ભારતના 10 વિચિત્ર ગામડાઓ જેના વિષે તમે નહિ સાંભળ્યું હોય!

Tripoto
Photo of ભારતના 10 વિચિત્ર ગામડાઓ જેના વિષે તમે નહિ સાંભળ્યું હોય! 1/11 by Jhelum Kaushal

ભારત એ વિવિધતાઓ અને વિચિત્રતાઓથી ભરેલો દેશ છે. ભારતનું ભ્રમણ કરતા કરતા તમને અનેક વિચિત્ર અનુભવો થઇ શકે છે અને વિચિત્ર વસ્તુઓ જોવા મળી શકે છે. ચાલો જાણીએ ભારત 10 વિચિત્ર ગામો વિષે.

મહારાષ્ટ્ર

1. હિવરે બજાર

Photo of ભારતના 10 વિચિત્ર ગામડાઓ જેના વિષે તમે નહિ સાંભળ્યું હોય! 2/11 by Jhelum Kaushal

મહારાષ્ટ્ર્ના અહમનગરના આ ગામને કરોડપતિઓનું ગામ કહેવામાં આવે છે. શરૂઆતમાં અત્યંત ગરીબ એવા આ ગામમાં પહેલા પૈસો હતો જ નહીં પરંતુ 1990 માં અહીંયા પરિવર્તન આવ્યું. અહીંના ખેડૂતોએ આ ગામનું નસીબ બદલી નાખ્યું છે. આજની તારીખે અહીંયા લગભગ 60 કરોડપતિ ખેડૂતો છે!

2. શેતફળ

Photo of ભારતના 10 વિચિત્ર ગામડાઓ જેના વિષે તમે નહિ સાંભળ્યું હોય! 3/11 by Jhelum Kaushal

પુનાથી લગભગ 200 કિમી દૂર આ ગામમાં દરેક ઘરમાં સાપ રહે છે! સાપ સાથે અહીંના લોકો ખુશી ખુશી રહે છે અને સાપ એમનું કશું જ ખરાબ કરતા નથી. 2600 થી વધુ ઘરના આ ગામમાં સાપો સાથે લોકોને મિત્રતા અને આદર છે.

3. શનિ શીંગળાપૂર

Photo of ભારતના 10 વિચિત્ર ગામડાઓ જેના વિષે તમે નહિ સાંભળ્યું હોય! 4/11 by Jhelum Kaushal

દર વર્ષે જ્યાં 40000 થી વધુ ભક્તો શનિ મહારાજના દર્શન કરવા આવે છે એવા આ ગામમાં કોઈ જ ઘરને તાલ અને દરવાજા નથી! આજના સમયમાં પણ ભગવાન શનિ અહીંયાના લોકોની રક્ષા કરે છે એવું માનવામાં આવે છે.

કેરળ

4. કોદિન્હી

Photo of ભારતના 10 વિચિત્ર ગામડાઓ જેના વિષે તમે નહિ સાંભળ્યું હોય! 5/11 by Jhelum Kaushal
Photo of ભારતના 10 વિચિત્ર ગામડાઓ જેના વિષે તમે નહિ સાંભળ્યું હોય! 6/11 by Jhelum Kaushal

કેરળના મલ્લાપુરમ જિલ્લાનું આ ગામ જ્યાં 2000 પરિવારો વસે છે એમાં 400 લોકો જોડકા છે! આંકડાઓ મુજબ અહીંયા દર 1000 વ્યક્તિએ 45 જોડિયા લોકો જોવા મળે છે! અહીંયાના પાણીમાં કંઈક અલગ મિનરલ્સ હોવાથી આવું થાય છે એમ માનવામાં આવે છે.

ગુજરાત

5 પુંસરી

Photo of ભારતના 10 વિચિત્ર ગામડાઓ જેના વિષે તમે નહિ સાંભળ્યું હોય! 7/11 by Jhelum Kaushal

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનું આ ગામ વિકાસનું બીજું નામ છે. 6000 ની વસ્તી વાળા આ ગામમાં દરેક ઘરમાં શૌચાલય છે, 2 શાળા અને પ્રાથમિક ચિકિત્સા કેન્દ્ર છે, વરસાદમાં પણ પાણી ન ભરાય એવી વ્યવસ્થા ઉપરાંત પુરા ગામમાં વાઇફાઇ ઉપલબ્ધ છે! પ્રશાસન દ્વારા દરેક જગ્યાએ કેમેરા અને 140 લાઉડ સ્પીકર લગાવાયા છે જેથી કોઈ પણ જાણકારી લોકો સુધી પહોંચાડી શકાય છે.

બિહાર

6. બરવા કાલા

Photo of ભારતના 10 વિચિત્ર ગામડાઓ જેના વિષે તમે નહિ સાંભળ્યું હોય! 8/11 by Jhelum Kaushal

બરવા કાલા ગામ આજે પણ વીજળી, પાણી, આર્થિક તંગી વગેરે અનેક પ્રશ્નો હોવાથી અહીંયા કોઈ પોતાની દીકરીના લગ્ન કરાવવા માગતું નથી. એવું કહેવાય છે કે છેલ્લા 50 વર્ષથી અહીંયા લગ્ન થયા નથી! અને આ ગામ કુંવારાઓનું ગામ બની ગયું છે!

ગુજરાત

7. જાંબુર

Photo of ભારતના 10 વિચિત્ર ગામડાઓ જેના વિષે તમે નહિ સાંભળ્યું હોય! 9/11 by Jhelum Kaushal

ગુજરાતના આ ગામમાં ગુજરાતી બોલવા વાળા પરંતુ મૂળ આફ્રિકી લોકો રહે છે! જૂનાગઢના નવાબ દ્વારા તેમને આફ્રિકાથી લાવવામાં આવ્યા હતા. આજે તેઓ એકદમ ગુજરાતી રહેણી કરણીથી જીવે છે પરંતુ મૂળ આફ્રિકાના છે. કર્નાટકના કેટલાક ભાગમાં પણ આ સીધી લોકો મળી રહે છે.

મેઘાલય

8. માવલ્યાનાંગ

Photo of ભારતના 10 વિચિત્ર ગામડાઓ જેના વિષે તમે નહિ સાંભળ્યું હોય! 10/11 by Jhelum Kaushal

2003 માં ડિસ્કવર ઇન્ડિયા એ આ ગામને એશિયાનું સૌથી સ્વચ્છ ગામ ઘોષિત કર્યું છે. આ ગામમાં કોઈ જ જગ્યાએ કોઈ જ કચરો જોવા મળતો નથી! બધા જ પ્રકારના કચરાને અલગ અલગ ઉપયોગમાં લેવામાં આવે છે. અહીંયાનો સાક્ષરતા દર 100 % છે.

આસામ

9. રોંગદોઇ

Photo of ભારતના 10 વિચિત્ર ગામડાઓ જેના વિષે તમે નહિ સાંભળ્યું હોય! 11/11 by Jhelum Kaushal

આસામના રોંગદોઇ ગામમાં દેડકાંઓના લગ્ન કરાવવાની પ્રથા છે! એવું મનાય છે કે આમ કરવાથી જલદેવતા ખુશ થાય છે અને સારો વરસાદ આપે છે. આ લગ્નમાં લગ્નની બધી જ વિધિઓનું ધામધૂમથી પાલન થાય છે!

મહારાષ્ટ્ર

10. કોરલઈ

ભારતના આ ગામને પોર્ટુગીઝ ગામ કહેવામાં આવે છે. આ ગામના મોટા ભાગના લોકો પોર્ટુગીઝ સંસ્કૃતિના લોકો છે. લોકો અહીંયા પોર્ટુગીઝમાં જ વાત કરે છે. પહેલા આ જગ્યાને ભારતનું બ્રાઝીલ પણ કહેવામાં આવતું હતું. પોર્ટુગીઝ મહેમાનગતિ માણવા માટે અહીંયા જરૂર જાઓ!

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ