સાઉદીઃ કેવી રીતે કરવો આ અનોખા દેશનો યાદગાર પ્રવાસ

Tripoto
Photo of સાઉદીઃ કેવી રીતે કરવો આ અનોખા દેશનો યાદગાર પ્રવાસ by UMANG PUROHIT

સાઉદી અરેબિયા મધ્ય પૂર્વમાં એક મુખ્ય દેશ છે, જે ઇરાક, કુવૈત, જોર્ડન, કતાર, બહેરીન, ઓમાન, યમન અને સંયુક્ત આરબ અમીરાતથી ઘેરાયેલો છે. તે રણ, પર્વતો અને ભવ્ય સ્થાપત્ય નમૂનાઓ સાથેના પ્રાચીન શહેરોને કારણે પણ એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. પ્રવાસન આ દેશમાં એક નોંધપાત્ર ઉદ્યોગ તરીકે વિકાસ પામી રહ્યો છે અને સ્થાનિક લોકો માટે આવકનો એક સ્ત્રોત છે.

સાઉદી અરેબિયાની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય

મોટાભાગના પ્રદેશોની જેમ, મેથી ઓક્ટોબર સુધી ઉનાળો લાંબો, ગરમ અને શુષ્ક હોય છે, જે મોટાભાગના મુલાકાતીઓ માટે ખૂબ ગરમ હોય છે. ઓક્ટોબરથી હવામાન ઠંડુ થાય છે અને શિયાળાના મહિનાઓમાં હળવું અને આનંદદાયક વાતાવરણ રહે છે, અને તમે શિયાળાના અંત સુધીમાં લીલોતરી જોવાની અપેક્ષા પણ રાખી શકો છો.

નોંધ કરો કે રેતીના તોફાનો જાન્યુઆરીથી મે સુધી સામાન્ય છે.

સાઉદી મોટો દેશ છે તેથી દક્ષિણમાં વધુ ગરમ તાપમાન રહે છે, ઉત્તરમાં જોર્ડન અને કુવૈતી સરહદ તરફ સહેજ મધ્યમ તાપમાન અનુભવવા મળે છે.

Photo of સાઉદીઃ કેવી રીતે કરવો આ અનોખા દેશનો યાદગાર પ્રવાસ by UMANG PUROHIT

સાઉદી અરેબિયા કેવી રીતે પહોંચવું?

સામાન્ય રીતે, મોટાભાગના વિદેશીઓ ફ્લાઇટ દ્વારા સાઉદી અરેબિયાના શહેરોની મુલાકાત લેવાનું પસંદ કરે છે, કારણ કે તે સૌથી સહેલો અને ઝડપી રસ્તો છે. ઘણી એરલાઇન્સ સાઉદી અરેબિયાના એરપોર્ટ અને અન્ય દેશોના શહેરો વચ્ચે નિયમિત ફ્લાઇટ્સ ચલાવે છે. સાઉદીઆ આ દેશનું અધિકૃત એરલાઈન્સ કેરિઅર છે જે જેદ્દાહ, રિયાધ અને દમ્મામમાં તેના હબથી કાર્યરત છે. તદુપરાંત, ફ્લાયનાસ, ફ્લાયડેલ, સાઉદીગલ્ફ અને નેસ્મા એરલાઇન્સ સાઉદી અરેબિયામાં અન્ય ઓછી કિંમતની ફ્લાઇટ ઓપરેટર્સ છે. જો કે, અમીરાત એરલાઇન્સ વિદેશી પ્રવાસીઓ દ્વારા પસંદ કરવામાં આવતી સૌથી લોકપ્રિય એરલાઇન્સમાંની એક છે, જે પડોશી દેશ સંયુક્ત આરબ અમીરાતની બે ફ્લેગ કેરિયર્સમાંની એક છે.

ભારતથી તમને મુંબઈ, દિલ્હી અને હૈદરાબાદ જેવા મોટા શહેરોના એરપોર્ટ પરથી સાઉદી જવા માટેની ફ્લાઈટ મળી જશે. આ માટે તમે ફ્લાઈટ બુકિંગ માટેની વિવિધ વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.

સાઉદી અરેબિયામાં મુલાકાતીઓએ ધ્યાનમાં રાખવા જેવી બાબત

ડ્રાઇવિંગ કરતી વખતે, બાળકોને હંમેશા કારમાં સિટબેલ્ટ સાથે સુરક્ષિત રાખો

લગભગ તમામ દુકાનો અને સ્થળો સવારે ખુલે છે, પછી બપોરના પ્રાર્થનાના સમય સુધી ફરી બંધ રહેશે. તેઓ પછી મોડી રાત સુધી ખુલ્લી રહેશે

મોટા શહેરોમાં, લગભગ દરેક જગ્યાએ અંગ્રેજીનો ઉપયોગ થતો જવો મળશે

આલ્કોહોલ સખત પ્રતિબંધિત છે, બિન-મુસ્લિમો માટે પણ

Photo of સાઉદીઃ કેવી રીતે કરવો આ અનોખા દેશનો યાદગાર પ્રવાસ by UMANG PUROHIT

સાઉદી ટુરીઝમ વિઝા કેવી રીતે મળશે?

18 વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ અરજી કરી શકે છે. 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોએ માતા-પિતા/વાલીએ પૂર્ણ કરેલી અરજી હોવી આવશ્યક છે

હાલમાં 49 રાષ્ટ્રીયતાઓ છે જેઓ લાઇન પર eVisa અરજી પૂર્ણ કરી શકે છે - ભારતનો પણ સમાવેશ થાય છે

જો તમે યાદીમાં જણાવવામાં આવેલા દેશના નથી, તો પણ તમે તમારા સ્થાનિક સાઉદી એમ્બેસી અથવા કોન્સ્યુલેટ દ્વારા અરજી કરી શકો છો

પ્રવાસી વિઝાની કિંમત 440 સાઉદી રિયાલ હશે, લગભગ 8781.52 ભારતીય રૂપિયા (આમાં વધઘટ થઈ શકે છે)

એકવાર તમારો eVisa મંજૂર થઈ જાય પછી તે 12 મહિના સુધી ચાલશે. એટલે કે જો તમે 01 જાન્યુઆરી 2022ના દિવસે eVisa મેળવો છો તો તે આગામી 31 ડિસેમ્બર 2023 સુધી માન્ય રહશે. આ સમયગાળાની વચ્ચે તમે મલ્ટિ-એન્ટ્રી લઈ શકો છો પરંતુ દરેક એન્ટ્રી બાદ તમે વધારેમાં વધારે 90 દિવસ સુધી એક યાત્રી તરીકે રહીં શકો છો.

Photo of સાઉદીઃ કેવી રીતે કરવો આ અનોખા દેશનો યાદગાર પ્રવાસ by UMANG PUROHIT

Source: visitsaudi.com

eVisa પ્રવાસન-સંબંધિત પ્રવૃત્તિઓ અને ઉમરાહ (હજ સિઝન સિવાય)ને આવરી લે છે અને અભ્યાસ જેવી અન્ય પ્રવૃત્તિઓને બાકાત રાખે છે.

વિઝા મંજૂરીની ઈલેક્ટ્રોનિક કોપી પ્રિન્ટ કરી અને આગમન પર સાઉદી સત્તાવાળાઓને રજૂ કરવાની રહશે

એકમાત્ર ભૌગોલિક પ્રતિબંધ એ છે કે બિન-મુસ્લિમો પવિત્ર શહેરો મદીના અને મક્કામાં પ્રવેશી શકશે નહીં

Photo of સાઉદીઃ કેવી રીતે કરવો આ અનોખા દેશનો યાદગાર પ્રવાસ by UMANG PUROHIT
Photo of સાઉદીઃ કેવી રીતે કરવો આ અનોખા દેશનો યાદગાર પ્રવાસ by UMANG PUROHIT

પ્રથમ વખત સાઉદી અરેબિયાના મુસાફરોએ બાબતો ધ્યાનમાં રાખવા જેવી બાબતો

નવી લૉન્ચ કરવામાં આવેલી Visit Saudi વેબસાઇટમાં શું કરવું અને ન કરવું, સામાજિક શિષ્ટાચાર, આરોગ્ય અને સલામતીની માહિતી, ભોજન, હોટેલ અને વાહનવ્યવહાર ટિપ્સ વિશે અંગ્રેજીમાં વિસ્તૃત માહિતી છે.

પ્રવાસીઓ બંને ઘૂંટણ અને ખભાને ઢાંકતા સાધારણ પોશાક પહેરે, જેમ કે અન્ય ગલ્ફ દેશોમાં મુલાકાતીઓને વિનંતી કરવામાં આવે છે.

સાઉદી અરેબિયા માટે પ્રવાસન હજુ પણ ખૂબ જ નવો ઉદ્યોગ છે.

સાઉદી અરેબિયામાં સૌથી વધુ લોકપ્રિય આકર્ષણો

પ્રાચીન નાબેટીયન લોકોની મડાઈન સાલેહ કબરો

AlUla ઐતિહાસિક, પ્રકૃતિ અને હેરિટેજ સાઇટ્સની અદ્ભુત શ્રેણી ધરાવે છે.

આભા નજીક અલ સૌદાહ અને આસિર રાષ્ટ્રીય ઉદ્યાન - ઉનાળાના ગરમ મહિનાઓ, પુષ્કળ આઉટડોર પ્રવૃત્તિઓ, કેમ્પિંગ.

Photo of સાઉદીઃ કેવી રીતે કરવો આ અનોખા દેશનો યાદગાર પ્રવાસ by UMANG PUROHIT
Photo of સાઉદીઃ કેવી રીતે કરવો આ અનોખા દેશનો યાદગાર પ્રવાસ by UMANG PUROHIT
Photo of સાઉદીઃ કેવી રીતે કરવો આ અનોખા દેશનો યાદગાર પ્રવાસ by UMANG PUROHIT

અદ-દિરૈયામાં અત-તુરૈફ જિલ્લો - સાઉદી રાજવંશની પ્રથમ રાજધાની અને યુનેસ્કોની સૂચિબદ્ધ સાઇટ.

ઐતિહાસિક જેદ્દાહ – વોટરફ્રન્ટ કોર્નિશ સાથે રાજ્યનું બીજું સૌથી મોટું શહેર, અલ બલાદ (જૂનું જેદ્દાહ) ની પાછળની શેરીઓમાં ઐતિહાસિક સ્થાપત્ય જુઓ – જે દેશની યુનેસ્કો સાઇટ્સમાંની એક છે.

જેદ્દાહ ટાવર, વિશ્વની સૌથી ઊંચી ઇમારત બનવાની યોજના છે.

Photo of સાઉદીઃ કેવી રીતે કરવો આ અનોખા દેશનો યાદગાર પ્રવાસ by UMANG PUROHIT
Photo of સાઉદીઃ કેવી રીતે કરવો આ અનોખા દેશનો યાદગાર પ્રવાસ by UMANG PUROHIT

વાહબા ક્રેટર - રિયાધથી લગભગ 700 કિમી દૂર જ્વાળામુખી સ્થળ જોવા લાયક છે.

એજ ઓફ ધ વર્લ્ડ - 800 કિમી લાંબા જેબેલ તુવાઈક એસ્કર્પમેન્ટનો ભાગ, વિશ્વની સૌથી અદભૂત કુદરતી ઘટનાઓમાંની એક.

નજરાન - યેમેનની સરહદ પર, એક અનન્ય સાંસ્કૃતિક ધરાવતું શહેર.

Photo of સાઉદીઃ કેવી રીતે કરવો આ અનોખા દેશનો યાદગાર પ્રવાસ by UMANG PUROHIT
Photo of સાઉદીઃ કેવી રીતે કરવો આ અનોખા દેશનો યાદગાર પ્રવાસ by UMANG PUROHIT

નેશનલ મ્યુઝિયમ અને રોયલ એરફોર્સ મિલિટરી (સાકર અલ-જઝીરા એવિએશન મ્યુઝિયમ) - રિયાધના ખૂબ જ પ્રશંસનીય સંગ્રહાલયો, નજીકમાં બગીચાઓ અને મનોરંજન પાર્ક પણ છે.

અલ શલાલ થીમ પાર્ક રેડ સિના કિનારે સૌથી લોકપ્રિય મનોરંજનમાનું એક છે.

સાઉદી અરેબિયામાં ક્યાં રોકાવું ?

તો તમને દેશમાં વિવિધ મોટા શહેરોમાં બજેટથી માંડીથે મોંધી અને સારી હોટલ મળી જશે. તેના માટે હોટલ બુક કરતી વિવિધ વેબસાઈટની મુલાકાત લઈને તમારી રીતે સારી હોટલ બુક કરાવી શકો છો.

Photo of સાઉદીઃ કેવી રીતે કરવો આ અનોખા દેશનો યાદગાર પ્રવાસ by UMANG PUROHIT

સાઉદી આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. સાઉદીમાં કોઈપણ જાતની સમસ્યા ન આવે તે માટે નીચે જણાવેલી બાબતો પર ધ્યાન આપો

1. માન્ય વિઝા

આગમન પહેલાં તમારે માન્ય પ્રવાસન વિઝા મેળવવો આવશ્યક છે. પ્રવાસી વિઝા ધરાવતા બિન-સાઉદી નાગરિકોને COVID-19 રોગચાળા દરમિયાન રાજ્યમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે છે જો તેઓએ સાઉદીના આરોગ્ય મંત્રાલય દ્વારા મંજૂર કરાયેલ COVID-19 રસીઓમાંથી એકના જરૂરી ડોઝ પૂર્ણ કર્યા હોય અને "Arrival Registration" પ્લેટફોર્મ પર સફળતાપૂર્વક નોંધણી કરાવી હોય. https://muqeem.sa/#/vaccine-registration/home..

2. પીસીઆર ટેસ્ટ

દેશની મુલાકાતે આવતા પહેલાં માન્ય પ્રવાસન વિઝા મેળ્યા બાદ. માન્ય લેબોરેટરીમાંથી જારી કરાયેલ નેગેટિવ પીસીઆર રિપોર્ટ સાથે રાખવો પડશે જે (72) કલાકથી વધુ જુનો ન હોવો જોઈએ અને જો આમ કરવામાં નિષ્ફળ રહેશો તો વિમાનમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

3. હેલ્થ ઇન્શુઅરન્સ

સાઉદી અરેબિયાની મુલાકાત લેવા ઇચ્છતા તમામ મુસાફરો પાસે હેલ્થ ઈન્શુઅરન્સ હોવો આવશ્યક છે જે દેશની મુલાકાત દરમિયાન કોવિડને લગતા તમામ ખર્ચ આવરી લે.

4. તમારી વેક્સીનને લગતી માહિતી

સાઉદી અરેબિયામાં પ્રવેશતા દરેક મુસાફરોએ નીચે જણાવેલી કોવિડ રસીમાંથી કોઈપણ એક રસી લીધી છે તે બાબતનું પ્રમાણપત્ર આપવાનું રહશે

2 ડોઝ : ફાઈઝર બાયોએનટેક અથવા કોમર્નાટી

2 ડોઝ: ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા અથવા કોવિશિલ્ડ અથવા એસકે બાયોસાયન્સ અથવા વેક્સઝેવરિયા.

2 ડોઝ: મોડર્ના અથવા સ્પાઇકવેક્સ

1 ડોઝઃ જોનસ્ન & જોનસ્ન

સાઉદી અરેબિયામાં આવ્યાના 8 કલાકની અંદર Tawakkalna એપ્લિકેશન ડાઉનલોડ કરી અને નોંધણી કરાવાની રહશે. સાઉદીમાં Tawakkalnaનો ઉપયોગ કરવા માટે તમારા સેલફોન પર ફોન અને ડેટાને લગતી સેવાઓની જરૂર પડશે

જો તમે WHO અને સાઉદી અરેબિયા દ્વારા મંજૂર કરાયેલી રસીમાંથી કોઈપણ એક રસીના બન્ને ડોઝ લીધા છે તો તમારે 14 દિવસ માટે quarantine થવાની જરૂર નથી