ગુજરાતનુ કેવડિયા બનશે ઈકો-ફ્રેંડલી ટુરિસ્ટ પ્લેસ

Tripoto
Photo of ગુજરાતનુ કેવડિયા બનશે ઈકો-ફ્રેંડલી ટુરિસ્ટ પ્લેસ 1/1 by Romance_with_India
Day 1

ગુજરાતની મુલાકાત લેવા ઇચ્છતા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. ગુજરાત સરકાર કેવડીયાને ઇકો ફ્રેન્ડલી પર્યટન સ્થળ તરીકે વિકસાવી રહી છે. કેવડીયાને 15 ઓગસ્ટથી ઈ-રિક્ષા અને ઈ-કાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. અત્યારે અહીં 10 ઈ-રિક્ષા અને ઈ-કાર શરૂ કરવામાં આવી છે. 31 ઓક્ટોબરથી અહીં માત્ર ઈ-વાહનો જ ચાલશે. 31 ઓક્ટોબર પછી ડીઝલ-પેટ્રોલ વાહનો અહીં નહીં ચાલે. આ માટે જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે કામ ચાલી રહ્યું છે. અહીં પ્રવાસીઓ માટે ઈ-બસો પણ ચલાવવામાં આવશે.

Photo of Kevadia, Gujarat, India by Romance_with_India

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સરદાર પટેલની જન્મજયંતિ 32 ઓક્ટોબરે કેવડીયાને નો પોલ્યુશન ઝોન જાહેર કરશે તેવી અપેક્ષા છે. આનાથી અહીંના સ્થાનિક લોકોને રોજગારી પણ મળશે. તેમને ઈ-રિક્ષા અને ઈ-કાર વિશે જરૂરી તાલીમ આપવામાં આવશે. તાલીમ પૂર્ણ કર્યા બાદ તેમને ઈ-વાહનો પણ આપવામાં આવશે. આને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનારા લોકોને સરળતા રહેશે. આ સાથે તેમને સ્વચ્છ વાતાવરણ પણ મળશે.

Photo of ગુજરાતનુ કેવડિયા બનશે ઈકો-ફ્રેંડલી ટુરિસ્ટ પ્લેસ by Romance_with_India

કેવડિયામા આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમાની ઊંચાઈ 182 મીટર છે. તેના ગ્રાઉન્ડ ફ્લોર પર એક વિશાળ પ્રદર્શન હોલ બનાવવામાં આવ્યો છે. આ રૂમ 4,647 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. દેશના લગભગ 169,058 ગામોમાંથી માટી લાવીને 36 બાય 12 ફૂટની એક દિવાલ – વૉલ ઑફ યુનિટી બનાવવામાં આવી છે. આ દીવાલ દેશની વિવિધતામાં એકતાને રજૂ કરે છે.

Photo of ગુજરાતનુ કેવડિયા બનશે ઈકો-ફ્રેંડલી ટુરિસ્ટ પ્લેસ by Romance_with_India

સરદાર સરોવર ડેમથી લગભગ 3 કિલોમીટરના અંતરે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત છે. નર્મદા નદીના સાધુબેટ પર સ્થિત આ સ્મારક વિશ્વના મુખ્ય પ્રવાસન કેન્દ્રોમાંનું એક છે. અહીં પ્રવાસીઓ માટે રહેઠાણ, ખાણી -પીણી, પરિવહન સેવા અને આરોગ્ય સંબંધિત ઉચ્ચ ગુણવત્તાની સુવિધાઓ ઉપલબ્ધ છે.

Photo of ગુજરાતનુ કેવડિયા બનશે ઈકો-ફ્રેંડલી ટુરિસ્ટ પ્લેસ by Romance_with_India

કેવી રીતે પહોંચવું

ગુજરાતના તમામ મોટા શહેરોથી અહીં પહોંચવું એકદમ સરળ છે. તે ટ્રેન, રોડ અને હવાઈમાર્ગ દ્વારા પણ જોડાયેલ છે. નજીકનું રેલ્વે સ્ટેશન કેવડીયા છે. સુરત રેલવે સ્ટેશન 156 કિલોમીટરના અંતરે છે જ્યારે વડોદરા 90 કિલોમીટરના અંતરે અને અમદાવાદ 198 કિલોમીટરના અંતરે છે. ગુજરાત રાજ્ય પરિવહનની બસ દ્વારા પણ અહીં આવી શકાય છે. ધ્યાનમાં રાખો કે અત્યારે અહીં આવવાની બસ સેવા માત્ર 8.30 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. તમે અમદાવાદ, સુરત અને વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરળતાથી પહોંચી શકો છો.

Photo of ગુજરાતનુ કેવડિયા બનશે ઈકો-ફ્રેંડલી ટુરિસ્ટ પ્લેસ by Romance_with_India

ક્યારે જવુ

કેવડીયા ગુજરાતમાં છે અને અહીં ખૂબ ગરમી છે. તેથી સપ્ટેમ્બરથી માર્ચ વચ્ચે અહીં આવવું શ્રેષ્ઠ રહેશે.

Photo of ગુજરાતનુ કેવડિયા બનશે ઈકો-ફ્રેંડલી ટુરિસ્ટ પ્લેસ by Romance_with_India

ખુલવાનો સમય

સ્ટેચ્યુ ઓફ યુનિટી દર સોમવારે પ્રવાસીઓ માટે બંધ રહે છે. મંગળવારથી રવિવાર સુધી તમે અહીં સવારે 8:00 થી સાંજે 6:00 સુધી ફરી શકો છો. અહીં દરરોજ સાંજે 7.30 કલાકે લેસર લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવે છે.

-હિતેન્દ્ર ગુપ્તા

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતી ને અનુસરો.

Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.