સૌને મનગમતા Vitamin Seaના મારા Best અને Worst અનુભવો

Tripoto

દરિયાની લોકપ્રિયતા માટે તમે તમારી આસપાસના સૌ લોકોને પૂછવા જાઓ તો ભાગ્યે જ કોઈ એવું હશે જેને દરિયો પસંદ ન હોય. કદાચ આંગળીના વેઢે ગણાય તેટલા લોકો. અલબત, દરેકને સારા, ચોખ્ખા, સ્વચ્છ દરિયે જ બેસવું ગમે. પણ જો ઘરથી થોડે અંતરે દરિયો આવેલો હોય, ભલે પછી ત્યાંનો દરિયાકિનારો સારો હોય કે ખરાબ, દરેક વ્યક્તિ સમુદ્રના સાનિધ્યમાં સમય પસાર કરવા થનગનતી હોય છે.

Photo of India by Jhelum Kaushal

આ હું આટલું ખાતરીપૂર્વક કહી શકું છું કારણકે મારું ઘર ભાવનગરમાં આવેલું છે. ભાવનગરની નજીકમાં ખૂબ આકર્ષક બીચ નથી, પણ તોયે દરિયાકિનારાની મુલાકાત લેવા સૌ હંમેશા તત્પર રહેતા હોય છે. વળી, મમ્મી-પપ્પા સાથે દેશના ઘણા રાજ્યોમાં ફરવાનું સૌભાગ્ય મળ્યું છે એટલે ખૂબ આકર્ષક બીચની મુલાકાતનો પણ લ્હાવો મળ્યો છે.

નાનપણથી લઈને આજ સુધીમાં દરિયા સાથે મારી ઘણી યાદગીરી છે, તે પૈકી આ રહ્યા મારા best તેમજ worst અનુભવો..

Worst Experience

શરૂઆત કરું મારા ખરાબ અનુભવોથી.. બીચ અને દરિયાકિનારો સમાનાર્થી નથી એ હું બરાબર સમજું છું. જગતભરમાં દરિયો જ્યાં જ્યાં જમીન સાથે ટકરાય છે એ બધા જ સ્થળો દરિયાકિનારા છે પણ બીચને પર્યટન વિકસાવવાના હેતુથી બનાવવામાં આવ્યા હોય છે.

મારા વતનથી જ શરૂઆત કરું તો ભાવનગર નજીક દરિયાકિનારા તો પુષ્કળ છે, પણ મારા મત અનુસાર એકઝોટીક બીચની કેટેગરીમાં મૂકી શકાય એવા એક પણ નહિ. અલબત્ત, હાથબ, ભંડારિયા, કે મહુવામાં આવેલા બીચને સુંદર કહી શકાય પણ સાવ સ્વચ્છ તો નથી જ.

ગોવાની મુલાકાત બાદ મને એવું લાગ્યું હતું જાણે ગોવાના બેસ્ટ બીચ ખાનગી હોટેલ્સ પાસે જ છે. પ્રવાસીઓના ઓવરલોડને લીધે કદાચ આ સ્થિતિ સર્જાઇ હશે!

દીવમાં પુષ્કળ મુલાકાતીઓથી છલકાતા નાગોઆ બીચની પણ આ જ સ્થિતિ છે. દીવમાં કદાચ આ સૌથી પ્રખ્યાત બીચ છે, પણ મેં અનુભવ્યું કે આ બીચ કરતાં દીવમાં ઘોઘલા ગામ પાસે આવેલો બીચ વધુ શાંત અને સુંદર છે.

ચેન્નાઈનો મરીના બીચને હું કદાચ 6-7 રાજ્યોમાં મેં જોયેલો સૌથી ઓવરરેટેડ બીચ માનું છું. ભારતનાં એક મહાનગર એવા ચેન્નાઈના આ બીચ પર અતિશય માણસો અને અતિશય કચરાનું સહઅસ્તિત્વ જોવા મળે છે.

આવું જ સહઅસ્તિત્વ ધરાવતા મુંબઈમાં ઘણા બીચ છે. પણ ત્યાં હવે સ્વચ્છતાની બાબતમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે એ એક સરાહનીય બાબત ગણી શકાય.

આમ તો આમાંની કોઈ પણ જગ્યાને ખરાબ તો ન જ કહેવાય કારણકે દરિયો તો તેના સ્થાને ખૂબસુરત જ હશે.. વર્ષો દરમિયાન આપણે માણસોએ જ તેને આ ખરાબ સ્થિતિમાં મૂકી દીધો હશે.

Best Experience

રાધાનગર બીચ, હેવલોક, અંદામાન. મારા બેસ્ટ બીચ અનુભવની વાત કરું તો ક્ષણના પણ વિલંબ વિના સૌથી પહેલા રાધાનગરનું નામ લઉં. જેને સત્તાવાર રીતે એશિયાનાં બેસ્ટ બીચની યાદીમાં આગવું સ્થાન મળતું હોય તેનો અનુભવ તો બેસ્ટ જ હોવાનો! કલાકો સુધી અહીં બેસી રહીએ તો પણ સમય ક્યાં પસાર થઈ જાય તેનું ભાન જ ન રહે. બે વખત આ બીચની મુલાકાત લીધી ત્યારે બંને વખતે તેની સુંદરતા જોઈને અવાક થઈ જવાયું હતું! અદભૂત!

Photo of સૌને મનગમતા Vitamin Seaના મારા Best અને Worst અનુભવો by Jhelum Kaushal
Photo of સૌને મનગમતા Vitamin Seaના મારા Best અને Worst અનુભવો by Jhelum Kaushal

એ જ ટાપુ પર આવેલો અન્ય એલિફન્ટા બીચ પણ વિશેષ રીતે સુંદર છે. આ બીચની સુંદરતા તેની ચોખ્ખાઈ તેમજ કુદરતી સૌંદર્ય તો છે જ, સાથોસાથ આ અંદામાનમાં વોટરસ્પોર્ટ્સ એક્ટિવિટીઝનું ઘર ગણાય છે. એટલે ત્યાં પ્રવાસીઓને ભરપૂર આનંદ કરવા મળે છે. ખાણીપીણીના સ્ટોલ્સ અહીં પણ છે પણ આ જગ્યા ખૂબ વ્યવસ્થિત મેઇન્ટેન કરવામાં આવી છે.

પોંડિચેરીમાં પણ ઘણા બીચ ખૂબ સુંદર છે. તે શહેર પણ ઘણું સુંદર સચવાયેલું છે એટલે ત્યાંના બીચ પર પણ બહુ મજા કરી હતી.

આ સિવાય ગુજરાતના જામનગરનો શિવરાજપુર બીચ પણ ખૂબ સુંદર છે તે સૌ જાણે જ છે.

તમને કોઈ બીચનો હતાશાજનક અનુભવ થયો? અથવા કોઈ બીચ ખૂબ પસંદ પડ્યો? કમેન્ટ્સમાં જણાવો!

.

વાચકવર્ગને વિનંતી છે કે કોવિડ-19 મહામારી બાદ મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ