જો તમે ગુલમર્ગમાં ગોંડોલાની સવારી ન કરી હોય તો તમે શું કાશ્મીર જોયું? ખર્ચ અને સમયની સંપૂર્ણ માહિતી.

Tripoto
Photo of જો તમે ગુલમર્ગમાં ગોંડોલાની સવારી ન કરી હોય તો તમે શું કાશ્મીર જોયું? ખર્ચ અને સમયની સંપૂર્ણ માહિતી. 1/8 by Romance_with_India

કાશ્મીર જેટલું સુંદર બીજુ કંઈ નથી. જો તમે કાશ્મીરની આ સુંદરતાને તમારી આંખોથી જોવા માંગતા હો તો તમારે ગુલમર્ગમાં ગોંડોલાની સવારી કરવી જ જોઈયે. શિયાળામાં ગુલમર્ગ બરફથી ઢંકાઈ જાય છે. આ સમયે કાશ્મીર વધુ સુંદર બની જાય છે. હવે એવુ તો વળી કોણ હશે, જે તેના રૂમમાંથી બરફથી ઢંકાયેલા પહાડોના સુંદર દૃશ્યો જોઈને ખુશ ન થાય. શિયાળામાં ઘણાબધા લોકો ગુલમર્ગમાં ગોંડોલાની સવારી કરવા આવે છે. કાશ્મીરના મનમોહક દૃશ્યોને આટલી ઊંચાઈએથી જોવાનો એક અલગ જ અનુભવ છે. તો ચાલો અમે તમને ગુલમર્ગના ગોંડોલા વિશે સંપૂર્ણ માહિતી આપીયે.

ટ્રિપોટો હિન્દીના ઇન્સ્ટાગ્રામમાં જોડાઓ

અમે ડ્રાઈવ કરીને શ્રીનગરથી ગુલમર્ગ આવ્યા. શ્રીનગરથી ગુલમર્ગ પહોંચવામાં લગભગ 2 કલાક લાગે છે. ગુલમર્ગમાં હું જે હોટલમાં રોકાયો હતો તેના રિવ્યુ તમે અહીં વાંચી શકો છો.

કોવિડ

Photo of જો તમે ગુલમર્ગમાં ગોંડોલાની સવારી ન કરી હોય તો તમે શું કાશ્મીર જોયું? ખર્ચ અને સમયની સંપૂર્ણ માહિતી. 2/8 by Romance_with_India

કોરોના વાયરસને જોતા સમગ્ર દેશની દરેક રાજ્ય સરકારે સ્ટેટમા આવનારાઓ માટે કેટલાક નિયમો બનાવ્યા છે. તેનુ પાલન કર્યા પછી જ તમને રાજ્યમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં COVID-19 ના નિયમો અને ઔપચારિકતાઓ વિશે જાણવા અહીં ક્લિક કરો.

કેવી રીતે પહોંચવું?

Photo of જો તમે ગુલમર્ગમાં ગોંડોલાની સવારી ન કરી હોય તો તમે શું કાશ્મીર જોયું? ખર્ચ અને સમયની સંપૂર્ણ માહિતી. 3/8 by Romance_with_India

શિયાળામાં ગુલમર્ગમાં ઘણી બરફવર્ષા થાય છે તેથી ઘણા વાહનો ગુલમર્ગ પહોંચી શકતા નથી. આ સમય દરમિયાન કારને હોટેલમાં જવાની પણ મંજૂરી નથી. તમે ગુલમર્ગના અડધા રસ્તા સુધી ગાડી લાવી શકો છો. ત્યાંથી આગળ તમારે લોકલ ગાડી લઈને ગુલમર્ગ પહોંચવું પડશે. જેમાંથી મોટાભાગની સુમો છે. ટાયર સાથે જોડાયેલી સાંકળોને કારણે તે બરફમાં સરળતાથી ચાલી શકે છે. મારુ સાચુ માનો તો સામાન્ય કારથી બરફીલા રસ્તા પર વાહન ચલાવવું ખૂબ જ મુશ્કેલ છે. આ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

Photo of જો તમે ગુલમર્ગમાં ગોંડોલાની સવારી ન કરી હોય તો તમે શું કાશ્મીર જોયું? ખર્ચ અને સમયની સંપૂર્ણ માહિતી. 4/8 by Romance_with_India

સુમોથી શ્રીનગર જવા માટે બે લોકોનું ભાડું 300 રૂપિયા હતું. જો મેં કાર બુક કરાવી હોત તો તેની કિંમત 900 રૂપિયા જેટલી હોત. જ્યાં કાર મ્ને ડ્રોપ કરી ગઈ ત્યાંથી મારી હોટેલ માત્ર 10 મિનિટ દૂર હતી. રસ્તો લપસણો હતો અને ભારે સામાન સાથે ચાલવુ થકવી દે તેવુ કામ હતું.

ગોંડોલા બુકિંગ

Photo of જો તમે ગુલમર્ગમાં ગોંડોલાની સવારી ન કરી હોય તો તમે શું કાશ્મીર જોયું? ખર્ચ અને સમયની સંપૂર્ણ માહિતી. 5/8 by Romance_with_India

શિયાળામાં ગુલમર્ગ આવો અને ગોંડોલાની સવારી ન લો, તો તમે ઘણું ચૂકી જશો. તમારે ગોંડોલા માટે બુકિંગ કરાવવું પડશે. ગોંડોલા બુકિંગ ઓફિસ હોટેલથી 15 મિનિટ દૂર છે. તમે સ્લેડિંગ કરીને પણ બુકિંગ ઓફિસ જઈ શકો છો. તમને ગોંડોલા માટે ઘણા ગાઈડ મળી રહેશે.

ગોંડોલા માટે ગાઈડ?

ગોંડોલા માટે તમારે ગાઇડ લેવો છે કે નહીં, તે તમારા પર નિર્ભર છે. ગાઈડ લેવા ફરજિયાત નથી તેથી તમે ઇચ્છો તે કરી શકો છો. ગાઈડની ફી 700 રૂપિયા છે. આમાં ગોંડોલા સવારી અને બરફ પર થતી એક્ટિવિટીઝનો ખર્ચ શામેલ નથી. અમારામાંથી એક ગોંડોલા રાઇડની રાહ જોતો હતો અને બીજો ટિકિટ લેવા ગયો હતો. ટિકિટ ખરીદવામાં લગભગ 15 મિનિટ લાગે છે. તે પછી ગોંડોલા સવારી માટે એક કલાક રાહ જોઈ.

Photo of જો તમે ગુલમર્ગમાં ગોંડોલાની સવારી ન કરી હોય તો તમે શું કાશ્મીર જોયું? ખર્ચ અને સમયની સંપૂર્ણ માહિતી. 6/8 by Romance_with_India

ગાઈડ લેવાનો એક ફાયદો એ પણ છે કે તે લાઈન તોડીને આગળ જતા રહે છે. ઘણા લોકો આવું કરવાથી હેરાન થઈ જાય છે કારણ કે અમારા જેવા લોકો નિયમના કારણે કલાકો સુધી લાઈનમાં રાહ જોતા હોય, ત્યારે ગાઈડ આવે અને નિયમને બાયપાસ કરીને આગળ વધી જાય. તેથી હેરાનગતિ થવી વ્યાજબી છે.

ગોંડોલા રાઇડ રેટ અને ટાઈમ:

1. ગોંડોલા સવારે 9.30 વાગ્યે શરૂ થાય છે.

2. ફેઝ 1, સાંજે 4 વાગ્યા સુધીમાં બંધ થઈ જાય છે.

3. શિયાળામાં ફેઝ, 3 વાગ્યા સુધીમાં બંધ થઈ જાય છે.

Photo of જો તમે ગુલમર્ગમાં ગોંડોલાની સવારી ન કરી હોય તો તમે શું કાશ્મીર જોયું? ખર્ચ અને સમયની સંપૂર્ણ માહિતી. 7/8 by Romance_with_India

4. ફેઝ 1 ગોંડોલાનો ખર્ચ = 740 રૂપિયા પ્રતિ વ્યક્તિ

5. ફેઝ 2 ગોંડોલાનો ખર્ચ = 940 રૂપિયા પ્રતિ વ્યક્તિ. ફેઝ 2 ની ટિકિટ ફેઝ 1 માંથી જ લેવી પડશે.

6. તમે અહીં સ્કીઇંગ, સ્નોમોબાઇલિંગ, સ્લેડિંગ અને સ્નો સાઇકલ જેવી પ્રવૃત્તિઓ કરી શકો છો.

દરેક ટિકિટમાં પાછા આવવાનો સમય નક્કી હોય છે જે સામાન્ય રીતે 1 કલાકનો હોય છે.

ગોંડોલા સવારીથી કાશ્મીરના સુંદર અને આકર્ષક દૃશ્ય માટે તમે અમારી યુટ્યુબ ચેનલ પર વિડિઓ જોઈ શકો છો.

Photo of જો તમે ગુલમર્ગમાં ગોંડોલાની સવારી ન કરી હોય તો તમે શું કાશ્મીર જોયું? ખર્ચ અને સમયની સંપૂર્ણ માહિતી. 8/8 by Romance_with_India

મેં મારી ગુલમર્ગ ટ્રીપમાં સુંદર બરફવર્ષા જોઈ. અહિં સ્નો બાઇકિંગ અને સ્લેડિંગ કરી શકાય છે. બરફમાં એડવેંચર કરવા માટે આ એક આદર્શ સ્થળ છે. શિયાળામાં ઘણા પ્રોફેશનલ સ્કીઅર્સ અહીં આવે છે. જો તમને પણ એડવેંચર પસંદ હોય તો શિયાળામાં ગુલમર્ગની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતી ને અનુસરો.

Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.