ઓગસ્ટમાં ફરવાલાયક જગ્યાઓ: હમણા જ બેગ પેક કરીને નીકળી પડો!

Tripoto

ઓગસ્ટ એ ફરવા માટે ઘણો જ સારો સમય છે એમ કહી શકાય. અતિશય ગરમી પણ નહિ અને અતિશય ઠંડી પણ નહિ. વળી, ચોમેર હરિયાળી સુંદર જગ્યાઓને વધારે સુંદર બનાવે છે. જો તમે પ્રકૃતિ અને પ્રવાસ પ્રેમી હોવ તો ઓગસ્ટ એ તમારો મહિનો છે કેમકે આ સમયમાં કુદરત પૂર્ણ સ્વરૂપે ખીલી ઉઠે છે.

Photo of ઓગસ્ટમાં ફરવાલાયક જગ્યાઓ: હમણા જ બેગ પેક કરીને નીકળી પડો! 1/9 by Jhelum Kaushal

ચોમાસામાં ફરવાલાયક જગ્યાઓ

ઓગસ્ટમાં પ્રવાસનો ભરપૂર આનંદ માણવો હોય તો આ જગ્યાઓ શ્રેષ્ઠ છે:

1. ગોવા

જો તમને બીચ પસંદ હોય તો ગોવા એ તમારા માટે છે! ભારતનું આ પાર્ટી કેપિટલ ઓગસ્ટમાં ઓફ-સિઝન ધરાવે છે એટલે ઓછા માણસો અને વધુ ડિસ્કાઉન્ટ સૌથી મોટા આકર્ષણો છે. વળી, આ સમયમાં અહીં અનેક ઉત્સવોનું આયોજન થાય છે જેમાં અસલ ગોવાની સંસ્કૃતિ જોવા મળે છે.

Photo of ઓગસ્ટમાં ફરવાલાયક જગ્યાઓ: હમણા જ બેગ પેક કરીને નીકળી પડો! 2/9 by Jhelum Kaushal

ગોવાના પેકેજીસ અહીં બૂક કરો.

કોણે જવું જોઈએ? ઓછા પ્રવાસીઓ વચ્ચે ગોવાની મૂળ સંસ્કૃતિ જોવા માંગતા લોકો.

આ પ્રવૃત્તિઓ જરુર કરવી: દૂધસાગર ફોલ્સ, આગોડા ફોર્ટની મજા માણો

પહોંચવા માટે: દેશનાં તમામ મોટા શહેરો ગોવાની ફ્લાઇટ્સ ધરાવે છે.

ટીપ: પૂરતા પ્રમાણમાં વૉટરપ્રૂફ બેગ્સ સાથે રાખવી.

2. કૂર્ગ

સ્કોટલેન્ડ ઓફ ઈન્ડિયા તરીકે પ્રખ્યાત કર્ણાટકનું કૂર્ગ ખૂબ જ મનમોહક જગ્યા છે. કોફીના વિશાળ મેદાનો, કાવેરીના કલકલ વહેતા નીર અને અન્ય કુદરતી સુંદરતા સૌ પ્રવાસીઓનું મન મોહી લે છે. ચોમાસામાં આ જગ્યા વધુ સુંદર લાગે છે એટલે ઓગસ્ટ એ આદર્શ મહિનો છે.

Photo of ઓગસ્ટમાં ફરવાલાયક જગ્યાઓ: હમણા જ બેગ પેક કરીને નીકળી પડો! 3/9 by Jhelum Kaushal

કૂર્ગના પેકેજીસ અહીં બૂક કરો.

કોણે જવું જોઈએ? એવા પ્રવાસીઓ જેને વરસાદમાં ભીંજાવાથી વાંધો ન હોય.

આ પ્રવૃત્તિઓ જરુર કરવી: નાગરોલ નેશનલ પાર્ક, બ્રહ્માગિરિ શિખરની મુલાકાત.

પહોંચવા માટે: 145 કિમી દૂર આવેલું મેંગલોર એરપોર્ટ સૌથી નજીકનું એરપોર્ટ છે.

ટીપ: કોફીના બગીચામાં તેના માલિકની મંજૂરી વિના ન જવું.

3. મુન્નાર

ભારતના પશ્ચિમ ઘાટમાં આવેલી વધુ એક આકર્ષક જગ્યા એટલે મુન્નાર. ચાના બગીચાઓ અને આસપાસના પર્વતોની હરિયાળીને કારને ઓગસ્ટમાં મુન્નારની મુલાકાત એક યાદગાર અનુભવ બની જાય છે. વ્યાવસાયિક હેતુથી ચાની ખેતી કરતું મુન્નાર ભારતનું સૌથી મોટું શહેર છે.

Photo of ઓગસ્ટમાં ફરવાલાયક જગ્યાઓ: હમણા જ બેગ પેક કરીને નીકળી પડો! 4/9 by Jhelum Kaushal

મુન્નારના પેકેજીસ અહીં બૂક કરો.

કોણે જવું જોઈએ? કપલ્સ તેમજ ટી-લવર્સએ

આ પ્રવૃત્તિઓ જરુર કરવી: માઉન્ટેન બાઇકિંગ, કુંડલા તળાવમાં શિકારા સવારી અને ટાટા ટી મ્યુઝિયમની મુલાકાત

પહોંચવા માટે: કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ અહીંથી માત્ર 120 કિમી દૂર છે.

ટીપ: ખરીદી કરતી વખતે ભાવતાલ અચૂક કરો.

4. પંચગની

પાંચ સહ્યાદ્રીના પર્વતો વચ્ચે આવેલ ‘ગની’ (વસાહત) એટલે પંચગની. પણ આ વસાહત એ સામાન્ય વસાહત કરતાં અનેકગણી સુંદર અને સોહામણી છે! ચોમાસામાં વરસાદ બાદ તેની હરિયાળી આ જગ્યાને વધુ આકર્ષક બનાવે છે. ઉપરાંત, આ એક ખૂબ જ ઓક્સિજનથી સમૃદ્ધ જગ્યા પણ ગણાય છે. એટલે શહેરના પ્રદૂષણથી દૂર પ્રાકૃતિક વાતાવરણનો લ્હાવો માણવો હોય તો પહોંચી જાઓ પંચગની.

Photo of ઓગસ્ટમાં ફરવાલાયક જગ્યાઓ: હમણા જ બેગ પેક કરીને નીકળી પડો! 5/9 by Jhelum Kaushal

પંચગનીના પેકેજીસ અહીં બૂક કરો.

કોણે જવું જોઈએ? મુંબઈથી ટૂંકો પ્રવાસ કરવા માંગતા પ્રવાસીઓ.

આ પ્રવૃત્તિઓ જરુર કરવી: પેરાગ્લાઈડિંગ. ક્રિષ્ના વેલી, ડોમ ડેમ બેકવોટર્સ અને રાજપુરી ગુફાઓની મુલાકાત.

પહોંચવા માટે: 252 કિમી દૂર આવેલું મુંબઈનું છત્રપતિ શિવાજી એરપોર્ટ સૌથી નજીકનું હવાઈમથક છે.

ટીપ: મુંબઈ-પંચગનીના રસ્તાઓ પર ચોમાસામાં કાળજીપૂર્વક, ધીમું ડ્રાઇવિંગ કરવું.

5. માઉન્ટ આબુ

રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન એવું આબુ ચોમાસામાં ખરેખર માણવાલાયક જગ્યા છે. અહીં વિવિધ પ્રવાસન સ્થળોએ ફરવાની અથવા શહેરમાં માત્ર લટાર મારવાની પણ ખૂબ જ મજા આવે છે. વળી, ગુજરાતીઓ માટે તો અંતરની દ્રષ્ટિએ આ એક સૌથી સરળ ડેસ્ટિનેશન પણ કહી શકાય.

Photo of ઓગસ્ટમાં ફરવાલાયક જગ્યાઓ: હમણા જ બેગ પેક કરીને નીકળી પડો! 6/9 by Jhelum Kaushal

આબુના પેકેજીસ અહીં બૂક કરો.

કોણે જવું જોઈએ? ફેમિલી ટ્રાવેલર્સ

આ પ્રવૃત્તિઓ જરુર કરવી: ટ્રેવર ટેન્ક, નક્કી લેક, દેલવાડાના દેરાની મુલાકાત.

પહોંચવા માટે: 185 કિમી દૂર આવેલું ઉદયપુર એરપોર્ટ સૌથી નજીકનું હવાઈમથક છે.

ટીપ: સ્થાનિક વાહનોમાં મુસાફરી વખતે હંમેશા મીટરના આધારે નાણાં ચૂકવવા.

6. લેહ

બાઇક, કાર અથવા ફ્લાઇટથી ટ્રાવેલ કરીને સમુદ્રસપાટીથી 11,000 થી 17,000 ફિટની ઊંચાઈ પર આવેલા લદાખ પ્રદેશનો પ્રવાસ એ દરેક પ્રવાસ પ્રેમીનું સ્વપ્ન છે. તેનું મુખ્ય કેન્દ્રસ્થાન એવું લેહ ઓગસ્ટમાં તેના સર્વ શ્રેષ્ઠ સ્વરૂપમાં હોય છે. વિવિધ મોનેસ્ટ્રી આ સમયમાં ખૂબ સુંદર લાગે છે. આખા ભારતમાં ઓગસ્ટમાં ફરવાલાયક શ્રેષ્ઠ જગ્યા હોય તો તે લેહ છે.

Photo of ઓગસ્ટમાં ફરવાલાયક જગ્યાઓ: હમણા જ બેગ પેક કરીને નીકળી પડો! 7/9 by Jhelum Kaushal

લેહના પેકેજીસ અહીં બૂક કરો.

કોણે જવું જોઈએ? એડવેન્ચરના શોખીનોએ

આ પ્રવૃત્તિઓ જરુર કરવી: ઝનસ્કર વેલી અને હેમિસ નેશનલ પાર્કની મુલાકાત.

પહોંચવા માટે: લેહમાં એરપોર્ટ છે જે દેશનાં મુખ્ય શહેરો સાથે કનેકટેડ છે.

ટીપ: BSNLનું પોસ્ટ પેઇડ કાર્ડ સાથે રાખવું.

7. મસુરી

પહાડો પસંદ છે? તો તમને આ જગ્યા ખૂબ પસંદ પડશે. હિમાલયની ગઢવાલની પર્વતમાળામાં આવેલું મસુરી ‘પહાડો કી રાની’ કહેવાય છે. આવું સુંદર બહુમાન ધરાવતું શહેર આકર્ષક જ હોવાનું!

મસુરીના પેકેજીસ અહીં બૂક કરો.

કોણે જવું જોઈએ? દિલ્હીથી ટૂંકો પ્રવાસ કરવા માંગતા પ્રવાસપ્રેમી

આ પ્રવૃત્તિઓ જરુર કરવી: કેમ્પતા ફોલ્સ, વેક્સ મ્યુઝિયમ, લાલ તિબ્બા વગેરે સ્થળોની મુલાકાત.

પહોંચવા માટે: 54 કિમી દૂર આવેલું દહેરાદૂન એરપોર્ટ સૌથી નજીકનું હવાઈમથક છે

ટીપ: મસુરી માટે ટિકિટ તેમજ હોટેલ બૂકિંગ એડવાન્સમાં કરાવવું જરૂરી છે.

8. અંદામાન

મારું પર્સનલ ફેવરિટ સ્થળ. સેલ્યુલર જેલમાં ભારતના સ્વતંત્ર સંગ્રામની વાતો સાંભળવી, હેવલોકના ખૂબ ચોખ્ખા બીચ પર આરામદાયક સમય પસાર કરવો, સ્પેશિયલ ડોલ્ફિન રિસોર્ટમાં ડોલ્ફિન શો જોવો, વગેરે અવિસ્મરણીય અનુભવ માટે ભારતનો આ અનોખો દ્વીપસમૂહ ચોક્કસ ફરવા જેવો છે.

Photo of ઓગસ્ટમાં ફરવાલાયક જગ્યાઓ: હમણા જ બેગ પેક કરીને નીકળી પડો! 8/9 by Jhelum Kaushal

અંદામાનના પેકેજીસ અહીં બૂક કરો.

કોણે જવું જોઈએ? ઓછા પ્રવાસીઓ વચ્ચે ફરવા માંગતા બીચ લવર્સ

આ પ્રવૃત્તિઓ જરુર કરવી: એલિફન્ટા બીચમાં સનોરકલિંગ અને બરાતાંગમાં લાઈમસ્ટોન કેવની મુલાકાત

પહોંચવા માટે: પોર્ટ બ્લેરનું વીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટ અંદામાનનું એકમાત્ર એરપોર્ટ છે.

ટીપ: પ્રતિબંધિત ટાપુઓ પર જવા પ્રયત્ન ન કરવો.

9. ચેરાપુંજી

પૂર્વોત્તરની કુદરતી સુંદરતા વિષે તો કોણ નથી જાણતું!? વિશ્વમાં બીજા ક્રમે સૌથી વધી વરસાદ ધરાવતો વિસ્તાર એટલે ચેરાપુંજી. ચોમાસામાં નિશ્ચિતપણે આ પ્રદેશ તેના શ્રેષ્ઠ સ્વરૂપમાં હોવાનો.

Photo of ઓગસ્ટમાં ફરવાલાયક જગ્યાઓ: હમણા જ બેગ પેક કરીને નીકળી પડો! 9/9 by Jhelum Kaushal

ચેરાપુંજીના પેકેજીસ અહીં બૂક કરો.

કોણે જવું જોઈએ? વરસાદના શોખીન પ્રવાસીઓ

આ પ્રવૃત્તિઓ જરુર કરવી: નેશનલ પાર્ક, ગુફાઓ, જીવંત પુલ વગેરેની મુલાકાત.

પહોંચવા માટે: 181 કિમી દૂર આવેલું ગુવાહાટી એરપોર્ટ સૌથી નજીકનું હવાઈમથક છે

ટીપ: અતિશય વરસાદને કારણે અહીં વીજળીની ખૂબ સમસ્યા રહે છે તેથી જરૂરી વ્યવસ્થા રાખવી.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ