વ્યક્તિ ઈસોન ચૈન કરે છે. તે કહે છે કે મંદિરમા સવાર અને સાંજની આરતી કરવા એક બંગાળી પંડિત આવે છે. આ મંદિર બે સભ્યતાઓ અને સમ્પ્રદાયોની વચ્ચેના ભાઈચારાને દર્શાવે છે અને ભારતની સામ્પ્રદાયિકતાનુ પ્રતિક છે.
એમ તો બંગાળી અને ચિની સભ્યતાના લોકો પાસે પાસે રહેવા છત્તા પણ શાલીનતાથી પોતાની મર્યાદા અને અલગતાનુ સન્માન કરે છે પણ દુર્ગાપુજાના સમયે અહિ અલગ જ નજારો જોવા મળે છે. સમાજના દરેક વર્ગના લોકો પોતપોતાના સામર્થ્ય મુજબ મંદિરમા સહયોગ આપે છે.
સામાન્ય દિવસોમા મંદિરમા મોટાભાગે ચિની લોકો જોવા મળે છે. તેઓ એમના પગરખા બહાર ઉતારી અંદર મન્નત માગવા આવે છે. મંદિરની અંદર ચીની ધુપ બત્તી પ્રગટાવવામા આવે છે જેનાથી માહોલ ઘણો શાંતીમય અને અનોખો થઈ જાય છે.
ઈસોન કહે છે કે શેતાની શક્તિઓને ભગાડવા માટે મંદિરમા હાથેથી બનાવેલો કાગળ સળગાવવામા આવે છે. હાથમા અગરબત્તી લઈ ચીની પદ્ધતિથી ત્રણ વાર ઝુકીને પ્રણામ કરતા જોઈ મનમા ઘણા વિચારો દોડી જાય છે.
વિશ્વાસ એક હોય તો દેશ કે ધર્મનુ અલગ હોવુ કોઈ મહત્વ નથી. આ જ પ્રમાણો પર ભારત દેશની બુનિયાદ ટકી છે. અને આજે પણ આપણને એવા જ વિચારોની જરુર છે.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.