રણોત્સવ છોડો, ભારતના એકમાત્ર જલોત્સવમાં ભાગ લો! તમામ વિગતો અહીં જાણો

Tripoto

ગુજરાતના રણોત્સવ વિષે તો સૌ જાણે જ છે, પણ શું તમે ક્યારેય જલોત્સવ વિષે સાંભળ્યું છે?

Photo of રણોત્સવ છોડો, ભારતના એકમાત્ર જલોત્સવમાં ભાગ લો! તમામ વિગતો અહીં જાણો 1/5 by Jhelum Kaushal

હા, આવો પણ એક ઉત્સવ છે જે મધ્ય પ્રદેશમાં નર્મદા નદીને સમર્પિત છે. ખંડવાથી 50 અને ઇન્દોરથી 150 કિમી દૂર આવેલા હનુવંતિયા ટાપુ પર મધ્ય પ્રદેશ ટુરિઝમ દ્વારા તેનું આયોજન થાય છે અને આ પ્રકારનો ભારતનો એકમાત્ર ઉત્સવ છે. ચાલો, વિગતે જાણીએ..

Photo of રણોત્સવ છોડો, ભારતના એકમાત્ર જલોત્સવમાં ભાગ લો! તમામ વિગતો અહીં જાણો 2/5 by Jhelum Kaushal

ક્યાં રોકાવું?

મધ્ય પ્રદેશ ટુરિઝમનું હનુવંતિયા રિસોર્ટ રોકાણ માટે શ્રેષ્ઠ છે. અહીંના રૂમ્સમાંથી નર્મદા નદીનો ઉત્કૃષ્ટ નજારો જોવા મળે છે. અહીં કોટેજ અને ટેન્ટ એમ બે પ્રકારે રૂમ્સ ઉપલબ્ધ છે. અમે કોટેજમાં રોકાવાનું પસંદ કર્યું હતું કારણકે અહીંથી વધુ સારા કુદરતી દ્રશ્યો જોવા મળતા હતા. હું સૌ કોઈને કોટેજમાં રહેવા રેકમેન્ડ કરું છું. આ એક લક્ઝુરિયસ અનુભવ છે.

Photo of રણોત્સવ છોડો, ભારતના એકમાત્ર જલોત્સવમાં ભાગ લો! તમામ વિગતો અહીં જાણો 3/5 by Jhelum Kaushal

શું કરવું?

આ જલોત્સવમાં અહીં આવનારા માટે પેરામોટરિંગ, બનાના રાઈડ, ક્રૂઝ શીપ રાઈડ અને જેટ સ્કી જેવી એક્ટિવિટીઝ ઉપલબ્ધ છે. તે સિવાય નાઈટ કેમ્પિંગ અને બોનફાયર જેવી પ્રવૃત્તિઓ પણ થાય છે. જલોત્સવમાં કલ્ચરલ પ્રોગ્રામ પણ થાય છે જે ખાસ માણવા લાયક છે.

Photo of રણોત્સવ છોડો, ભારતના એકમાત્ર જલોત્સવમાં ભાગ લો! તમામ વિગતો અહીં જાણો 4/5 by Jhelum Kaushal

તે ઉપરાંત અહીંથી 40 કિમી દૂર ઇન્દિરા સાગર ડેમ પણ જોવા જેવો છે.

કેવી રીતે પહોંચવું?

ફ્લાઇટ: સૌથી નજીક 150 કિમી અંતરે આવેલું ઇન્દોર એરપોર્ટ.

વાહનમાર્ગ: ખંડવાથી 50 અને ઇન્દોરથી 150 કિમીથી ટેક્સી મળી રહે છે.

રેલમાર્ગ: સૌથી નજીક 50 કિમી અંતરે આવેલું ખંડવા સ્ટેશન

Photo of રણોત્સવ છોડો, ભારતના એકમાત્ર જલોત્સવમાં ભાગ લો! તમામ વિગતો અહીં જાણો 5/5 by Jhelum Kaushal

ખર્ચો:

અહીં રોકાણ માટે એક રાતના 4500 રૂ થાય છે જેમાં બ્રેકફાસ્ટ સામેલ છે. આ હોટેલમાં કોવિડ નોર્મસનું સંપૂર્ણ પાલન કરવામાં આવે છે. તેનું ઓનલાઈન બૂકિંગ તેની ઓફિશિયલ વેબસાઇટ પરથી કરી શકાય છે.

જલોત્સવની મુલાકાત માટે કોઈ જ ફી નથી.

ક્યારે જવું?

ડિસેમ્બરથી ફેબ્રુઆરી અહીંની મુલાકાત માટે શ્રેષ્ઠ સમય છે.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ