ટેક્નોલોજી અને વાયરલેસ વ્યવહારના સમયમાં કદાચ રોડ ટ્રિપ જ એક સાચો રસ્તો છે દુનિયાને શોધવાનો. અને જો તમે સામાન્ય રસ્તો નથી લેતા તો તે વધારે સારો બની જાય છે.
હવે, આ દેશના દરેક પર્વત પ્રેમીએ હિમાલયના ખૂબ જ પ્રખ્યાત સર્કિટ જેમ કે મનાલી થી લેહ ના રસ્તા વિશે સાંભળ્યું હશે અથવા તો તેને શોધી પણ લીધું હશે.પણ ઉત્તર ભારતમાં ફિલ્મ, ડોક્યુમેન્ટરીમાં દેખાડે તેના કરતા વધારે જોવા માટે છે. આ રોડ ટ્રિપ એવા લોકો માટે છે જે હિમાલયની બેસ્ટ જગ્યા શોધવા માંગે છે.

રુટ:
સૂચિત રુટ:

આ રોડ ટ્રિપ દિલ્લીથી શરુ થાય છે. પહેલો દિવસ આઠથી નવ કલાક ડ્રાઈવ કરીને સુંદર શહેર શિમલા તરફ જવાનો છે. બીજા દિવસે સવારે નારકન્ડા થઈને સરાહન તરફ જવાનું છે. ત્રીજા દિવસે તમે રોહરુ એ ઉભા રહેતા ખારાપથર પહોંચશો. ચોથા દિવસે તમે ચકરાતા તરફ જશો અને ત્યાં તે દિવસ પસાર કરશો અને પાંચમા દિવસે તમે દેહરાદૂનમાં દાખલ થશો.
કુલ અંતર : ૮૬૭ કી.મી.
દિલ્લી - શિમલા - સરાહન - ખારાપથર - ચકરાતાં - દેહરાદૂન
પ્રવાસનો કાર્યક્રમ
દિવસ ૧
દિલ્લીથી શિમલા
મુસાફરીનો લાંબો રસ્તો તમને શિમલા લઈ જશે જેને ઘણી વખત હિમાલયની રાણી તરીકે ઓળખવામાં આવે છે. દિલ્લીથી અહી આવતા રસ્તામાં તમે ઉત્તર ભારતમાં રસ્તાની આજુબાજુ ખાણીપીણીની જગ્યાઓ જોવા મળશે જેમ કે મન્ન્ત ઢાબા, હવેલી અને પાલ ઢાબા તેમાંના અમુક છે. શિમલા ભારતના ખૂબ જ પ્રખ્યાત હિલ સ્ટેશનોમાંનું એક છે કે જે સતત પ્રવાસીઓથી ગુંજેલું રહે છે અને બ્રિટિશ ભારતની ઉનાળાની રાજધાની તરીકે ઓળખાતું હતું ત્યારના સમયના અવશેષોથી ભરેલું છે. દિલ્લીથી શિમલાનો રસ્તો ખૂબ સારી રીતે જાળવી રાખ્યો છે જે તમારી મુસાફરી સરળ બનાવે છે. એકવાર તમે ચંદીગઢ ક્રોસ કરી દેશો અને હિલ્સમાં પ્રવેશ કરશો પછી તમને હિમાલયના સુંદર નજારા આવકારશે અને તમે મંઝિલ સુધી પહોંચશો ત્યાં સુધી તમને સાથ આપશે.



યાત્રાનો સમય : ૭.૫ કલાક
અંતર : ૩૪૨ કી.મી.
રોકાણ માટે: Woods Shimla અને Wildflower Hall
દિવસ ૨
શિમલાથી સરાહન (વાયા નરકંદા)
સરાહન બુશહર સામ્રાજ્યની ભૂતપૂર્વ ઉનાળાની રાજધાની છે અને ઘણા બધા હિમાલયના ટ્રેકનો આધાર છે અને કિન્નોરનું પ્રવેશદ્વાર છે. તે તીર્થયાત્રાનું સ્થળ છે, પ્રકૃતિ પ્રેમી માટે સ્વર્ગ છે, અને એડવેન્ચર પસંદ કરતા લોકો માટે બેઝકેમ્પ છે. તે પ્રખ્યાત ભીમાકાલી મંદિર માટે જાણીતું છે કે જે ૫૧ શક્તિપીઠમાં ગણવામાં આવે છે.આ મંદિર આર્કિટેક્ચરલ અજાયબી છે જે દેશના ઘણા બધા પ્રવાસીઓને આકર્ષે છે. સરાહનનો રસ્તો એક સુંદર અનુભવ છે જે પાઈન અને ઓકના ઝાડમાંથી પસાર થાય છે. ખરેખર તે પિક્ચર માટે પરફેક્ટ છે.

શિમલાથી સરાહન જતા રસ્તામાં નરકંદા એ સ્ટોપ લેવામાં આવે છે જે એક નાનું શહેર છે અને શિયાળામાં સ્કીઈંગ માટે પ્રખ્યાત છે.તમે તાની જુબ્બર તળાવ પર પીકનીક પણ કરી શકો છો.
યાત્રાનો સમય : ૫ કલાક
અંતર : ૧૬૩ કી.મી.
રોકાણ માટે: The Bushahr Heights અને The Srikhand
દિવસ ૩
સરાહનથી ખારાપથર ( વાયા રોહરુ )
ખારાપથર ફ્રી ટાઈમ માટે આદર્શ સ્થળ છે. લીલાછમ જંગલો અને સફરજનના બગીચાના નજારા તમને સાથ આપે છે અને આ એક એવી જગ્યા છે કે જ્યાં તમને સમય સ્થિર થઈ ગયો હોય તેવું લાગે છે . તે ગિરી ગંગા મંદિરનું ઘર છે અને એડવેન્ચર પસંદ કરતા લોકો માટે ચાલવા માટેના રસ્તાઓ ખૂબ જ સારા છે.
ખારાપથર જતી વખતે તમારે ચોક્કસ થોડા સમય માટે રોહરુ રોકાવું જોઈએ . આ નાનું શહેર પબબર નદીના કિનારા પર છે અને તે સફરજનના બગીચા માટે જાણીતું છે. અને તમારે ત્યાંના ગુડ ટાઈમ્સ રેસ્ટોરન્ટમાં અને કેફે માં ચોક્ક્સથી ટ્રાઉટ માછલી ટ્રાય કરવી જોઈએ. ટ્રાઉટ માછલી અહીની પ્રખ્યાત પ્રવૃત્તિ છે અને તેથી તમને અહી તાજી માછલી મળશે.

યાત્રાનો સમય : ૫.૫ કલાક
અંતર : ૧૪૪ કી.મી.
રોકાણ માટે: The Giriganga Resort
દિવસ ૪
ખારાપથરથી ચકરાતા
ચકરાતાનું એકાંત શહેર વિકેન્ડની રજાઓ માટે, પર્વતારોહકો માટે તેમ જ હાઈકીંગ માટે પ્રખ્યાત છે. આ શહેરની એક બાજુ મસૂરી અને બીજી બાજુ કિન્નોર આવેલું છે જે દરેકને થોડું કંઈક આપે છે પછી ભલે તે એડવેન્ચર પ્રેમી હોય, પ્રકૃતિ પ્રેમી હોય કે પછી જે થોડી શાંતિ શોધતા હોય. સુંદર ધોધ અને મંદિર માટે આ જગ્યા પ્રખ્યાત છે તેથી અહી દિવસ પસાર કરવો જોઈએ.

રસ્તા પરનો સમય : ૪.૫ કલાક
અંતર : ૧૩૦ કી.મી.
રોકાણ માટે: Hotel Burans and Escape Tribal Camps
દિવસ ૫
ચકરાતાથી દેહરાદૂન

ચકરાતાથી દેહરાદૂન આ સફરનો નાનો રસ્તો છે જે ૩ કલાક જેટલો છે. તમારે દિલ્લી જતા પહેલા ઉત્તરાખંડની રાજધાનીમાં ૨ દિવસ તો પસાર કરવા જોઈએ. તે ઝડપથી વિકાસ પામ્યું છે અને પ્રખ્યાત પ્રવાસનું સ્થળ બન્યું છે. તે બધા પ્રકારના ટ્રાવેલર માટે ઘણા બધા વિકલ્પો પુરા પાડે છે.
યાત્રાનો સમય: ૩ કલાક
અંતર: ૮૭.૪ કી.મી.
રોકાણ માટે: Gorayya Homestay અને Four Points by Sheraton Dehradun
શ્રેષ્ઠ સમય:
ઘણા બધા ટ્રાવેલર આ સફર શિયાળાના સમય ( ડિસેમ્બર - જાન્યુઆરી ) માં જવાનું પસંદ કરે યાત્રાછે. તમારે જતા પહેલા જાણકારી મેળવી લેવી જોઈએ કારણ કે શિયાળામાં બરફને કારણે અમુક રસ્તા બંધ હોય છે. ત્યાં જવા માટેનો બેસ્ટ ટાઈમ માર્ચથી મે અથવા ઓક્ટોબરથી ડિસેમ્બરનો છે.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

























