100 વર્ષ જુના આ બ્રિટિશ બંગલોએ પહાડોમાં રહેવાના અનુભવને વધુ શાનદાર બનાવી દિધો!

Tripoto

નૈનીતાલ નિવાસી હોવાના કારણે મને ઉત્તરાખંડના શહેરોમાં ફરવાની ઘણી તકો મળી. ફરવા દરમિયાન ઘણી એવી જગ્યા છે જેની સુંદરતાએ મારુ મન મોહી લીધું. પરંતુ એક જગ્યા છે મને ક્યારેય પસંદ ન આવી તે હતી અલ્મોડા. ઉત્તરાખંડની આ પૂર્વવર્તી સાંસ્કૃતિક રાજધાની મને લોકોની ભીડના કારણે હંમેશા ગંદા શહેર જેવી લાગતી હતી. પરંતુ ગત શરદી દરમિયાન દેવદાર હોમસ્ટેમાં અચાનક રોકાવાને કારણે આ શહેર અંગે મારી જો એક ધારણા બની ચુકી હતી જે એકદમથી બદલાઇ ગઇ.

Deodar homestay

એક નાનકડું સ્વર્ગ જેને દેવદાર હોમસ્ટે કહેવાય છે!

Photo of 100 વર્ષ જુના આ બ્રિટિશ બંગલોએ પહાડોમાં રહેવાના અનુભવને વધુ શાનદાર બનાવી દિધો! 1/7 by Paurav Joshi
સૂર્યાસ્તની રોશનીથી ભીંજાયેલુ દેવદાર હોમસ્ટે, ક્રેડિટઃ સૌમિયાબી

અલ્મોડા સ્થિત દેવદાર હોમસ્ટે એક જુની અને એકાંતમાં વસેલી એ જગ્યા જે હિમાલયનું 180 ડિગ્રી વ્યૂ આપે છે.

મારી કેબ જેવી જ વળાંકદાર રસ્તાથી પસાર થઇને એક મહેલમાં ગેટમાં પ્રવેશી તેવો જ હું શાનદાર ઐતિહાસિક ધરોહરની સામે આવી ગયો. દેવદાર હોમસ્ટે જે લાંબા દેવદારના ઝાડોની વચ્ચે સ્થિત છે, સુંદર વેલોથી લપેટાયેલો આ હોમસ્ટે ઘણો જ મનોહર અને અનોખો દેખાય છે.

હોમસ્ટેના કર્મચારીઓ મને ખુબ જ હુંફ સાથે મને આ હોમસ્ટેની બીજી તરફ આંગણામાં લઇને ગયા. આંગણામાં એક હિંચકો અને એક ગ્લાસહાઉસ છે. જે સવારની ઠંડીઓથી રાહત મેળવવા માટે બિલકુલ યોગ્ય છે. અહીં બનેલા એક નાનકડા તળાવમાં કેટલાક બતકો પણ રમી રહ્યા હતા.

સુંદર ગીત અને પક્ષીઓની ચહલ-પહલ વચ્ચે મેં ડુબતા સૂરજને જોતા એક ગરમ ચાની ચુસ્કી પણ લીધી. 

Photo of 100 વર્ષ જુના આ બ્રિટિશ બંગલોએ પહાડોમાં રહેવાના અનુભવને વધુ શાનદાર બનાવી દિધો! 2/7 by Paurav Joshi
આંગણાનું ભવ્ય દ્રશ્ય, ક્રેડિટઃ સૌમિયાબી
Photo of 100 વર્ષ જુના આ બ્રિટિશ બંગલોએ પહાડોમાં રહેવાના અનુભવને વધુ શાનદાર બનાવી દિધો! 3/7 by Paurav Joshi
સામે કંઇક આવું છે, ક્રેડિટઃસૌમિયાબી

ધીમે-ધીમે આ સાંજ અંધેરી રાતમાં બદલાઇ ગઇ અને ઠંડી પણ વધી ગઇ. ઠંડી વધતા જ હું પોતાના રુમમાં જતો રહ્યો. આ હોમસ્ટેની પહેલી ઝલકે મને ઇમ્પ્રેસ કરી દીધો. આમ તો આ હોમસ્ટે કહેવાય છે પરંતુ તે કોઇ ફાઇવ સ્ટાર બુટીક રિસોર્ટથી કમ નથી.

આ હોમસ્ટેનો અંદરનો ભાગ ઘણી જ શાનદાર રીતે સજાવાયો છે. તેના ખૂણેખૂણામાં આધુનિક કળાનું સુંદર ઉદાહરણ જોવા મળે છે. આના મોટા રુમમાં એન્ટર કરતા જ હું તેની સુંદરતાને નિહાળવામાં લાગ્યો. તેની ઉંચી છત, લાકડાના ફર્શ, અંદરની સજાવટની સાથે મારો રુમ જુની દુનિયાના આકર્ષણ અને આધુનિકતાનો બેજોડ સંગમ હતો. મારા રુમમાં એક ચિમની હતી જેને જોયા પછી હું રાહ ન જોઇ શક્યો અને મેં અહીં બેસીને પુસ્તક વાંચવાનું શરુ કર્યું. મારા રુમ સાથે જોડાયેલી બાલ્કની પહાડોનું એક સુંદર દ્રશ્ય રજૂ કરે છે.

Photo of 100 વર્ષ જુના આ બ્રિટિશ બંગલોએ પહાડોમાં રહેવાના અનુભવને વધુ શાનદાર બનાવી દિધો! 4/7 by Paurav Joshi
લિવિંગ સ્પેસ જ્યાં ગેસ્ટ એકબીજા સાથે વાતચીત કરે છે, ક્રેડિટઃ બુિકંગડોટકોમ
Photo of 100 વર્ષ જુના આ બ્રિટિશ બંગલોએ પહાડોમાં રહેવાના અનુભવને વધુ શાનદાર બનાવી દિધો! 5/7 by Paurav Joshi
આરામદાયક બેડરુમ જે સંપૂર્ણ રીતે સુસજ્જિત છે, ક્રેડિટઃ બુકિંગ ડોટ કોમ

દેવદાર હોમસ્ટેમાં એક રુમનું ભાડું ₹5000- ₹7000 રુપિયાની વચ્ચે છે. તેમાં નાસ્તો પણ સામેલ છે.

એટલે પહોંચ્યા દેવદાર હોમસ્ટે

Photo of 100 વર્ષ જુના આ બ્રિટિશ બંગલોએ પહાડોમાં રહેવાના અનુભવને વધુ શાનદાર બનાવી દિધો! 6/7 by Paurav Joshi
પ્રકૃતિની વચ્ચે  ઘર, ક્રેડિટઃ સૌમિયાબી
Photo of 100 વર્ષ જુના આ બ્રિટિશ બંગલોએ પહાડોમાં રહેવાના અનુભવને વધુ શાનદાર બનાવી દિધો! 7/7 by Paurav Joshi
આ બાળકની સાથે હું લખવાના કામમાં વ્યસ્ત રહ્યો, ક્રેડિટઃ સૌમિયાબી

એપ્રિલ શરુ થવાનો છે અને ગરમી શરુ થતાની સાથે જ કોઇ પહાડી જગ્યાએ ભાગવાની તૈયારી કરશો. દિલ્હીથી અલ્મોડા ટ્રેનથી ફક્ત એક રાતની યાત્રા છે. એકાંતમાં વસેલુ આ શાનદાર દેવદાર હોમસ્ટે અહીં આવનારા અતિથિઓના અનુભવને વધારે ખાસ બનાવી દે છે. પહેલા તો આ હોમસ્ટેની મુલાકાત મેં એકલાએ જ લીધી હતી. પરંતુ પછીથી ફરી મારા પુરા પરિવારની સાથે અહીં પહોંચ્યો અને તે ફક્ત એટલા માટે કારણ કે હું ઇચ્છતો હતો કે લોકો આ જાદુઇ જગ્યાનો અનુભવ કરી શકો.

ભોજન

અહીંનુ ખાનું મારા માટે આકર્ષણનું કેન્દ્ર હતું. અહીં મેં તેમના કિચન ગાર્ડનને જોયું જ્યાં ઘણીબધી શાકભાજી ઉગી રહી હતી. જ્યારે હું ત્યાં ગયો તે સમયે દેવદારમાં પ્રમુખ રસોઇયો શેફ રજતે મને ઘણો જ સ્વાદિષ્ટ, તાજા પાસ્તા, સૂપ, બટર ચિકનની સાથે જ કુમાઉની ખાવાની લાજવાબ થાળી પીરતી હતી. જો તમે આ હોમસ્ટેની યાત્રા કરવાની તૈયારી કરી રહ્યા છો તો ખાવા માટે તમારે બહાર જવાની કોઇ જરુરીયાત નથી. કારણ કે અલ્મોરામાં સૌથી સારુ ખાવાનું અહીં મળે છે.

હોમસ્ટેની આસપાસનો નજારો

હિમાલયના બદલતા રંગોને નિહાળો

દેવદાર હોમસ્ટેની આસપાસનો વિસ્તાર ઘણો જ પ્રાચીન છે એટલે તમે અનુભવ માટે અહીં જઇ શકો છો. બરફથી ઢંકાયેલા હિમાલય અને જાદુઇ સૂર્યાસ્તની સાથે પહાડોમાં સાંજ વિતાવવાની ઘણી જ સુંદર રીત છે.

એક દિવસ માટે કસારદેવી જઇ આવો

અલ્મોડાથી 18 કિ.મી. દૂર કસારદેવી એક પૂર્વવર્તી શહેર છે. આને એક છુપાયેલું રત્ન પણ કહે છે. જે અંગે ઘણાં બધા લોકોને જાણકારી નથી. ઉંચાઇ પર સ્થિત આ શહેર શિયાળાની ઋતુમાં હિમાલયના અદ્ભુત નજારો રજૂ કર છે. આ શહેરને જાદુઇ શક્તિઓ માટે પણ ઓળખાય છે. એક દિવસ માટે તમે કસારદેવીની યાત્રા કરી શકો છો.

અલ્મોડા માર્કેટ તરફ નીકળી પડો

કુમાઉની જીવન અંગે જાણવા માટે આ જુના અલ્મોડા માર્કેટ જરુર ફરો. આ દરમિયાન તમે અહીં પ્રસિદ્ધ ચોકલેટ, મીઠાઇ, સ્વાદિષ્ટ બેલ મીઠાઇને ટ્રાય કરવાનું ભૂલતા નહીં.

કેવીરીતે પહોંચશો?

રેલ દ્ધારા: અલ્મોડા સુધી જવા માટે સૌથી સામાન્ય સાધન ટ્રેન છે. આનું સૌથી નજીકનું સ્ટેશન કાઠગોદામ છે જે અંદાજે 2 કલાકના અંતરે સ્થિત છે. સ્ટેશન પહોંચ્યા પછી તમને અલ્મોડા માટે સરળતાથી ભાડેથી ટેક્સી મળી જશે.

ફ્લાઇટ દ્ધારા: આનું નજીકનું એરપોર્ટ 113 કિ.મી. દૂર સ્થિત પંતનગરમાં છે. જ્યાં પહોંચવામાં 3.5 કલાકનો સમય લાગે છે. ત્યાંથી અલ્મોડા માટે તમે ટેક્સી લઇ શકો છો.

રોડ દ્ધારાઃ રોડ દ્ધારા દિલ્હી-અલ્મોડા અંદાજે 8 કલાકનો રસ્તો છે. રોડથી તમે દિલ્હી-હાપુડ-ગજરૌલા-મુરાદાબાદ-રામપુર-બાજપુર-ભવાલી-અલ્મોરા રુટને ફોલો કરી શકો છો.

દેવદાર હોમસ્ટે મારુ પર્સનલ ફેવરીટ બની ગયું છે. દિલ્હીમાં જ્યારે પણ થાક અનુભવ કરું છું તો મૂડને તાજા કરવા માટે હું અહીં પહોંચી જાઉં છું. એકવાર પણ આ હોમસ્ટેમાં રોકાઓ, મારુ માનો તમને પણ આ એટલું જ પસંદ આવશે જેટલું મને આવ્યું છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો