કોરોના કાળમાં આ વર્ષે કેવી રીતે ઉજવાશે દશેરા, કેવી છે ગુજરાત સહિત દેશના મોટા શહેરોની તૈયારી?

Tripoto

નવરાત્રીની જેમ રાજ્યમાં રાવણ દહનના કાર્યક્રમનું પણ આયોજન કરી શકાશે. ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ માહિતી આપી હતી. 400 લોકોની મર્યાદામાં કાર્યક્રમના આયોજન માટે પરવાનગી આપવામાં આવશે. જોકે હજુ સુધી રાજ્યમાં કોઇ મોટા આયોજનના સમાચાર નથી પરંતુ દેશમાં કેવી સ્થિતિ છે તે વિશે આવો જાણીએ.

Photo of કોરોના કાળમાં આ વર્ષે કેવી રીતે ઉજવાશે દશેરા, કેવી છે ગુજરાત સહિત દેશના મોટા શહેરોની તૈયારી? 1/2 by Paurav Joshi

Madhya Pradesh: રાવણ દહન માટે કલેક્ટર પાસેથી લેવી પડશે પરમિશન

શરુઆત આપણે દેશનું દિલ એટલે કે મધ્ય પ્રદેશથી કરીએ. મધ્ય પ્રદેશમાં શાસન તરફથી દશેરાના લઇને કેટલાક દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. જે હેઠળ રાવણ દહન પૂર્વે યોજાતા શ્રી રામના ચલ સમારોહ માટે પણ આયોજન સમિતિએ જિલ્લા કલેક્ટર પાસેથી પહેલેથી અનુમતિ લેવી પડશે. આ પરવાનગી ખુલ્લા મેદાન, ફેસ માસ્કનો ઉપયોગ અને સોશ્યલ ડિસ્ટન્સિંગની શરતો પર જ આપવામાં આવશે.

એટલે સ્પષ્ટ છે કે મધ્ય પ્રદેશમાં દશેરાના દિવસે તો રાવણ દહન કરવામાં આવશે પરંતુ ત્યાંના મેદાનની ક્ષમતાના 50 ટકા લોકો જ જઇ શકશે. રાવણની ઊંચાઇને લઇને સરકાર તરફથી કોઇ ગાઇડલાઇન નથી.

Rajasthan: રાવણ દહન પર રહશે પાબંદી

દશેરાની વાત કરીએ તો રાજસ્થાનમાં રાવણ દહન પર પ્રતિબંધ યથાવત રહેશે. સરકારનું કહેવું છે કે ફટાકડા પર પ્રતિબંધના કારણે રાવણ દહન નહીં થાય. આ સિવાય પુષ્કર મેળાને પણ લીલીઝંડી મળી ગઇ છે. રાજસ્થાન સરકારે પશુ મેળાની પણ મંજૂરી આપી છે. જો કે કહેવામાં આવ્યું છે કે આ મેળાનું આયોજન કોરોના પ્રોટોકૉલ હેઠળ જ થશે.

Kota: પ્રતીકાત્મક રાવણ દહન થશે

કોટાનો દશેરાનો મેળો ઘણો જ પ્રસિદ્ધ છે. પરંતુ આ વખતે નગર નિગમ તરફથી કોટામાં પ્રતીકાત્મક રાવણ દહન કરવામાં આવશે. આ વખતે રાવણનું પુતળુ 20 થી 25 ફૂટનું જ બનાવાશે. હંમેશા આ 100 ફૂટ જેટલું બનાવવામાં આવે છે. આ વખતે કોટામાં ગણતરીના લોકોની ઉપસ્થિતિમાં જ રાવણ દહન થશે.

Photo of કોરોના કાળમાં આ વર્ષે કેવી રીતે ઉજવાશે દશેરા, કેવી છે ગુજરાત સહિત દેશના મોટા શહેરોની તૈયારી? 2/2 by Paurav Joshi
મૈસુરમાં દશેરાની ઉજવણી 

Mumbai: હજુ સુધી કોઇ ગાઇડલાઇન જાહેર નથી થઇ

મુંબઇ શહેરમાં રાવણ દહનને લઇને અત્યારે બીએમસી તરફથી કોઇ ગાઇડલાઇન જાહેર કરવામાં નથી આવી.

Bastar: જાણીતા દશેરા માટે પણ ગાઇડલાઇન જાહેર

બસ્તરમાં રાવણ દહન નથી કરવામાં આવતું. જેથી બસ્તર દશેરા પર્વમાં ચાલતી રથ પરિક્રમા, નિશા જાત્રા, ભીતર રેની, બાહર રેની, માવલી પરઘાવ અને મુરિયા દરબાર જેવી મુખ્ય રિતરસમમાં સીમિત લોકોના સામેલ થવાની અનુમતિ આપવામાં આવી છે. પરંતુ બસ્તરનો મુખ્ય તહેવાર હોવાથી લોકો તહેવારને મનાવવા ઉમટી રહ્યા છે.

Kullu: 50 વર્ષો પછી જુના સ્વરુપમાં નજરે પડશે દશેરા

આંતરરાષ્ટ્રીય કુલ્લુ દશેરા ઉત્સવ આ વખતે અંદાજે 50 વર્ષ જુના સ્વરુપે જોવા મળશે. આ વખતે દશેરા ઉત્સવમાં ન તો વ્યાપારિક પ્રવૃતિઓ થશે અને ન તો સાંસ્કૃતિક કાર્યક્રમ. કેવળ દેવી-દેવતા અને તેમના રથ જ ઢાલપુર મેદાનની શોભા વધારશે. કોરોનાના પ્રતિબંધોને પગલે પ્રશાસને આ વખતે વ્યાવસાયિક પ્રવૃતિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમ વગર મેળાનું આયોજન કરવાનું નક્કી કર્યું છે.

બહારના રાજ્યોમાંથી આવનારા લોકો માટે વેક્સીનેશનનું પ્રમાણપત્ર તેમજ આરટીપીસીઆરનો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે.

Lucknow: ઓનલાઇન આયોજનની તૈયારી

લખનઉમાં છેલ્લા 400 વર્ષોથી દશેરાનો તહેવાર એશબાગમાં મનાવવામાં આવે છે. જો કે કોરોનાના કારણે આ વખતે જે મંચ છે તે ઓનલાઇન આયોજિત કરવામાં આવી રહ્યો છે. સાથે જ કાર્યક્રમના આયોજક રામલીલા યૂટ્યુબ ફેસબુક અને તેમની વેબસાઇટ પર જ જોવા મળી રહી છે.

આ વખતે દશેરાની તૈયારી છે તેમાં 80 ફૂટનો રાવણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે છેલ્લા ચાર દશકથી રાવણ બનાવી રહેલા રાજુ ફકીરા રાવણ તૈયાર કરે છે. જો કે આ વખતે કોવિડ-19 ગાઇડલાઇન હોવાના કારણે માત્ર રાવણ જ બનાવાશે અને બે અન્ય પુતળા મેઘનાદ અને કુંભકર્ણ નહીં બનાવાય.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો