200 રુપિયાથી પણ ઓછામાં મળનારી ભારતની ટૉપ 15 બીયર!

Tripoto
Photo of 200 રુપિયાથી પણ ઓછામાં મળનારી ભારતની ટૉપ 15 બીયર! 1/16 by Paurav Joshi
સોર્સઃ મનુકા

બીયરના દિવાના, ભેગા થઇ જાઓ! અમે એ લોકો છીએ જે એક સારો સમય વિતાવવાનો અસલી હેતુ બરાબર સમજીએ છીએ અને વિતાવીએ પણ છીએ. બીયર એક ઘણી જ સરળતાથી મળનારુ અને પીવામાં આવતુ ડ્રીંક છે. જો કોઇ કહે કે પાર્ટી શરાબ અને બીયર વગર થાય તો તે જુઠ્ઠુ બોલી રહ્યો છે. કારણ કે તે અશક્ય છે.

આપણે બધાએ ઝિંદગીમાં ઓછામાં ઓછા એક વાર તો બીયર પીધી જ છે, અને એ લોકો લકી છે જેને આની સાથે પ્રેમ થઇ ગયો છે.

બીયર કોઇ પણ મુસાફરી માટે એક પરફેક્ટ ડ્રિંક છે કારણ કે કોઇ પણ, ક્યાંય પણ એક બીયર પાર્ટી શરુ કરી શકે છે. પછી તે પહાડ હોય કે રણ, બસ બોટલ ખોલો અને પોતાની ઝિંદગીનો લાજવાબ સમય શરુ કરો. આ ઉપરાંત, એ એટલી જાણીતી છે કે સરળતાથી બધી જગ્યાએ મળી પણ જાય છે. આપણો દેશ આખી દુનિયામાં સૌથી મોટા બીયર પીનારા દેશોમાં સામેલ છે, અને આપણને એ વાતની કોઇ ફરિયાદ પણ નથી.

હવે આ બધુ વાંચીને તમને બીયર પીવાનો મૂડ તો બની જ ગયો હશે. તો ચાલો હું તમને બતાવું છું દેશમાં મળનારી ટૉપ 15 બિયર જે તમારી મોંની સાથે સાથે તમારા ખિસ્સાને પણ ઘણી જ પસંદ આવશે.

15. ફૉસ્ટર્સ

Photo of 200 રુપિયાથી પણ ઓછામાં મળનારી ભારતની ટૉપ 15 બીયર! 2/16 by Paurav Joshi
સોર્સઃ લાઇવ મિંટ

પ્રામાણિકતાથી, ફોસ્ટર્સ આ લિસ્ટમાં માત્ર એટલા માટે સામેલ થાય છે કારણ કે આ સસ્તુ છે અને લગભગ આખી રાત વધુ ખર્ચ વિના આને પી શકાય છે.

14. ડેરડેવિલ

Photo of 200 રુપિયાથી પણ ઓછામાં મળનારી ભારતની ટૉપ 15 બીયર! 3/16 by Paurav Joshi
સોર્સઃ માહી

આ લિસ્ટમાં સૌથી સ્ટ્રોંગ બીયરમાંનુ એક ડેરડેવિલ સામાન્ય લોકોમાં પોતાના સ્વાદ માટે જ સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આ બીયર એ જગ્યાએ મળી જશે જ્યાં કદાચ જ તમને કોઇ બિયર મળે.

13. કલ્યાણી

Photo of 200 રુપિયાથી પણ ઓછામાં મળનારી ભારતની ટૉપ 15 બીયર! 4/16 by Paurav Joshi
સોર્સઃ આજચાઇલ 

એક દક્ષિણ ભારતીય ધમાકો છે. જ્યારે કોઇ દક્ષિણ તરફ જાય છે તો આ બીયર આપને લગભગ બધી જગ્યાએ મળી જાય છે. એટલા માટે આ યાદીમાં આની જગ્યા બિલકુલ યોગ્ય છે. પરંતુ, આના સ્વાદ અંગે વાસ્તવમાં લખવા માટે કંઇ પણ નથી.

12. મિલર

Photo of 200 રુપિયાથી પણ ઓછામાં મળનારી ભારતની ટૉપ 15 બીયર! 5/16 by Paurav Joshi
સોર્સઃ જેજેબેલ 

સારો રંગ, વાજબી કિંમત પરંતુ જો તમારે આખી રાત ફક્ત આ જ બીયર પીવી હોય તો કદાચ તમે કોઇ બીજી બીયરની શોધમાં નીકળવાનું પસંદ કરશો. મિલરનું મળવાનું પણ ક્યારેક-ક્યારેક મુશ્કેલ થઇ જાય છે.

11. કાર્લ્સબર્ગ

"કદાચ દુનિયામાં સૌથી સારી" આ બ્રાંડની પંચલાઇન આની પર કંઇક બરોબર બેસતી નથી. કારણ કે આ તો એ દેશોમાં પણ સારી નથી જે પોતે વધારે બીયર પણ નથી બનાવતા. ચોંકાવનારી વાત એ છે કે આ એક મોટી બ્રાંડ છે તો પણ ઘણીબધી જગ્યાએ નથી મળતી.

10. સ્ટેલા આર્ટોઇસ

આ બેલ્જિયમ બ્રૂ પોતાના સારા સ્વાદના કારણે અમારા લિસ્ટમાં 10માં નંબરે આવે છે. નહીં તો આ દેશભરમાં મોટાભાગના બિયર સ્ટોર અને બારમાં મોંઘી મળે છે અને સરળતાથી નથી મળતી.

9. કોરોના

આ બીયરનો સ્વાદ તો સારો છે પરંતુ તેની કિંમત જે તેની રેંકને નીચી કરી દે છે. કોરોના આખા ભારતમાં લગભગ બધા સ્ટાઇલિશ પબોમાં મળી જાય છે, કેવળ સ્ટાઇલિશ પબ યાદ રાખો. આજ કારણ છે કે તે યાદીમાં નીચે છે.

8. ગૉડફાધર

કેમ ? કેવીરીતે? આ વિચારીને તો હું પણ હેરાન છું પરંતુ ગૉડફાધર બીયર ભારતના લગભગ બધા જ પહાડી વિસ્તારોમાં સરળતાથી મળી જાય છે. આવુ શક્ય છે કારણ કે આ એક સ્ટ્રોંગ બીયર છે અને તેના મુખ્ય ગ્રાહકો (બસ/ટ્રક ડ્રાઇવર) માટે બસ એક જ બોટલ કાફી છે. જેનાથી તે આખી રાત જાગીને ગાડી ચલાવી શકે. ઠીક છે, અમે તો ફરિયાદ નથી કરી રહ્યા.

7. હુગાર્ડન

ભારતમાં મળનારી સૌથી સ્વાદિષ્ટ બીયરોમાંની એક હુગાર્ડનને લિસ્ટમાં ફક્ત તેના સ્વાદના કારણે જ જગ્યા મળી છે. પરંતુ સત્ય એ છે કે આ મોંઘી છે અને લગભગ ઘણી ઓછી જગ્યાએ મળે છે. એટલા માટે તે લિસ્ટમાં 7માં નંબરે છે.

6. ટ્યૂબોર્ગ

Photo of 200 રુપિયાથી પણ ઓછામાં મળનારી ભારતની ટૉપ 15 બીયર! 11/16 by Paurav Joshi
સોર્સઃ ફૂડબેવ 

ઠીક છે અમે ટ્યૂબૉર્ગના સ્વાદના તો બહુ શોખીન નથી પરંતુ ગલીમાં દરેક જગ્યાએ મળે છે. આ ડેનિશ બ્રાંડે કદાચ ભારતમાં ડિસ્ટ્રીબ્યૂશનના રહસ્યને અનલૉક કરી દીધું છે. આ જ કારણે એક સુંદર સ્વાદ ન હોવા છતાં આ બ્રાંડ બજારમાં અત્યાર સુધી ટકી છે.

5. કિંગ્સ

આહ, કિંગ્સ વગર ગોવા શું છે! અમારા દોસ્તોની સાથે કેટલીક સુંદર યાદોમાં કિંગ્સ બીયર પણ એક સાથી રહ્યો છે. જો કે, દેશના બાકીના હિસ્સામાં આ નથી મળતી, પરંતુ આનો સ્વાદ અદ્ભુત છે અને કિંમત ઓછી. એક ગોવાના જનરલ સ્ટોરમાંથી 28 રુપિયા પ્રતિ બોટલમાં મળનારી આ બીયર આ લિસ્ટમાં 5માં નંબરે સ્થાપિત છે.

4. હેનકેન

Photo of 200 રુપિયાથી પણ ઓછામાં મળનારી ભારતની ટૉપ 15 બીયર! 13/16 by Paurav Joshi
સોર્સઃ મેડફરિકા 

હેનકેન અમારા દેશમાં સ્વાદ, કિંમત અને સરળતાથી મળનારી 3 શરતો પર એકદમ ખરી ઉતરે છે. અને ખરેખર આનાથી અનેક ગણું વખાણવા લાયક છે. ઘણી સરળતાથી દુકાનોથી માંડીને પબમાં મળનારી આ બીયર દુનિયાની સૌથી પસંદગીની બિયરોમાંની એક છે.

3. કિંગફિશર

Photo of 200 રુપિયાથી પણ ઓછામાં મળનારી ભારતની ટૉપ 15 બીયર! 14/16 by Paurav Joshi
સોર્સઃ જડ્સ 

ઠીક છે જો તમે આની રાહ જોઇ રહ્યા હતા તો તે અહીં છે. કિંગફિશર ફક્ત એક ભારતીય ક્લાસિક બીયર જ નથી પરંતુ પોતાનામાં એક ધર્મ છે. ઉત્તમ સ્વાદ, સારી કિંમત અને સારા ડિસ્ટ્રીબ્યૂશનને કારણે ભારતમાં સૌથી વધુ પીવાતી બીયર છે.

2. બીરા

Photo of 200 રુપિયાથી પણ ઓછામાં મળનારી ભારતની ટૉપ 15 બીયર! 15/16 by Paurav Joshi
સોર્સઃ લાઇવ મિંટ 

એક નવો ક્લાસિક, અને બીજુ શું કહીએ? બીરાની સાથે આપણા દેશમાં સ્વાદિષ્ટ બીયરે એન્ટ્રી મારી છે. બીરાએ બજારમાં ઉતરવાના થોડા જ સમયમા બાકી બિયર બ્રાંડ્સની પછાડી દીધી છે. કારણ કે હજુ પણ શહેરો સુધી સીમિત છે એટલા માટે અમારા લિસ્ટમાં ટૉપ પર નથી.

1. બડવાયજર

Photo of 200 રુપિયાથી પણ ઓછામાં મળનારી ભારતની ટૉપ 15 બીયર! 16/16 by Paurav Joshi
સોર્સઃ બડવાયઝર 

ઇમાનદારીથી શું તમે આ લિસ્ટના ટૉપ પર કોઇ બીજા બીયરની આશા કરી રહ્યા હતા? બડવાયજર દુનિયાભરમાં એક લીજેન્ડ છે અને આ ભારતમાં કોઇ અલગ નથી. આ મહાન અમેરીકી બીયરે ભારતમાં આવ્યા બાદ ઘણી બધી બીયર બ્રાંડને પ્રેરિત કરી છે. બડવાઇઝર આજે બિયરનું બીજુ નામ બની ગયું છે. આ કિંમત, સ્વાદ અને હાજરીની અમારી ત્રણેય આશા પર ખરી ઉતરી છે. અને આજ કારણ છે કે "બડ" આજે આપણા દેશમાં મળનારી સૌથી સારી બીયર છે.

અને આટલી બધી બીયર્સ અંગે વાંચ્યા પછી મારા મનમાં એક જ સવાલ છે - અમારી ઠંડી બીયર ક્યાં છે?!

શું તમારી મનપસંદ બીયર અમારા લિસ્ટ પર નથી? કે તમારી અને અમારી રેકિંગ અલગ છે? નીચે કમેંટ્સમાં જણાવો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો