આપણામાંથી ઘણા એવા શોખીન લોકો હશે જે ફિલ્મ જોઈને ક્યાં ફરવા જવું તે નક્કી કરે છે. હું તો હંમેશા ફિલ્મોમાં અભિનેતાને છોડીને ક્યાં લોકેશન પર શૂટ થયું છે એ જ જોઉં છું..

મેં હંમેશા મનાલીને એક વ્યાવસાયિક પ્રવાસન સ્થળ માન્યું છે, અને આવી જગ્યાઓથી હંમેશા દૂર રહું છું. મેં નારકંડા, સ્પીતી, સરાહન અને હિમાચલના ઘણા આંતરિક સ્થળોમાં ભ્રમણ કર્યું છે પરંતુ મનાલી મેં હંમેશા ટાળ્યું છે કારણકે ત્યાં વધારે પ્રવાસીઓ જાય છે અને મને ભીડ પસંદ નથી.
પરંતુ 'જબ વી મેટ' જોયા પછી મને પહેલી વાર મનાલી જવાનું મન થયું. આપણા જીવનમાં ફિલ્મોના પ્રભાવને કોણ નકારી શકે? ફેશન હોય, કાર હોય કે પછી સુંદર જગ્યા પર શૂટિંગ, દર વખતે ફિલ્મ આપણને પ્રભાવિત કરે છે.
પહેલા 'દિલ ચાહતા હે' એ ગોવા ફેરવ્યું, 'જબ વી મેટ'ને લીધે મેં મનાલી જોયું અને પછી 'જિંદગી ના મિલેગી દોબારા' એ એડવેન્ચર્સ માટે પ્રેરિત કર્યું. પછી 'કવીન' એ એકલા મુસાફરી કરવા હિંમત આપી, યશ જોહરની ફિલ્મોએ તો પહેલા જ યુરોપના સપના દેખાડયા હતા. પરંતુ મારુ મનાલી જવાનું મુખ્ય કારણ 'જબ વી મેટ' ફિલ્મમાં મનાલીને એવા ઢંગથી દેખાડયું કે મેં બુકીંગ કરી લીધું.
ખાસ તો મારે રોહતાંગ જોવું હતું એટલે મારા ઇંગ્લેન્ડથી પાછા ફર્યા બાદ મેં ભારત ટ્રાવેલ એજન્સી દ્વારા એક ટ્રીપ બુક કરી. પણ આ ટ્રાવેલ એજન્ટ એટલું ખરાબ હતું કે મારી આખી ટ્રીપ બેકાર થઈ ગઈ અને મને સમજાઈ ગયું કે મનાલી જે મેં પહેલા વિચાર્યું હતું એવું જ એક વ્યાવસાયિક સ્થળ છે.





એજંટે અમને એકદમ થર્ડ કલાસ હોટેલ આપી, અને રોહતાંગ પાસની ફી લઈ લેવા છતાં પણ અમારી યાત્રા રદ કરી દીધી અને છેલ્લે મારે બુકીંગ હોવા છતાં પણ બધું જાતે પ્લાન કરવું પડયું. આ ટ્રીપ પોતાની જાતે સહેલાઈથી પ્લાન કરી શકાય છે અને એ પણ બજેટ માં. પહેલા દિવસના ખરાબ અનુભવને લીધે પછીના દિવસે મેં જાતે જ ટ્રીપ કરવાનું નક્કી કર્યું અને ટેકસી સ્ટેન્ડ થી ખુબ જ સહેલાઈથી રોહતાંગ પાસની પરમીટ હોલ્ડર ટેકસી મળી ગઈ.
જો કે મને કોઈ રિફંડ ન મળ્યું પણ એ સમજાઈ ગયું કે મનાલી જવા માટે ક્યારેય પણ ટ્રાવેલ એજન્ટ બુક ન કરવું જોઈએ , હું હંમેશા જાતે જ બધો કાર્યક્રમ બનાવું છું પણ મારા મધર પણ જવાના હતા તો મેં વિચાર્યું કે ટ્રાવેલ એજન્ટથી બુક કરવું વધારે અનુકૂળ રહેશે .
દરેક યાત્રાની એક શીખ હોય છે અને મેં મારી શીખ લઈ લીધી કે ફિલ્મોમાં જેટલું સાફ અને સુંદર દેખાડે છે તે જગ્યા એકદમ જ અલગ હોય છે.





બરફની સફેદ દીવાલો કાળી હતી , આખું રોહતાંગ પ્રવાસીઓથી ભરેલું હતું , પણ એ ભીડમાં પણ ક્યાંક ને ક્યાંક થી મેં 'જબ વી મેટ' વાળા મનાલીની ઝલક લઈ લીધી .આટલી ભીડ હોવા છતાં આ જગ્યાની સુંદરતા અકબંધ રહેવી કોઈ ચમત્કારથી ઓછું નથી. ભીડની ચિંતા છોડીને મેં પણ બરફનો ખુબ આનંદ માંણ્યો. કેટલાક સારા દ્રશ્યો મેં મારા કેમેરામાં લીધા.

ભારતમાં સુંદર અને રમણીક સ્થળોની કમી નથી પણ તે આપણા પર આધાર રાખે છે કે આ સ્થળોને કેવી રીતે સાફ અને સુંદર રાખીએ.
વિદેશમાં સામાન્ય જગ્યા પર પણ લોકો પોતાની જવાબદારી નિભાવે છે , આપણા દેશમાં પણ ઘણી જગ્યાઓ સુંદર છે, કમી છે તો આપણી શિસ્તની અને તે જગ્યાઓનું સમ્માન કરવાની.




યાત્રા જરૂર કરો પણ પોતાના જોશમાં તે જગ્યાઓને પ્રદુષિત ન કરો કે જેથી આવતી પેઢીને પણ ભારતની પ્રાકૃતિક સંપત્તિનો લાભ લઈ શકે ને પ્રવાસનો અનુભવ કરવા તેમને દેશની બહાર જવાની જરૂર ન રહે .
શુભ યાત્રા !
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
























