માત્ર પોલ્યુશન અને ક્લાઈમેટ ચેંજની વાતો જ શું કામ? સોલ્યુશન પણ લાવીયે ને!

Tripoto

બ્રેકીંગ ન્યુઝ... બ્રેકીંગ ન્યુઝ... બ્રેકીંગ ન્યુઝ...

- યાસ વાવાઝોડા એ મચાવી ઓડિસામા ભારે તબાહી #prayforodisha

- તાઉતે વાવાઝોડાના કારણે થયુ ઘણુ નુક્સાન #prayforgujarat

- ઉત્તરાખંડમા ગ્લેશિયર તૂટવાના કારણે આવ્યુ ભારે પુર #prayforuttarakhand

- એમેઝોનના જંગલોમા લાગી આગ #prayforamazon

- ઓસ્ટ્રેલિયાના જંગલોમા આગ લાગવાને કારણે હજારો પ્રાણીઓ મોતને ઘાટ #prayforaustralia

- પ્લાસ્ટિકના કારણે ફલાણા દરિયાઈ પ્રાણીનુ મોત, ગાયના મોઢામા પ્લાસ્ટિક

છેલ્લા કેટલાક સમયથી આપણે આવા બધા સમચારો જ સામ્ભળીયે છીએ. એમા પછો કોરોના તો છે જ! આ બધી જ આપતિઓના કારણો તમે જાણો જ છો. ગ્લોબલ વોર્મિંગ, ક્લાઈમેટ ચેંજ, રાઈઝ ઈન ટેમ્પરેચર.. વગેરે.. વગેરે.. વગેરે..

હવે વાત જાણે એમ છે કે આ બધા તો મોટા મોટા ન્યુઝ છે એટલે તમે જાણો છો. એવી તો બીજી ઘણી આપતિઓ આવી જેની આપણને ખબર નથી હોતી. જેમ કે, ફેબ્રુઆરી-માર્ચમા ઓડિસાના સિમલીપાલ જંગલમા આગ લાગી હતી, પરંતુ જ્યાં સુધી એનવાર્યનમેંટલ સમસ્યાઓ, પોલીટીકલ સમસ્યાઓ ન બને ત્યા સુધી તેની પર ધ્યાન આપવામા આવતુ નથી.

ખેર, અત્યારે એ બધી ચર્ચાઓ ન કરતા, શું થઈ રહ્યુ છે ? શું કામ થઈ રહ્યુ છે ? અને તેનો ઉપાય શું છે ? તેની પર ધ્યાન આપીયે. કેમકે માત્ર હેશટેગ ઈન્સ્ટા સ્ટોરી મુકવાથી તો પર્યાવરણ બચાવાશે નહિ ને !

ક્લાઈમેટ ચેન્જ

આપાણે બધા ક્લાઈમેટ ચેન્જની ઊપાધિ તો કરી રહ્યા છીએ, પણ આ જાણ્યુ કઈ રીતે ? તેની અસર શું થઈ ? તમે જાણો છો તેમ: તાપમાનમા વધારો, અનિશ્ચિત વાતવરણ, સી લેવેલમા વધારો, વરસાદ અને સ્નો પેટર્નમા ફેરફાર,ફેરફાર, ગ્લેશિયરનુ પિગળવુ..!

તમને થાય હવે આમા આપણે શું કરી શકીયે ? જે હદે આપણે બગાડી ચુક્યા છીએ એટલુ તો નહી જ સુધારી શકીયે. પણ, હવે જે કાંઈ થોડુ ઘણુ બચ્યુ છે એની માટે..!

આ બધુ અહિ કહેવાનુ કારણ એ કે ટ્રિપોટો એક ટ્રાવેલ કમ્યુનીટી છે. અહિ મોટા ભાગે બધા ઘુમક્કડો જ આવતા હશે અને એમા પણ યુથ ખાસ. તો માત્ર ટ્રાવેલ નહી, સસ્ટેનેબલ ટ્રાવેલ કરીએ ને!

સોલ્યુશન્સ :

1. પ્લાસ્ટિકના ઊપયોગથી દૂર રહો

કોરોના ને કારણે એક નવી સમસ્યા ઊભી થઈ છે. બાયોવેસ્ટની. તેનુ સમાધાન એક ડોક્ટરે લાવી દીધુ છે. તમારે બસ તેમના સુધી આ વેસ્ટ પહોચાડવાનો છે. ડૉ. બિનિશ દેસાઈને ભારતના 'રિસાયકલ મેન' કહે છે. કારણ કે તે પહેલા એવા માણસ છે જેમણે કચરાને પેટંટ કર્યો છે! તેઓ આ PPE કિટ, માસ્ક વગેરે જેવા પ્લાસ્ટિક વેસ્ટમાથી ઈંટ બનાવી રહ્યા છે, જે સમાન્ય ઈંટ કરતા મજબુત અને સસ્તી છે.

હવે તો એવા ઘણા બધા ઓર્ગેનાઈઝેશન્સ છે કે જેઓ ઈકો ફ્રેંડલી પ્રોડક્ટ્સ બનાવે છે. નો સિંગલ યુઝ પ્લાસ્ટિક ખુબ ચેલેંજીંગ ટાસ્ક છે, અને બધાએ આ ચેલેંજ તો લેવી જ જોઈયે. અરે ભાઈ હું ખાલી ચેલેંજ કરીને ચલી જઈશ એમ નહી. તમારી હેલ્પ માટે એક સસ્ટેનેબલ ટ્રાવેલ બ્લોગર શિવ્યા નાથ નુ સજેશન આપીશ. તમે તેની પ્રોફાઈલ પર જઈને આ ચેલેંજને ઓવરકમ કરવા ઘણુ બધુ જાણી શકો છો.

હું મારી સાથે કાપડની કેરી બેગ રાખુ છુ જેથી પોલિથીનનો ઉપયોગ ન કરવો પડે અને સામે પોલિથીન વહેચવા વાળાને પણ તેનો ઉપયોગ ન કરવા જણાવુ છુ. હવે મે તો પ્લાલાસ્ટિકની બાધા લઈ લીધી છે હો. તમે ક્યારે લો છો ?

2. તમે કામ કરો છો તે જગ્યાની નજીક રહેવાનુ પસંદ કરો

જેથી તમારે રોજ રોજનુ આટલુ બધુ ટ્રાવેલ ન કરવુ પડે અને પોલ્યુશન પણ ઓછુ થાય. ઊપરાંત બની શકે તો પબ્લીક ટ્રાન્સ્પોર્ટ યુઝ કરવા.

3. ખુબ જરુર પુરતો જ સામાન વાપરો

ખરિદી જ ન કરીયે તો ? પણ એના વગર તો ચાલશે નહી ને. પણ જરુર પુરતુ જ ખરિદીયે અને એ પણ રિયુઝેબલ. જેટલો સામાન ઓછો તેટલો વેસ્ટ ઓછો.

4. વેજીટેરિઅન ફુડ લો

5. હવાઈ મુસાફરી ઓછી કરો

6. ઓફ કોર્સ, પ્લાન્ટ ટ્રી

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતી ને અનુસરો.

Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.

Tagged:
#video