જો તમે સાચા ટ્રાવેલર છો, તો તમારી બકેટ લિસ્ટમાં આ 7 ઓફબીટ જગ્યાઓ ઉમેરો!

Tripoto
Photo of જો તમે સાચા ટ્રાવેલર છો, તો તમારી બકેટ લિસ્ટમાં આ 7 ઓફબીટ જગ્યાઓ ઉમેરો! 1/13 by Romance_with_India

ટ્રાવેલર અજાણ્યા સ્થળોએ જવાથી ડરતા નથી, તેમને આવા સ્થળોની મુલાકાત લેવાનું રોમાંચક લાગે છે. આવી યાત્રાઓ આપણા જીવનમાં નવા અનુભવો અને નવી વાર્તાઓ તરિકે જોડાય જાય છે. પછી તમારા બકેટ લિસ્ટમાં આવા ડેસ્ટિનેશન્સ શોધવાની સમસ્યા આવે છે. શું તમે એવા સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરો છો જેના વિશે તમે સાંભળ્યું ન હોય, જ્યાં તમને ફરવા માટે ગાઈડ પણ નહિ મળે, તમારે જાતે જ તે જગ્યાને એક્સપ્લોર કરવી પડશે. જો તમે સાચા ટ્રાવેલર હો તો તમારે આ જગ્યાઓને તમારા બકેટ લિસ્ટમાં ઉમેરવી જોઈએ.

ટ્રિપોટો હિન્દીના ઇન્સ્ટાગ્રામમાં જોડાઓ

1. હજારીબાગ

ઝારખંડ વિશે એક ખરાબ માન્યતા છે કે અહિ જોવાલાયક સ્થળો છે જ નહિ. કદાચ એટલે જ બહુ ઓછા લોકો અહીં આવે છે. હઝારીબાગ ઝારખંડનું એક નાનું શહેર છે, જો તમે અહીં જાઓ તો તમે હઝારીબાગ વાઈલ્ડલાઈફ સેંચ્યુરિ, રાજરપ્પા મંદિર, હઝારીબાગ લેક, કૈનરી હિલ્સ, પારસનાથ મંદિર અને તેલૈયા ડેમ જોઈ શકો છો.

કેવી રીતે પહોંચવું?

ફ્લાઇટ દ્વારા: તમને હજારીબાગ પહોંચવામાં કોઈ મુશ્કેલી નહીં પડે, તે ટ્રંસ્પોર્ટેશન દ્વારા સારી રીતે જોડાયેલ છે. જો તમે ફ્લાઇટ દ્વારા આવવા માંગો છો તો હજારીબાગથી નજીકનું એરપોર્ટ રાંચીમાં છે જે હઝારીબાગથી 100 કિલોમીટર દૂર છે. રાંચી એરપોર્ટ દેશના બાકીના ભાગો સાથે સારી રીતે જોડાયેલું છે.

ટ્રેન દ્વારા: જો તમે ટ્રેનમાં મુસાફરી કરવા માંગતા હો તો હઝારીબાગથી નજીકનું રેલ્વે સ્ટેશન કોડરમા જંકશન છે. કોડરમાથી હજારીબાગનું અંતર આશરે 59 કિલોમીટર છે.

રોડ દ્વારા: હઝારીબાગ રોડ દ્વારા પણ સારી રીતે જોડાયેલ છે. રાંચી થી હજારીબાગનુ અંતર 100 કિમી, પટના 250 કિમી. અને બોધ ગયા 117 કિમી છે. ઝારખંડ અને બિહાર સ્ટેટ ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન, પટણાથી રાંચી સુધી દિવસમાં બે વાર લક્ઝરી બસ ચલાવે છે જે હઝારીબાગ થઈને જાય છે.

2. ભાલુકપોંગ

Photo of જો તમે સાચા ટ્રાવેલર છો, તો તમારી બકેટ લિસ્ટમાં આ 7 ઓફબીટ જગ્યાઓ ઉમેરો! 3/13 by Romance_with_India
Credit : Wikimedia

અરુણાચલ પ્રદેશ એક ખૂબ જ સુંદર રાજ્ય છે જે ઉત્તર ભારત જેટલુ એક્સપ્લોર થયુ નથી. આ જ રાજ્યમાં કામેંગ જિલ્લામાં ભાલુકપોંગ નામનું સ્થળ છે. જ્યાં હરિયાળી અને પહાડોની સુંદરતા તમારુ મન મોહિ લેશે. જો તમે ભાલુકપોંગની મુલાકાત લો તો તમારે ઓર્કિડ રિસર્ચ સેન્ટર, બોમડિલા અને પખુઇ વાઈલ્ડલાઈફ સેંચ્યુરી જોવા જરુર જવુ જોઇએ.

કેવી રીતે પહોંચવું?

જો તમે ભાલુકપોંગ ફ્લાઇટ દ્વારા જવા માંગતા હોવ તો નજીકનું એરપોર્ટ તેજપુર છે. ભાલુકપોંગ થી તેજપુર 57 કિલોમીટર છે. આ સિવાય ગુવાહાટી અને જોરહાટ એરપોર્ટ પણ છે. જો તમે ટ્રેનમાં આવો છો તો નજીકનું રેલવે સ્ટેશન ગુવાહાટી છે. ભાલુકપોંગ ગુવાહાટીથી 215 કિલોમીટર દૂર છે. આ સિવાય ડિબ્રુગઢ રેલવે સ્ટેશનથી પણ ભાલુકપોંગ પહોંચી શકાય છે. ડિબ્રુગઢથી ભાલુકપોંગ 350 કિમી દૂર છે.

Photo of જો તમે સાચા ટ્રાવેલર છો, તો તમારી બકેટ લિસ્ટમાં આ 7 ઓફબીટ જગ્યાઓ ઉમેરો! 4/13 by Romance_with_India
Credit : Wikimedia

3. સથોડી વોટરફૉલ

Photo of જો તમે સાચા ટ્રાવેલર છો, તો તમારી બકેટ લિસ્ટમાં આ 7 ઓફબીટ જગ્યાઓ ઉમેરો! 5/13 by Romance_with_India
Credit : Wikimedia

કર્ણાટકના કન્નડ જિલ્લામાં ઘણા એવા ધોધ છે જેનું કોઈ નામ નથી. આવો જ એક નામ વગરનો બનેલો ધોધ છે, સથોડી ધોધ. સાથોડી ધોધ સિરસી નજીક આવેલો છે, જે યેલાપુરથી 32 કિલોમીટર દૂર છે. સથોડી ધોધની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય શિયાળાનો છે.

Photo of જો તમે સાચા ટ્રાવેલર છો, તો તમારી બકેટ લિસ્ટમાં આ 7 ઓફબીટ જગ્યાઓ ઉમેરો! 6/13 by Romance_with_India

કેવી રીતે પહોંચવું?

સથોડી વોટરફોલનું સૌથી નજીકનું એરપોર્ટ ડાબોલીમ છે અને નજીકનું રેલ્વે સ્ટેશન કુમતા છે. જો તમે માર્ગ દ્વારા આવો છો તો યેલાપુર પહોંચો. આ ધોધ યેલાપુરથી 32 કિમી દૂર છે. બેંગ્લોરથી યેલાપુરનું અંતર 535 કિલોમીટર, અને કુમતા થી 72 કિમી છે.

4. કલ્પા

Photo of જો તમે સાચા ટ્રાવેલર છો, તો તમારી બકેટ લિસ્ટમાં આ 7 ઓફબીટ જગ્યાઓ ઉમેરો! 7/13 by Romance_with_India
Credit : Flicker

હિમાચલ પ્રદેશમાં ઘણી એવી જગ્યાઓ છે જે સુંદર છે પરંતુ ઘણા લોકો તેમના વિશે જાણતા નથી. આવું જ એક નાનું શહેર કલ્પા છે. કલ્પા હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં સ્થિત છે. કલ્પા જાઓ તો ત્યા જોવા માટે રેકોંગ પીઓ, કોઠી, સાંગલા વેલી, રીબા, નાકો, તાબો, કાઝા અને કમ્બર જેવા સુંદર સ્થળો છે.

Photo of જો તમે સાચા ટ્રાવેલર છો, તો તમારી બકેટ લિસ્ટમાં આ 7 ઓફબીટ જગ્યાઓ ઉમેરો! 8/13 by Romance_with_India

કેવી રીતે પહોંચવું?

કલ્પા પરિવહન દ્વારા સારી રીતે જોડાયેલ છે. જો તમે ફ્લાઇટ દ્વારા જઇ રહ્યા છો તો નજીકનું એરપોર્ટ શિમલામાં છે. કલ્પા શિમલા એરપોર્ટથી 267 કિલોમીટર દૂર છે. અને નજીકનું રેલવે સ્ટેશન શિમલા જંકશન છે, જ્યાંથી કલ્પા 244 કિલોમીટર દૂર છે. તેમજ તમે માર્ગ દ્વારા પણ જઇ શકો છો. તમે પોવારીથી કલ્પા રુટ જઈ શકો છો. આ સિવાય મનાલી-રોહતાંગ પાસ-કુંઝમ પાસ-કાઝા રૂટ દ્વારા પણ કલ્પા પહોંચી શકાય છે. તમે શિમલા અને રામપુરથી, બસ અને ટેક્સી દ્વારા પણ કલ્પા જઈ શકો છો.

5. સાયલન્ટ વેલી નેશનલ પાર્ક

Photo of જો તમે સાચા ટ્રાવેલર છો, તો તમારી બકેટ લિસ્ટમાં આ 7 ઓફબીટ જગ્યાઓ ઉમેરો! 9/13 by Romance_with_India

કેરળ દેશના સૌથી સુંદર સ્થળોનો ખજાનો છે, જ્યાં જવુ દરેકનું સપનુ છે. સાયલન્ટ વેલી નેશનલ પાર્ક કેરળના પલક્કડ જિલ્લામાં આવેલું છે, જે નીલગિરિ પહાડો પર છે.

કેવી રીતે પહોંચવું?

Photo of જો તમે સાચા ટ્રાવેલર છો, તો તમારી બકેટ લિસ્ટમાં આ 7 ઓફબીટ જગ્યાઓ ઉમેરો! 10/13 by Romance_with_India
Credit : Keral Tourism

જો તમે અહીં ટ્રેન દ્વારા જવા માંગતા હો તો નજીકનું રેલ્વે સ્ટેશન પલક્કડ જંકશન છે જે સાયલેન્ટ વેલી નેશનલ પાર્કથી 80 કિલોમીટર દૂર છે. રેલવે સ્ટેશનથી તમે મન્નારકાડ અને મુક્કાલી થઈને પલક્કડ રેલ્વે સ્ટેશન પહોંચી શકો છો.

જો તમે ફ્લાઇટ દ્વારા અહીં આવવા માંગતા હો તો નજીકનું એરપોર્ટ તમિલનાડુનું કોઇમ્બતુર એરપોર્ટ છે. કોઇમ્બતુરથી પલક્કડનું અંતર 53 કિલોમીટર છે. એરપોર્ટથી તમે કાર, બસ અથવા ટેક્સી દ્વારા પલક્કડ પહોંચી શકો છો.

6. ભંડારદારા

Photo of જો તમે સાચા ટ્રાવેલર છો, તો તમારી બકેટ લિસ્ટમાં આ 7 ઓફબીટ જગ્યાઓ ઉમેરો! 11/13 by Romance_with_India

ભંડારદારા ભારતના પશ્ચિમ ઘાટ પર આવેલું એક સુંદર ગામ છે. જ્યાં તમે વિકેંડ પર જાઓ તો ખૂબ જ હળવાશ અનુભવશો. આ ગામ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં છે, જે મુંબઈથી લગભગ 185 કિમી દૂર છે.

કેવી રીતે પહોંચવું?

મુંબઈથી 185 KM ના અંતરે આવેલું આ ગામ પુણેથી પણ એટલા જ અંતરે છે. ભંડારદારા ટ્રેકર્સ માટે સ્વર્ગ ગણાય છે. મુંબઇથી તમે ઇગતપુરી થઇને કલસુબાઇની તળેટી, અને ત્યાંથી બાડી ગામ થઈ ભંડારદારા પહોંચશો. જો તમે પુણેથી આવો છો તો તમે સંગમનેરથી અહીં પહોંચી શકો છો. અહીં પહોંચવા માટે નજીકનું રેલવે સ્ટેશન ઇગતપુરી જંકશન છે.

7. મેચુકા

Photo of જો તમે સાચા ટ્રાવેલર છો, તો તમારી બકેટ લિસ્ટમાં આ 7 ઓફબીટ જગ્યાઓ ઉમેરો! 13/13 by Romance_with_India

ચીન અને ભારત વચ્ચેની સરહદ, મૈકમોહન લાઈનથી 29 કિમી દૂર એક વેલી છે, મેચુકા. મેચુકા અરુણાચલ પ્રદેશના સિયાગ જિલ્લામાં આવેલી છે.

કેવી રીતે પહોંચવું?

ફ્લાઇટ દ્વારા: મેચુકાથી નજીકનું એરપોર્ટ આસામના ડિબ્રુગઢનુ મોહનબાડી એરપોર્ટ છે. મોહનબાડી એરપોર્ટથી મેંચુકાનું અંતર આશરે 385 કિમી છે. એરપોર્ટથી તમે મેંચુકા પહોંચવા માટે ટેક્સી બુક કરી શકો છો.

ટ્રેન દ્વારા: જો તમે ટ્રેન દ્વારા મેચુકા આવવા માંગતા હો તો નજીકનું રેલ્વે સ્ટેશન છાપરી છે જે મેચુકાથી લગભગ 134 કિલોમીટર દૂર છે. તમે રેલવે સ્ટેશનથી ટેક્સી બુક કરીને મેચુકા પહોંચી શકો છો.

રોડ દ્વારા: મેચુકા રોડ દ્વારા સારી રીતે જોડાયેલ છે. તમે બસ અથવા ટેક્સી દ્વારા મેચુકા પહોંચી શકો છો. જો તમે તમારી પોતાની કાર દ્વારા જઇ રહ્યા છો તો એસયુવી મેચુકા પહોંચવાનો શ્રેષ્ઠ માર્ગ છે. રસ્તામાં ઘણા ઓછા પેટ્રોલ-પંપ છે, તેથી તમારે પેટ્રોલની ટાંકી ફુલ કરી જવું જોઈએ.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતી ને અનુસરો.

Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.