સ્ટ્રીટ ફૂડના પ્રેમમાં 1100 કિમી લાંબી રોડટ્રિપ!

Tripoto

આઈરીશ નાટ્યકાર જ્યોર્જ બર્નાડ શો એ કહ્યું છે એકે ખાવાથી વધારે પ્રેમ કોઈ હોય જ ન શકે. આ જ વાત મેં દરેક એ માણસને કહી જેને મારી આ યાત્રા પર આશ્ચર્ય પ્રગટ કર્યું. મને એક આઈડિયા આવ્યો અને મેં એ આઈડિયા મુજબ સ્વાદનો ચટાકો માણવા માટે 4 રાજ્યોની 1100 કિમી લાંબી રોડટ્રિપ કરી લીધી! અને મારો આ અનુભવ ખુબ જ ખાસ રહ્યો.

અમૃતસર

હું અમૃતસરમાં રહેતો હતો અને મારા આ વિચિત્ર આઈડિયા માટે મેં 2 અન્ય જણને કન્વિન્સ કર્યા! જયારે તમે 1000 કિમીથી વધુ ડ્રાઇવિંગ કરો ચો ત્યારે તમારા મગજમા ખાવા સિવાય કશો વિચાર જ નથી આવતો.

સ્વાદની સફર

સફરની શરૂઆત અમૃતસરથી લુધિયાણા, ત્યાંથી દિલ્લી - આગ્રા - કાનપુર અને છેલ્લે લખનૌ. એટલે કે રૂટ કંઈક આ રીતનો હતો. અમૃતસર - લુધિયાણા - નવી દિલ્લી - આગ્રા - કાનપુર - લખનૌ.

યાત્રા કાર્યક્રમ - 5 દિવસ

દિવસ 1

Photo of Ludhiana, Punjab, India by Jhelum Kaushal
Photo of Agra, Uttar Pradesh, India by Jhelum Kaushal

એન એચ 44 પરથી હરિયાણા પસાર કરીને દિલ્લી પહોંચો. અહીંયાની ખાણી પીણીની વિવિધતા એના સ્ટ્રીટ ફૂડમાં જોવા મળે છે. બંગાળના પુચકાથી લઈને દક્ષિણના ઢોસા દિલ્લીની ગલીઓમાં મળી રહે છે.

Photo of Delhi, India by Jhelum Kaushal
Photo of Lucknow, Uttar Pradesh, India by Jhelum Kaushal
Photo of Kanpur, Uttar Pradesh, India by Jhelum Kaushal

પહેલા દિવસે 1480 માં લોઢી વંશના શાસકોએ સ્થાપેલ લુધિયાન શહેર પહોંચો. મુઘલો એ અહીંયાના મહેલને ઘણું જ નુકશાન પહોચાડેલું પરંતુ સ્થાનિકોએ આજે પણ જાળવી રાખ્યો છે. લુધિયાણા સ્વાદના શોખીનો માટે સ્વર્ગથી ઓછું નથી.

Photo of સ્ટ્રીટ ફૂડના પ્રેમમાં 1100 કિમી લાંબી રોડટ્રિપ! by Jhelum Kaushal

રસ્તામાં સમય - 3 કલાક

અંતર - 150 કિમી

ખાસ અનુભવ -

ગિલ રોડ પર પુન્નુના પકોડા

શાસ્ત્રીનગરમાં પ્રસિદ્ધ પંજાબી કુલચા

મોડલ ટાઉનમાં બટર ચિકન

ચાવલાનું ફેમસ ક્રીમ ચિકન અને ફાઉન્ટેન ચોકનો વસંત આઈસ્ક્રિમ

દિવસ 2

સમય - 5 કલાક

અંતર - 315 કિમી

ખાસ અનુભવ:

- સી આર પાર્કમાં રાજુના પુચકા

- ચાંદની ચોકમાં નટરાજ દહીં ભલ્લાવાળાના દિલ્લી ચાટ

- પહાડગંજમાં સીતારામ દીવાનચંદના છોલે ભટુરે

- ડિફેન્સ કોલોની માર્કેટમાં સલીમ કબાબના કાકોરી કબાબ

- નિઝામુદ્દીનના ગાલિબ કબાબના ટિક્કા અને રોલ્સ

- ગોળ માર્કેટમાં બંગલા સ્વીટ હાઉસમાં ગુલાબ જાંબુ અને હલવો

- આર કે પુરમ્ના પ્રિન્સ પણ ભંડારનું પાન

Photo of સ્ટ્રીટ ફૂડના પ્રેમમાં 1100 કિમી લાંબી રોડટ્રિપ! by Jhelum Kaushal

દિવસ 3

આગ્રા

તાજ મહેલ અને ફતેહપુર સિક્રી સાથે આગ્રામાં સ્ટ્રીટ ફૂડ પણ પ્રખ્યાત છે. મસાલેદાર ચાટથી લઈને પરાઠા અને મીઠાઈઓ અહીંયા સ્વાદિષ્ટ મળે છે.

સમય: 3 કલાક 15 મિનિટ

અંતર - 215 કિમી

ખાસ અનુભવ:

- ફાતેહાબાદ રોડ પર જી એમ બી સ્વીટ્સના બેડમી અને કચોરી

- સદર બજારમાં અગ્રવાલ ચાટ હાઉસના ચાટ

- રાજમાર્ગ પર રામ બાબુ પરાઠેવાલેના પરાઠા

- આગ્રા કેન્ટ તરફ મામા ચિકનના કટ્ટી રોલ અને પછી પેઠા હાઉસના પેઠા

દિવસ 4

કાનપુર

ઉત્તરપ્રદેશના ઔદ્યોગિક શહેર કાનપુર પહોંચવા માટે આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પકડો. કાનપુરની સંસ્કૃતિના ઇતિહાસમાં ખાણીપીણીનો ઘણો મોટો ફાળો છે.

Photo of સ્ટ્રીટ ફૂડના પ્રેમમાં 1100 કિમી લાંબી રોડટ્રિપ! by Jhelum Kaushal

સમય: 5 કલાક

અંતર : 290 કિમી

ખાસ અનુભવ:

- કાકદેવમાં હનુમાન ચાટ ભંડારનું બેંગન અને આલુ ચાટ

- નંદલાલ ચોક પર મુન્ના સમોસાના સમોસા

- સ્વરૂપ નગરમાં બાબા બિરયાની ની બિરયાની અને મોલ રોડ પર ઠગગુ કે લડ્ડુ દુકાનમાં લડ્ડુ અને બદનામ કુલ્ફીનો આનંદ માણો

દિવસ 5

લખનૌ

આગ્રા લખનૌ એક્સપ્રેસ વે પર જ ડ્રાઈવ કરીને દીવાનોના શહેર લખનૌ પહોંચો. માંસાહારી લોકો માટે લખનૌ સ્વર્ગ છે. અહીંયા સ્ટ્રીટ ફૂડમાં પરંપરાગત અવધી ખાણું પણ મળે છે. કબાબથી લઈને બિરયાનીની મજા અહીંયા લઇ શકાય છે.

Photo of સ્ટ્રીટ ફૂડના પ્રેમમાં 1100 કિમી લાંબી રોડટ્રિપ! by Jhelum Kaushal

સમય : 2 કલાક 30 મિનિટ

અંતર: 100 કિમી

ખાસ અનુભવ:

- હજ઼રતગંજમાં બાજપાયીની કચોરી

- અમીનાબાદમાં તુંડે કબાબ

- ચોક પર પંડિત રાજાની ઠંડાઈ અને સાથે ઈદ્રીસમાં લખનવી બિરયાની

- અમીનાબાદમાં પ્રકાશ કૂલ્ફીની કુલ્ફી, અને છેલ્લે સદર બજારમાં ચંદ્રકલામાં છપ્પન ભોગ

યાત્રા માટે સાચો સમય

નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે આ ટ્રીપ કરવાનો સારો સમય કહી શકાય. આ વિસ્તારમાં ઠંડી સમયે ફરવું એ મજેદાર અનુભવ હોય છે.

ફોટો ક્રેડિટ્સ: વિકિમીડિયા કૉમન્સ

.

આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ