દુનિયાની 8 સૌથી નાની હોટલ, એક માં તો પહાડથી લટકેલી પથારી પર સુવે છે લોકો

Tripoto

તમે ઘણી લકઝરી હોટલ્સના નામ સાંભળ્યા હશે જે પોતાની વિશાળકાય ઇમારત, મોટા પરિસર અને વધુ રૂમના કારણે ફેમસ છે. પરંતુ શું તમે દુનિયાની સૌથી નાની હોટલ્સ અંગે જાણો છો. રિમોટ એરિયામાં બનેલી આ હોટલ્સ, લૉજ અને ગેસ્ટ હાઉસ એકાતંમાં થોડીક પળ વિતાવવા માટે શ્રેષ્ઠ જગ્યા છે. અહીં રોકાતા લોકો તેમની જરૂરિયાતના હિસાબે દરેક સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે.

વ્હાઇટ ડેઝર્ટ હોટલ (એન્ટાર્કટિકા)- એન્ટાર્કટિકાથી વધુ એકાંત જગ્યા દુનિયામાં બીજી કઇ હશે અને અહીં જોવા મળતુ વ્હાઇટ ડેઝર્ટ દુનિયાની સૌથી નાની હોટલ છે. એન્ટાર્કટિકાના સફેદ બરફમાં બનેલી આ નાનકડી લકઝરી હોટલ દક્ષિણ આફ્રિકાની રાજધાની કેપટાઉનથી અંદાજે છ કલાક અને બે પ્રાઇવેટ ફ્લાઇટ જેટલી દૂર છે. અહીં તમે આઇસ હાઇકિંગ જેવી એક્ટિવિટીઝનો પણ આનંદ ઉઠાવી શકો છો.

Photo of દુનિયાની 8 સૌથી નાની હોટલ, એક માં તો પહાડથી લટકેલી પથારી પર સુવે છે લોકો by Paurav Joshi

ટિએરા પેટાગોનિયા, ચિલે- જો તમે ડિજિટલ દુનિયાથી પોતાને થોડીક દૂર રાખવા માંગો છો તો દુનિયામાં આનાથી વધારે સારી જગ્યા નહીં મળે. અહીં ન તો ફોનના સિગ્નલ આવે છે અને ન રૂમમાં વાઇ-ફાઇની સુવિધા મળશે. એવામાં એકલા રહીને પોતાને સમજવા કે પાર્ટનરની સાથે રોમાંટિક પળ વિતાવવા માટે આ શાનદાર જગ્યા છે. અહીંથી તમે ટૉરેસ ડેલ પેનના શિખરોનો અદ્ભુત નજારો પણ જોઇ શકો છો.

Photo of દુનિયાની 8 સૌથી નાની હોટલ, એક માં તો પહાડથી લટકેલી પથારી પર સુવે છે લોકો by Paurav Joshi

થ્રી કેમલ લૉજ, મંગોલિયા- દુનિયાની ભીડથી દૂર શાંતિની પળ પસાર કરવા માટે મંગોલિયાની થ્રી કેમલ લૉજ સૌથી સારો વિકલ્પ છે. ગોબી અલ્ટાઇ માઉન્ટેન સ્થિત આ હોટલમાં તમે મોંગોલિયનના પારંપરિક જીવનને નજીકથી જોઇ શકશો. જો કે, અહીં પહોંચવા માટે તમારે ઘણી મહેનત કરવી પડી શકે છે. આ લૉજનો શાંત માહોલ એવો છે કે તમને અહીંથી પાછા ફરવાનું મન નહીં થાય.

Photo of દુનિયાની 8 સૌથી નાની હોટલ, એક માં તો પહાડથી લટકેલી પથારી પર સુવે છે લોકો by Paurav Joshi

સાઉધર્ન ઓશિયન લૉજ, કંગારૂ આઇલેન્ડ (ઑસ્ટ્રેલિયા)- સાઉધર્ન ઓશિયન લૉજ ઑસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકાની વચ્ચે લાસ્ટ આઉટપોસ્ટ છે જે કાંગારૂ ટાપુ પર હેનસન બેની બરોબર ઉપર આવેલી છે. અહીં તમે જંગલના સુંદર જાનવરોની વચ્ચે પોતાને અનુભવશો. તમને સી લાયન્સ, સીલ, કૉલાસ અને કાંગારૂ જેવા જાનવરોની વચ્ચે સમય પસાર કરવાની તક મળશે.

Photo of દુનિયાની 8 સૌથી નાની હોટલ, એક માં તો પહાડથી લટકેલી પથારી પર સુવે છે લોકો by Paurav Joshi

સૉન્ગ કે પ્રાઇવેટ આઇલેન્ડ, કમ્બોડિયા- આ નાનકડી હોટલ કોહ રોંગ સોન્ગ સા આર્કિપિલાગોના એકાંતમાં સ્થિત છે. આ નાનકડી પ્રોપર્ટી શાંત વાતાવરણ સુંદરતાનું પ્રતિક છે. તમે અહીં સિહાનાઉકવિલેથી 30 મિનિટમાં સ્પીડ બોટથી પહોંચી શકો છો. સમુદ્રના કિનારા પર વિખરાયેલી રેત, સૂર્યની ચમકતી રોશની અને ફિરોજી પાણી આ જગ્યાની સુંદરતાની સાક્ષી પુરે છે.

Photo of દુનિયાની 8 સૌથી નાની હોટલ, એક માં તો પહાડથી લટકેલી પથારી પર સુવે છે લોકો by Paurav Joshi

સ્કાઇલૉજ એડવેન્ચર શ્યૂટ્સ, પેરુ- જો તમને રોમાંચના શોખીન છો તો આનાથી વધારે સારી જગ્યા મળવાનું મુશ્કેલ છે. આના ટ્રાન્સપરન્ટ પૉડ્સ ઊંચા શિખરોની સાથે લટકેલા છે. આ લાજવાબ પૉડ્સ પેરુની રહસ્યમયી ખીણમાં અંદાજે 440 મીટર ઊંચાઇ પર બન્યા છે અને અહીં પહોંચવા માટે અંદાજે એક કલાકનો સમય લાગે છે. આ પૉડ્સમાં રહેવાનું ઝનૂન કેવળ મજબૂત હ્રદય ધરાવતા માણસો જ દાખવી શકે છે.

Photo of દુનિયાની 8 સૌથી નાની હોટલ, એક માં તો પહાડથી લટકેલી પથારી પર સુવે છે લોકો by Paurav Joshi

ડેપ્લાર ફાર્મ, આઇસલેન્ડ- આ જગ્યા ફિલજોત વેલીમાં સ્થિત છે જે આઇસલેન્ડની સૌથી નાનો અને અલગ હિસ્સો છે. શાંત વાતાવરણમાં થોડીક પળ વિતાવવા માટે આ ફાર્મ સુંદર જગ્યા છે. આના રૂમની ડિઝાઇન ઘણી અલગ છે, જેમાં ઘાસથી લદાયેલી છત અને ફર્શથી છત સુધી મોટી બારીઓ છે. આ બારીમાંથી તમે બહારનો નજારો જોઇ શકો છો.

Photo of દુનિયાની 8 સૌથી નાની હોટલ, એક માં તો પહાડથી લટકેલી પથારી પર સુવે છે લોકો by Paurav Joshi

બુશમાંસ ક્લૂફ વાઇલ્ડરનેસ રિઝર્વ, સાઉથ આફ્રિકા- સાઉથ આફ્રિકામાં સેડેરબર્ગ માઉન્ટેન સ્થિત બુશમાંસ ક્લૂફ વાઇલ્ડરનેસ રિઝર્વ 19મી સદીનું એક ફાર્મ છે. આ પ્રોપર્ટી કેપ ટાઉનમાં લગભગ 260 કિલોમીટર દૂર 18,000 એકરમાં ફેલાયેલી છે. પર્વતીય વિસ્તારોમાં બનેલું આ ફાર્મ એક અલગ જ દુનિયા જેવું લાગે છે. શાંત વાતાવરણ અને પ્રકૃતિની શોધમાં લોકો વારંવાર અહીં આવવાનું પસંદ કરે છે.

Photo of દુનિયાની 8 સૌથી નાની હોટલ, એક માં તો પહાડથી લટકેલી પથારી પર સુવે છે લોકો by Paurav Joshi

દુનિયાની સૌથી નાની હોટલ, જ્યાં એકસાથે ફક્ત બે લોકો જ રહી શકે છે

તમે એક એકથી ચઢિયાતી અને મોંઘી હોટલો અંગે તો સાંભળ્યું જ હશે અને કદાચ જોઇ પણ હશે અને કદાચ તમે ત્યાં રહ્યાં પણ હશો પરંતુ શું તમે દુનિયાની સૌથી નાની હોટલ જોઇ છે? આને 'મિની હોટલ' પણ કહેવાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાની આ સૌથી નાની હોટલ કોઇ બિલ્ડિંગમાં નથી, પરંતુ એક કારમાં છે. આ હોટલ દક્ષિણ પશ્ચિમ એશિયામાં આકાબા ખાડીના દક્ષિમાં સ્થિત આરબ દેશ જોર્ડનમાં છે. આ હોટલના માલિકનું નામ મોહમ્મદ અલ-માલાહિમ છે, જે જોર્ડનના રહેનારા છે. તેમનો દાવો છે કે વિન્ટેજ વૉક્સવેગન બીટલ હોટલ દુનિયામાં સૌથી નાની અને અનોખી હોટલ છે.

Photo of દુનિયાની 8 સૌથી નાની હોટલ, એક માં તો પહાડથી લટકેલી પથારી પર સુવે છે લોકો by Paurav Joshi

આ હોટલની શરૂઆત વર્ષ 2011માં થઇ હતી. તેના માલિક મોહમ્મદ અલ-માલાહિમ કહે છે કે તેમની આ હોટલ મોટા-મોટા પથ્થરની વચ્ચે આવેલી છે. આ જ કારણ છે કે અહીં આવનારા લોકોને અદ્ભૂત નજારા જોવા મળે છે.

જો કે, આ હોટલની સૌથી મુશ્કેલી એ છે કે અહીં એક સમયમાં ફક્ત બે લોકોજ રહી શકે છે. આ કપલ માટે સારી હોઇ શકે છે. બિઝનેસ ઇનસાઇડરના એક રિપોર્ટ અનુસાર અહીં રહેનારા મહેમાનોને એક દિવસના લગભગ 56 ડૉલર એટલે કે અંદાજે ચાર હજાર રૂપિયા આપવા પડે છે.

જો કે એવું પણ નથી કે તમે જ્યારે ઇચ્છો ત્યારે આ 'મિની હોટલ'માં રોકાઇ શકો છો, પરંતુ અહીં રોકાવા માટે લોકોએ લાંબી રાહ જોવી પડે છે. અહીં રોકાવા માટે પહેલાથી જ બુકિંગ કરાવવું પડે છે. આ વિન્ટેજ વૉક્સવેગન બીટલ હોટલને હેન્ડમેડ એમ્બ્રોઇડરી શીટ અને તકિયાથી સજાવાઇ છે. આ હોટલમાં રોકાતા લોકો પાસે એક ગુફામાં અલ-માલાહિમ સ્થાનિક પીણા અને નાસ્તો પણ પીરસવામાં આવે છે.

આ 'મિની હોટલ'ના માલિક મોહમ્મદ અલ-માલાહિમ હવે પૂરા જોર્ડનમાં ઘણાં જાણીતા થઇ ચૂક્યા છે. તેમણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતુ કે હંમેશા એક એવા ટૂરિઝમ પ્રોજેક્ટ પર કામ કરવા માંગતા હતા જેમાં ઓછામાં ઓછી જગ્યાનો ઉપયોગગ થાય અને સાથે જ આ પ્રોજેક્ટ પર્યટનના ક્ષેત્રમાં પોતાની છાપ છોડી જાય.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Further Reads