મુંબઈ ના 6 રોમેન્ટિક રેસ્ટોરન્ટ્સ/બાર જે તમને નિરાશ નહીં કરે

Tripoto
Photo of મુંબઈ ના 6 રોમેન્ટિક રેસ્ટોરન્ટ્સ/બાર જે તમને નિરાશ નહીં કરે 1/1 by Vadher Dhara
Credits : Bayview Cafe

મુંબઈમાં લાઈફ રોલર કોસ્ટર જેવી છે, થ્રીલ અને બોર્ડમ થી ભરેલી. અને આ જર્ની મા, તમને એક એવા સોલમેટ મળવાની સંભાવના છે જે તમારી પુરીને સેવ આપે, તમારી મિસલમાં ફરસાણ અથવા તો તમારી કોફીથી ચાય. જ્યારે રોજિંદી ધાંધલ-ધમાલ તમને દબાવી રહી હોય, ત્યારે આવા રફ દિવસ પછી તમારા જીવનસાથીને મળવું એ મુંબઈ મા દિવસનો સૌથી સુંદર સમય છે. રસ્તાઓ ખાલી લાગે છે અને લોકો ઓછા કર્કશ લાગે છે, એક ભીડભાડથી ભરેલુ લોકલ અચાનક તમારું ખુશ સ્થળ બની જાય છે, અને આ આનંદની વચ્ચે, તમારા પેટને કેટલાક લાડ લડાવવાની જરૂર છે!

જ્યા મુંબઇમાં કેટલીક ઉત્તમ રોમેન્ટિક રેસ્ટોરન્ટ્સ છે, તો કેટલીક એવી છે જે તમારુ ખિસ્સુ ખાલી નહિ થવા દે..!

તો ચાલો તેના પર એક નજર નાખીયે.

credits : Prithvi Cafe

Photo of Prithvi Cafe, Juhu Church Road, Janki Kutir, Juhu, Mumbai, Maharashtra, India by Vadher Dhara

Credits : Bayview Cafe

Photo of Bayview Cafe, Hotel Harbour View rooftop, PJ Ramchandani Marg, Apollo Bandar, Colaba, Mumbai, Maharashtra, India by Vadher Dhara

Credits : The Banana Leaf

Photo of Banana Leaf Restaurant, New Link Road, Shimpoli, Borivali West, Mumbai, Maharashtra, India by Vadher Dhara

આ ઓપન એર કાફે જુહુમાં છે અને થિયેટર આર્ટિસ્ટ માટે જાણે એક મેલ્ટીંગ પોટ છે. જ્યારે તમે અંદર દાખલ થાશો ત્યારે આજુબાજુ નકરો આનંદ અને કેન્ડીડ કન્વર્ઝેશન સાંભળશો. છૂટાછવાયા બેઠકની વ્યવસ્થા, ગરમ લાઈટો, ઉપરના ઝાડની છત્ર અને પ્રખ્યાત મંચના કલાકારોનો અવારનવાર દેખાવ, આ જગ્યાને મુંબઇમાં સૌથી વધુ હેપનીંગ કાફેમાંનું એક બનાવે છે. તમને કોઈ શાંત સ્થળ મળવાની સંભાવના નથી કારણ કે તે સ્થળ મોટે ભાગે લોકોથી ભરેલું છે, પરંતુ તમે તમારા જીવનસાથી સાથે ખાસ કરીને ત્યાના વાઇબ અને ખોરાકને લીધે ઉત્તમ સમય પસાર કરશો.

Credit : Prithvi Cafe

Photo of મુંબઈ ના 6 રોમેન્ટિક રેસ્ટોરન્ટ્સ/બાર જે તમને નિરાશ નહીં કરે by Vadher Dhara

Credits : Prithvi Cafe

Photo of મુંબઈ ના 6 રોમેન્ટિક રેસ્ટોરન્ટ્સ/બાર જે તમને નિરાશ નહીં કરે by Vadher Dhara

ક્યાં : 20, જાનકી કુટીર અપાર્ટમેન્ટ, જૂહું ચર્ચ રોડ

ક્યારે : 10:30 am થી 10:15 pm

વાઈફાઈ : હા

જરૂર ખાઓ : પરાઠા, ખીમા પાઉ, ચા, પીઝા

કિંમત : ₹90 થી ₹350

હોટેલ હાર્બર વ્યૂની છત પર સ્થિત, બેવ્યૂ કાફે અરબી સમુદ્ર અને એલિફન્ટા આઇલેન્ડ્સનુ નાટકીય દૃશ્ય પ્રદાન કરે છે. તે રોમેન્ટિક ડેટ માટે એક સંપૂર્ણ સેટિંગ છે કારણ કે તે વ્યુહની સાથે કેટલીક સ્વાદિષ્ટ વાનગીઓ અને બીઅરનો પિન્ટ આપે છે. સાંજે પશ્ચિમમાં થતો સૂર્યાસ્ત, કાફે ઉપરના આકાશ પર રંગોનુ એક પગેરું છોડી દે છે. રાત્રે ખાડીમાંથી આવતા પવન અને દરિયામાં વહાણોની ઝબકતી લાઈટો તમારુ ત્યાથી જવુ મુશ્કેલ બનાવે છે.

ક્યાં : હોટેલ હાર્બર વ્યૂહ રુુુફટોપ, કોલાબા

ક્યારે : 7:00 am થી 1:30 am

વાઈફાઈ : ના

જરૂર ખાઓ : ચિકન ચીઝ કોર્ક્વેટ, સ્ટફ મશરૂમ્સ, લેમન ગ્રાસ ચિલિ પ્રોન

કિંમત : ₹200 થી ₹700

બ્લુ બ્લિસ કાફે બોરીવલીની પ્રખ્યાત આઈસી કોલોનીની વિલક્ષણ ગલીઓમાં સજ્જ છે. આ સ્થળ વધતા જતા મુંબઇની અંધાધૂંધીથી દૂર છે. તે શહેરના ઉત્તર ભાગમાં રહેતા કપલ્સ માટે આરામદાયક અનુભવ પ્રદાન કરે છે. તે લેઝી સવારના નાસ્તા અથવા કેઝ્યુઅલ રવિવારના રાત્રિભોજન માટે યોગ્ય સ્થાન છે.

Credits : Cafe Blue Bliss

Photo of મુંબઈ ના 6 રોમેન્ટિક રેસ્ટોરન્ટ્સ/બાર જે તમને નિરાશ નહીં કરે by Vadher Dhara

ક્યા : આઈસી કોલોની, બોરીવલી વેસ્ટ

ક્યારે : 9:30 am - 10:30 pm (સોમવાર સિવાય), સોમવાર - 5:30 pm-10:30 pm

વાઈફાઈ : ના

જરુર ખાઓ : ચિકન આલ્ફ્રેડો પાસ્તા, પોર્ક સોર્પોટેલ, આઇરિશ ફ્રેપ્પી

કિંમત : ₹100 - ₹600

આ રેસ્ટોરન્ટ શાકાહારીઓ અને દક્ષિણ ભારતીય ભોજન પ્રેમીઓ માટે આનંદકારક છે. આ સ્થાન દક્ષિણ ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતી સરંજામ સાથે હુંફાળું વાતાવરણ ધરાવે છે. જો તમે તમારા જીવનસાથી સાથે કેટલાક ઊંડા વાર્તાલાપ પર કંઈક સ્પાર્ક શોધી રહ્યા છો, તો દક્ષિણ પરંપરાગત મેનૂ આદર્શ છે.

Photo of મુંબઈ ના 6 રોમેન્ટિક રેસ્ટોરન્ટ્સ/બાર જે તમને નિરાશ નહીં કરે by Vadher Dhara

ક્યા : લિન્ક રોડ, ચીકુવાડી જંકશન, બોરીવલી વેસ્ટ

ક્યારે : 10.00 am - 11.00 pm (સોમ-શુક્ર), 8.00 am - 11.00 pm (વિકેન્ડ)

વાઇફાઇ: ના

જરુર ખાઓ : અવિઆલ, મુગલાઈ ઇડલી, કારા મસાલા ડોસા, ફિલ્ટર કોફી

કિંમત : ₹200 - ₹500

બેકડ્રોપમાં કેટલાક લાઇવ મ્યુઝિક સાથેની રોમેન્ટિક ડેટ! અઠવાડિયા નો એક વર્કિંગ દિવસ તમે તમારા બી સાથે વિતાવો તો કેવુ રહે? જ્યારે તમે ફક્ત તમારા જીવનસાથી સાથે રહેવા માંગતા હો અને અઠવાડિયાના બ્લૂઝને કાપી નાખવા માંગતા હોવ ત્યારે આ ભૂમધ્ય શૈલીવાળી બાર ક્રેશ થવા માટે એક યોગ્ય સ્થળ છે!

ક્યા : ઓફ ન્યુ લિન્ક રોડ, વીરા દેસાઇ, અંધેરી વેસ્ટ

ક્યારે : 5.00 pm - 1.30 am (સોમ-શનિ), 12.00 pm - 1.30 am (રવિવાર)

વાઇફાઇ : ના

જરુર ખાઓ : ચિકન રૌલેડ, રવિઓલી, પેનકેક્સ, બ્લેક મૂન મોજીટો

કિંમત : ₹150 - ₹600

જો તમને જૂની સ્કૂલમાં જવું ગમતુ હોય અને તમારા સાથી સાથે શનિવારના બપોર પછી રેટ્રો બોમ્બેની મુલાકાત લેવી ગમે, તો પછી બલાર્ડ એસ્ટેટમાં આ પારસી રેસ્ટોરન્ટની મુલાકાત લો. ચેકર્ડ ટેબલક્લોથ, લાંબા સિલિંગ પંખા અને ગામઠી ફ્લોરિંગ તમને ત્યા પાછા લઈ જશે જ્યાં તમારા માતાપિતા અને દાદા દાદી રોમેન્ટિક ડેટ પર ગયા છે. સારી જૂની પારસી ખાણીપીણીનો ચાર્મ અહિ સદિઓ સુધી રહેવા માટે છે!

મને ખાતરી છે કે મુંબઈ મા કેટલીક વધુ રેસ્ટરન્ટ્સ અને બાર છે. જો તમને આવા સ્થળો ખબર હોય તો તે અહીં અમારી સાથે શેર કરો.

ટ્રિપોટોની યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં!

Frequent Searches Leading To This Page:-

weekend getaways from mumbai, weekend holiday trip near mumbai, weekend tour from mumbai, cheapest weekend getaways from mumbai, weekend holiday trip cost from mumbai

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.