ભારતની બેસ્ટ બેકપેકર્સ હોસ્ટેલ ચેઈન્સ

Tripoto

મારુ માનવુ એવુ છે કે જો તમે ઘરઘુસલા છો તો તમારુ જીવન બરબાદ છે! હાસ્તો વળી. અરે યાર, દુનિયા આટલી સુંદર છે, ચલો દુનિયા છોડો આપણે માત્ર ભારતની વાત કરીયે. આટલા સુંદર દેશમા તમને ફરવાનુ મન નથી થતુ?

તમે કહેશો કે રખડવાનુ મન તો ઘણુ થાય છે. પણ ખિસ્સામા પૈસા નથી. પણ હું તમને કહુ કે તમારે એટલા બધા પૈસાની જરુર જ નથી તો? હા, તમે સાચુ જ સામ્ભળી રહ્યા છો. તમારે રખડવા માટે એટલા બધા પણ પૈસાની જરુર નથી.

ભારતમા ખાસ કરીને યંગ ટ્રાવેલર્સ માટે હવે બેકપેકર્સ હોસ્ટેલ ખુબ ફેમસ થઈ રહ્યા છે. ઘણા લોકોના મનમા હોસ્ટેલ એટલે એવી જગ્યા જ્યા ખરાબ જમવાનુ મળતુ હોય, ચોક્કસ ટાઈમે પાછા આવી જવાનુ હોય વગેરે વગેરે. પણ આપણે એવી હોસ્ટેલ્સની વાત નથી કરી રહ્યા. આપણે તો જુદા જ પ્રકારની હોસ્ટેલની વાત કરી રહ્યા છીએ, કે જે લો બજેટ પણ છે અને તમને લાઈફનો બેસ્ટ અનુભવ આપે છે. જ્યા ગેમ્સ છે, કાફે છે, લાઈબ્રેરી છે, વાઈ-ફાઈ છે અને ખાસ તો તમારા જીવનનો મોસ્ટ બ્યૂટિફુલ અક્સપિરિયન્સ છે.

તો ચાલો અજે હું તમને ભારતની આવી જ બેકપેકર્સ હોસ્ટેલ ચેઈન્સથી રુબરુ કરાવુ.

1. ઝોસ્ટેલ: ભારતની સૌથી મોટી બેકપેકર્સ હોસ્ટેલ ચેઈન

2013મા, જ્યારે ભારતમા બેકપેકર્સ હોસ્ટેલ નામનો કોઈ કનસેપ્ટ જ નહોતો ત્યારે ઝોસ્ટેલ શરુ થયેલી. જે અત્યારે ભારતની સૌથી મોટી હોસ્ટેલ ચેઈન છે. માત્ર ભારતમા જ નહિ પણ નેપાળમા પણ ઝોસ્ટેલની બ્રાંચ છે. અત્યારે ભારતભરમા લગભગ 40 જેટલી શાખાઓ છે. જેમા રાજસ્થાન મોટાભાગના સિટી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, વારાણસી, સાઉથ ઈંડિયા એમ અલ્મોસ્ટ દરેક ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર તમને ઝોસ્ટેલના ડંકા સમ્ભળાશે.

ઝોસ્ટેલ તમને બજેટમા જ એ.સી ડોર્મ્સ, પ્રાઈવેટ રૂમ, ગરમ પાણી, ગેમ ઝોન, ચા-કૉફી, વાઈ-ફાઈ, લોકર્સ વગેરે સુવિધાઓ આપે છે. એટલુ જ નહિ, પણ ઝોસ્ટેલ તમને તમારી રસોઇ જાતે કરવી હોય તો ગેસ્ટ કિચન પણ પ્રોવાઈડ કરે છે. મોટાભાગની ઝોસ્ટેલ એવી જગ્યાએ અકોમોડેટ કરવામા જ્યાથી તમને ટ્રાંસપોર્ટેશનમા સરળતા રહે. આ સિવાય ઝોસ્ટેલ, ટ્રાવેલ ટૉક્સ, ગેટ-ટુ-ગેધર ઈવેંટ્સ, વગેરે ઓર્ગેનાઈઝ પણ કરે છે. માત્ર હોસ્ટેલ જ નહિ, ઝોસ્ટેલે હવે ઝોસ્ટેલ હોમ્સ કરીને નવુ સ્ટાર્ટ અપ શરુ કર્યુ છે. સેફ્ટીની વાત કરીયે તો હુ તો તમને માત્ર રિવ્યુ ચેક કરવાનુ જ કહિશ, જેમા માત્ર સોલો ફિમેલ ટ્રાવેલરનો આંકડો જ 2000+ છે. હવે તમે તો જાણો જ છો કે ફ્રેંડ સર્કલમા એકાદુ તો એવુ હોય જ, જે છેલ્લી ઘડીએ પ્લાન કેન્સલ કરવામા એક્સપર્ટ હોય. તો ઝોસ્ટેલની સૌથી સારી મેટર એ છે કે તમે તમારુ બુકિંગ એક દિવસ પહેલા પણ કેન્સલ કરાવી શકો છો.

હજુ એક વાત, તમે પણ ઝોસ્ટેલ શરુ કરી શકો છો, તેની ફ્રેન્ચાઈઝી લઈને. આ ઊપરાંત તમે ત્યા વોલંટીરીંગ પણ કરી શકો છો. તો ક્યારે જાવ છો આ અનુભવ લેવા?

ડોર્મ રેટ: એવરેજ 600 Rs./નાઈટ (ઓછા પણ હોય શકે છે હો!)

પ્રાઈવેટ રુમ રેટ: એવરેજ 2000 Rs./નાઈટ

2. મુસ્ટેચ એસ્કેપ્સ

દિલ્લી, આગ્રા, ઉદયપુર, જયપુર, જોધપુર, પુષ્કર, જેસલ્મેર, વારાણસી, ઋષિકેશ, મનાલી, કાઝા, જિસ્પા, ગોવા અને ખજુરાહોમા ફેલાયેલી આ હોસ્ટેલ બ્રાંચ લો બજેટમા પણ તમને એક સુખદ અનુભવ, લાઈફની બેસ્ટ મેમરી અને અનફોરગેટેબલ ફ્રેંડ્શીપ આપે છે. તમારી જાણ ખાતર કહી દવ હો, કે આ બધી જ વસ્તુઓ ખુબ કિમતી છે.

બાકી વાઈ-ફાઈ, ગાર્ડન, ટેરેસ, કોમન એરિયા અને આ દરેકમા એક ભારતિય ટચ એ મુસ્ટેચની ખાસ બાબત છે. ક્લિનલીનેસ બાબતે પણ મુસ્ટેચ લગભગ આગળ છે. હવે આટલા અમસ્તા બજેટમા આટલુ બધુ કોણ આપે હે?

ડોર્મ રેટ: 600 Rs./નાઈટ

3. ગો સ્ટોપ્સ

જો તમે બોરિંગ છો તો ગો સ્ટોપ્સ તો તમારી અને ગો સ્ટોપસની પાક્કી દુશ્મનાવટ છે. અરે ભાઈ એવુ હું નથી કહેતી. એવુ તો ગો સ્ટોપ્સ પોતે કહે છે. ખુબ જ વાઈબ્રંટ એવી આ હોસ્ટેલ તેના વાઈબ્સમા પણ વાઈબ્રંટ છે. કોઝી કોર્નર્સ, લીટલ લેઝી નુક્સ તમને ત્યાથી ક્યાય ન જવા માટે મજબુર કરી દે છે. તમે આવ્યા હો ફરવા પણ આટલા કોઝી વાઈબના કારણે ત્યા જ પડ્યા પાથર્યા રહો એવુ પણ થાય.

અને જો તો પણ તમારે ફરવુ જ હોય તો ગો સ્ટોપ્સ પોતે જ તમને વોકિંગ ટુર પણ કરાવી દેશે. નોટ ઓનલી દેટ હા, તમે ત્યા થતી ઈવેંટ્સમા ભાગ પણ લઈ શકો છો અને હોસ્ટ પણ કરી શકો છો. ફેસિલિટીમા પૂલ ટેબલથી લઈ મિની-એમ્ફિથીએટર, ટેબલ-ટેનિસ, એ.સી, લાઈબ્રેરી, 24/7 કાફે અને બીજુ તો કેટલુય.

ડોર્મ રેટ: એવરેજ 600 Rs./નાઈટ

પ્રાઈવેટ રુમ: એવરેજ 2000 Rs./નાઈટ

4. બેકપેકર પાન્ડા

backpacker panda: tripadvisor

Photo of ભારતની બેસ્ટ બેકપેકર્સ હોસ્ટેલ ચેઈન્સ by Romance_with_India

ગોવાથી શરુઆત કરી હવે આ બેકપેકર પાન્ડા મનાલી, ઉદયપુર, જયપુર, પુને, ઋષિકેશ, બેંગલોર એમ ઘણી જગ્યાએ પહોચી ગયા છે. વાઈ-ફાઈ, લોંડ્રી, કિચન, બ્રેકફાસ્ટ વગેરે સુવિધાઓ સાથે બેકપેકર પાન્ડા એક પછી એક ડેસ્ટિનેશન્સ પર આવી રહી છે. એટલુ જ નહિ તમને રેન્ટ પર બાઈસિકલ પણ પ્રોવાઈડ કરે છે. વળી પાછુ 24 કલાક પહેલા ફ્રી કેંસલેશન પણ. સુંદર લોકેશન્સ પર સ્થિત આ હોસ્ટેલ પર એક વાર તો જવુ જોઈયે કાં!

ડોર્મ રેટ: Rs.300 to Rs. 800/નાઈટ

5. ધ હોસ્ટેલર

Photo of ભારતની બેસ્ટ બેકપેકર્સ હોસ્ટેલ ચેઈન્સ by Romance_with_India
Photo of ભારતની બેસ્ટ બેકપેકર્સ હોસ્ટેલ ચેઈન્સ by Romance_with_India
Photo of ભારતની બેસ્ટ બેકપેકર્સ હોસ્ટેલ ચેઈન્સ by Romance_with_India

યેલો-બ્લેક થીમ વાળી અને લગભગ 22 જેટલા ડેસ્ટિનેશન્સ પર લોકેટેડ આ હોસ્ટેલ ચેઈન તમને દુનિયાની બધી જ મોજ કરાવશે. ચિલિંગ રુમ, એ.સી, ફિમેલ ડોર્મ્સ, લાઈબ્રેરી, કોમન રુમ્સ, અને વિશાળ જગ્યા સાથે બીજી પણ ઘણી ફેસિલિટી ઉપલબ્ધ છે. જેમા વિઝા ફેસિલિટેશન, ટ્રવેલ ડેસ્ક, લોંડ્રી એમ લગભગ બધુ જ આવી જાય છે.

આ સિવાય કોઈપણ એડવેંચરએક્ટિવીટી હોય, જેમ કે, પેરાગ્લાઈડીંગ, ટ્રેકીંગ, બંજી જમ્પીંગ, કે પછી રિવર રાફ્ટીંગ; હોસ્ટેલર્સ તમને આ બધા જ અનુભવ કરાવશે. આ સિવાય લોકલ એક્સપિરિન્સ જેવા કે સિટી વૉક, સ્ટાર ગેઝિંગ, બોન ફાયર, પબ, કેરીઓકે નાઈટ્સ એ બધુ તો ખરુ જ.

ડોર્મ રેટ: એવરેજ Rs.300 to Rs. 600/નાઈટ

6. યુથ હોસ્ટેલ

ભારતમા બેકપેકર્સ હોસ્ટેલની શરુઆત કદાચ અહિથી થઈ તેમ કહિયે તો પણ કાઈ ખોટુ નથી. દિલ્હી, લદ્દાખ, મનાલી, હૈદ્રાબાદ વગેરે સ્થળોએ આવેલી આ હોસ્ટેલ માત્ર હોસ્પિટાલિટી જ નહિ પણ ટ્રેક્સ અને ટુરનુ આયોજન પણ કરે છે.

રેટ: Rs.300 to Rs.2000

7. ધ શેલોમ બેકપેકર

“EXPERIENCE THE BEST” મંત્ર સાથે ફિલહાલ ઉદયપુર, ઋષિકેશ અને ધરમકોટ લોકેટેડ શેલોમ મારી મનપસંદ હોસ્ટેલ્સ માની એક છે. ક્લિનલીનેસ, હોસ્પિટાલિટી, ફેસિલિટી, કોમન એરિયા, વાઈ-ફાઈ, કેફેટેરિયા, ટેરેસ અને આ બધાની સાથે લાઈફ ટાઈમની બેસ્ટ મેમરી.

ડોર્મ રેટ: Rs.300 to Rs.800

પ્રાઈવેટ રુમ રેટ: Rs.1000 to Rs.2500

8. વેદાંતા વેક-અપ!

vedanta wake-up! : tripadvisor

Photo of ભારતની બેસ્ટ બેકપેકર્સ હોસ્ટેલ ચેઈન્સ by Romance_with_India

સાઉથ ઈંડિયાની મોસ્ટ એથનિક હોસ્ટેલ્સ માની એક. ફ્રી પાર્કીંગ, વાઈ-ફાઈ, કરંસી એક્સચેંજ, બ્રેકફાસ્ટ અને લિટ્રેચર તથા મ્યુઝિક તમને એક બ્યુટિફુલ અનુભવ આપવા માટે કાફી છે. થેકડ્ડી, કન્યાકુમારી, વરકલા, ફોર્ટ કોચી, એલેપી અને કોવાલમમા આવેલી આ બજેટ હોસ્ટેલ તમને બાઈસિકલ પણ રેન્ટ પર આપે છે.

રેટ: Rs.300 to Rs.1500

ટ્રસ્ટ મી, આ બધી જ હોસ્ટેલ તમને તમારી લાઈફની યાદગાર ક્ષણો જીવાડશે. તો ક્યારે જઈ રહ્યા છો?

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતી ને અનુસરો.

Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.

Further Reads