થવી જોઇતી હતી મશહૂર, પરંતુ બદનામ થઇ ગઇ ભારતની આ સુંદર જગ્યાઓ

Tripoto

ઇન્ડિયામાં ઘણી જગ્યાઓ એવી બદનામ છે કે મોટાભાગના લોકો પરિવારની સાથે ત્યાં ફરવા જવાનું પસંદ નથી કરતા. પરંતુ આ વસ્તુ ખોટી છે કારણ કે આ બધી જગ્યાઓ પણ સુંદર છે અને તેને પણ તક મળવી જોઇએ. આજે અમે બતાવીશું આપને 10 એવી જગ્યાઓ અંગે જે બદનામ છે પરંતુ ખોટા કારણોને લીધે.

કસોલ

Photo of થવી જોઇતી હતી મશહૂર, પરંતુ બદનામ થઇ ગઇ ભારતની આ સુંદર જગ્યાઓ 1/10 by Paurav Joshi
ક્રેડિટઃ ઋષભ શર્મા

આખુ વર્ષ અહીં રહેતા અને મજા કરતા ફિરંગ અને હિપ્પીયોના કારણે કસોલે ઘણી બદનામી વ્હોરી છે. પરંતુ સાચુ તો એ છે કે અહીં હિપ્પી કલ્ચરથી આગળ પણ એક દુનિયા છે જે ઘણી આકર્ષક છે અને લોકોએ તેને જોવી જોઇએ.

બદનામીનું કારણ: નશા કરતા હિપ્પી, ફિરંગ

પ્રખ્યાત થવાનું કારણ: સુંદર અને લીલાછમ ટ્રેક્સ જેવા કે સર પાસ, પિન પાર્વતી પાસ, ખીરગંગા અને યાંકર પાસ. ટ્રેકના ચાહકો માટે આ જગ્યા જન્નત છે.

કોડાઇકેનાલ

Photo of થવી જોઇતી હતી મશહૂર, પરંતુ બદનામ થઇ ગઇ ભારતની આ સુંદર જગ્યાઓ 2/10 by Paurav Joshi

સાઉથનું સૌથી સુંદર અને ઉત્તમ ગણાતુ હિલ સ્ટેશન હવે ફક્ત પોતાના નશીલા મશરુમ્સ (શ્રૂમ્સ)ના કારણે ઓળખાય છે.

બદનામીનું કારણ: શ્રૂમ્સ

પ્રખ્યાત થવાનું કારણ: માણસ દ્ધારા નિર્મિત કોડાઇકેનાલ સરોવર, સિલ્વર કાસ્કેડ ફૉલ્સ અને કોડાઇકેનાલ સોલર ઑબ્ઝર્વેટરી. આને ફેમિલી હિલ સ્ટેશનની જેમ જોવું જોઇએ.

પુણે

Photo of થવી જોઇતી હતી મશહૂર, પરંતુ બદનામ થઇ ગઇ ભારતની આ સુંદર જગ્યાઓ 3/10 by Paurav Joshi

એક જુની કહેવત છે કે જો મુંબઇની શહેરી ઝીંદગીને પોતાનાથી દૂર કરવી છે તો પુણેથી વધુ શાંત બીજુ કંઇ નથી. પરંતુ જ્યારથી પુણેમાં કોલેજ ખુલી છે, પુણે ઘણું બદનામ થઇ ગયું છે તેના છાત્રોના કારણે.

બદનામીનું કારણ: પાર્ટીઝ, ડ્રગ્સ, રાજકીય હિંસા

પ્રખ્યાત થવાનું કારણ: દગડૂ શેઠ અને ચતુશ્રિંગી જેવા મંદિર, આગા ખાન મહેલ, શનિવારવાડા કિલ્લો અને બાલ ગાંધર્વ રંગા મંદિર જેવી ઐતિહાસિક જગ્યાઓ. પુણેનો વારસો અદ્ભુત છે.

પંજાબ

Photo of થવી જોઇતી હતી મશહૂર, પરંતુ બદનામ થઇ ગઇ ભારતની આ સુંદર જગ્યાઓ 4/10 by Paurav Joshi

આપણે બધાએ ઉડતા પંજાબ જોયું છે અને કેવીરીતે તેમાં પંજાબને બતાવાયું છે તે તો આપણને ખબર જ છે. જો કે પંજાબમાં ઐતિહાસિક જગ્યાઓની ભરમાર છે જેના કારણે પંજાબ તમારા લિસ્ટમાં હોવું જોઇએ. આ ક્ષત્રિયોની જમીન છે જ્યાં પાંચ નદીઓનો સંગમ થાય છે, ડ્રગ્સનો નહીં.

બદનામીનું કારણ: ડ્રગ્સ

પ્રખ્યાત થવાનું કારણ: સુવર્ણ મંદિર ગુરુદ્ધારાનું અકાલ તખ્ત, જલિયાંવાલા બાગ, મુક્તેશ્વર મહાદેવ મંદિર જે પઠાણકોટની પાસે છે અને દરેક જગ્યાનું સ્વાદિષ્ટ ભોજન.

વારાણસી

Photo of થવી જોઇતી હતી મશહૂર, પરંતુ બદનામ થઇ ગઇ ભારતની આ સુંદર જગ્યાઓ 5/10 by Paurav Joshi

આમ તો ઇન્ડિયાને ધાર્મિક સ્થાન તરીકે ઓળખવામાં આવે છે અને બનારસ દેશની ધાર્મિક રાજધાની છે પરંતુ આજકાલ બનારસની ચર્ચા ત્યાંના ઠગો, ગુંડાઓ અને નશાખોરોના કારણે વધારે થાય છે.

બદનામીનું કારણ: બનારસી ઠગ, ડ્રગ્સ

પ્રખ્યાત થવાનું કારણ: સેંકડો ઘાટ જ્યાં પંડિત મૃત લોકોને પરલોક પહોંચાડવામાં મદદ કરે છે. અહીં આવેલી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય દેશની સારી સંસ્થાઓમાંની એક છે.

મેક્લોડગંજ

Photo of થવી જોઇતી હતી મશહૂર, પરંતુ બદનામ થઇ ગઇ ભારતની આ સુંદર જગ્યાઓ 6/10 by Paurav Joshi
ક્રેડિટઃ બીલાઇટ7

જેને પણ હિપ્પી બનવાનો ચસ્કો ચઢે છે, આ જ સૌથી પહેલી જગ્યા છે જે મગજમાં આવે છે. આ જ કારણે ઘણી બદનામી થઇ છે આ સુંદર જગ્યાની. જે તિબેટિયન સરકારનું નિવાસસ્થાન છે.

બદનામીનું કારણ: ગાંજો

પ્રખ્યાત થવાનું કારણ: સૈચોકલિંગ મઠ, કાલચક્ર જેવા મંદિર, તિબેટિયન સંગ્રહાલય જે તેમનો સંઘર્ષ દેખાય છે, ત્રિચુંડનો દિલખુશ કરનારો ટ્રેક અને દલાઇ લામા પોતે આ જગ્યાને ઘણી વિચિત્ર અને સુંદર માને છે.

પુષ્કર

Photo of થવી જોઇતી હતી મશહૂર, પરંતુ બદનામ થઇ ગઇ ભારતની આ સુંદર જગ્યાઓ 7/10 by Paurav Joshi

બનારસની જેમ પુષ્કર પણ ગાંજો અને ગાંજાના કારણે બદનામ થઇ ચુક્યું છે જેના કારણે લોકો તીર્થ રાજનો પ્લાન પણ નથી બનાવતા.

બદનામીનું કારણ: હિપ્પી, ગાંજો

પ્રખ્યાત થવાનું કારણ: દુનિયાનું સૌથી જાણીતું બ્રહ્માજીનું મંદિર અને પુષ્કરનો મેળો જે ઇન્ડિયાનો સૌથી જાણીતો ઊંટ મેળો છે જ્યાં દર વર્ષે 2 લાખથી પણ વધુ લોકો આવે છે.

મલાના

Photo of થવી જોઇતી હતી મશહૂર, પરંતુ બદનામ થઇ ગઇ ભારતની આ સુંદર જગ્યાઓ 8/10 by Paurav Joshi
ક્રેડિટઃ હર્મિસ મરાના

મલાના ક્રીમ અંગે જાણકારી હોવા માટે તમારે સ્મોકર બનવાની પણ જરુર નથી. પાર્વતી વેલીમા વસેલા એક નાનકડા ગામને અહીંની શુદ્ધ, ઉત્તમ ચરસના કારણે આંતરરાષ્ટ્રીય માન્યતા મળી ગઇ છે.

બદનામીનું કારણ: મલાના ક્રીમ

પ્રખ્યાત થવાનું કારણ: અહીંની વિચિત્ર સંસ્કૃતિ, પોતાની ભાષા કાનાશી અને એક અનોખી સામાજીક સંરચના જે બીજે ક્યાંય જોવા નહીં મળે.

દિલ્હી

Photo of થવી જોઇતી હતી મશહૂર, પરંતુ બદનામ થઇ ગઇ ભારતની આ સુંદર જગ્યાઓ 9/10 by Paurav Joshi

જે પણ સારી ચીજો માટે દિલ્હીને ઓળખવામાં આવવું જોઇએ તેવું થતુ નથી. દિલ્હી મહિલાઓની ખરાબ સુરક્ષાના કારણે ઘણું બદનામ છે. હું આ વાતનો ઇન્કાર નથી કરતો પણ સ્થિતિ એટલી પણ ખરાબ નથી. પોલિસ પણ એટલી જ સતર્ક છે અને દિલ્હી મેટ્રો પણ 12 વાગ્યા સુધી ચાલુ રહે છે.

બદનામીનું કારણ: મહિલાઓ માટે અસુરક્ષિત

પ્રખ્યાત થવાનું કારણ: ચટાકેદાર ભોજન, મુગલોના કિલ્લા, સંસ્કૃતિ અને રાજકારણનો અનોખો સંગમ.

ગોવા

Photo of થવી જોઇતી હતી મશહૂર, પરંતુ બદનામ થઇ ગઇ ભારતની આ સુંદર જગ્યાઓ 10/10 by Paurav Joshi

ડ્રગ્સ, પાર્ટીઝ, ન્યૂડ બીચ, વેશ્યાવૃતિ અને રેવ પાર્ટીઝ, ગોવાને બદનામ કરે છે. આ જ કારણે લોકો પોતાના બાળકોને અહીં એકલા મોકલવાનું જોખમ નથી ઉઠાવતા કારણ કે અંગ્રેજો હજુ મોટી સંખ્યામાં અહીં આવે છે.

બદનામીનું કારણ: ડ્રગ્સ પાર્ટીઝ, ન્યૂડ બીચ, વેશ્યાવૃતિ અને રેવ પાર્ટીઝ

પ્રખ્યાત થવાનું કારણ: અદ્ભુત ચર્ચ અને કિલ્લા જે સુંદર અને વિશાળ છે, દુનિયાના સૌથી સુંદર સમુદ્ર જેવા કે અંજુના, અરંબોલ અને પેલોલેમ.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો