મળો ગૂગલની નોકરી છોડીને ભારતનાં 14 રાજ્યોમાં 93 સરોવર સાફ કરનાર હીરોને!

Tripoto
Photo of મળો ગૂગલની નોકરી છોડીને ભારતનાં 14 રાજ્યોમાં 93 સરોવર સાફ કરનાર હીરોને! 1/1 by Jhelum Kaushal

છેલ્લી વાર તમે કૂડા-કચરાની શોધમાં ક્યારે નીકળ્યા હતા? અટપટી વાત લાગી ને? તો મળો અરુણ કૃષ્ણમૂર્તિને જે ગૂગલમાં નોકરી કરતાં કરતાં પુષ્કળ પૈસા કમાઈને બહુ આરામદાયક જીવન જીવી રહ્યો હતો. એક વખત તેણે નહેરમાં કચરો જોયો અને નક્કી કર્યું કે આનું કશુંક નિરાકરણ કરવું જોઈએ.

આ વિચાર બાદ ચેન્નાઈના અરુણ કૃષ્ણમૂર્તિએ ગૂગલની નોકરી છોડી દીધી અને પોતાનું જીવન પર્યાવરણને સમર્પિત કરી દીધું. અત્યાર સુધીમાં તેણે દેશના 14 રાજ્યોમાં આવેલા 93 જેટલા સરોવરો કે નહેરની સફાઇ કરી છે.

Photo of Chennai, Tamil Nadu, India by Jhelum Kaushal

એક માણસે શરુ કરેલી સફરમાં પર્યાવરણપ્રેમીઓ જોડાતા ગયા અને આજે તે સંસ્થા એન્વાયર્મેન્ટલિસ્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નામે જાણીતી છે. આ એક નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે જેણે વર્ષ 2007થી માંડીને અત્યાર સુધીને કેટલાય સરોવરોની સ્વચ્છતાનું ભગીરથ કાર્ય કર્યું છે.

પાણીમાં ગંદકીના પ્રશ્ન માટે કૃષ્ણમૂર્તિ હંમેશા બહુ જ સચેત અને ગંભીર હતા. કદાચ એટલે જ આ કામ માટે તેઓ પોતાની નોકરી પણ બહુ સહજતાથી છોડી શક્યા. ચેન્નાઈમાં જ્યારે તેમણે આ કામની શરૂઆત કરી ત્યારે તેમને ઘણી ગ્રામ પંચાયતો તેમજ નગરપાલિકાએ પણ સહકાર આપ્યો. આમ પણ આ સંસ્થા ઘણી જગ્યાએ કામ કરે છે પણ તેમને જરૂરી ફંડિંગ નથી મળતું. સ્થાનિક સરકારનો સહકાર એ તેમના માટે સૌથી મોટી મૂડી છે. ઘણા લોકોએ સામેથી જ આ સંસ્થાના સ્વયંસેવક બનવાનું પસંદ કર્યું છે. બાળકોથી લઈને વૃધ્ધ પર્યાવરણપ્રેમીઓ આ ઝુંબેશમાં નિઃસ્વાર્થ જોડાયા છે.

કચરો, જંગલી ઘાસની સફાઇ તેમજ બંધને વ્યવસ્થિત રાખવામાં આ સંસ્થાએ ઘણું કામ કર્યું છે. ચેન્નાઈમાં એગાતુર નહાર, કિનાથૂકદાવું નહેર તેમજ અન્ય અનેક જળાશયો તેમના કામના જીવંત ઉદાહરણો છે.

તેઓ 'cyclakes’ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા સાઇકલ પર બાળકોને ગાંડાઓનો પ્રવાસ કરાવે છે અને પર્યાવરણની સમજણ આપીને તેની રક્ષા કરવા પ્રેરણા આપે છે. મુરગપ્પા ગ્રુપ, શ્રીરામ ગ્રુપ વગેરે જેવી કેટલીક કંપનીઓએ પણ આ સંસ્થાને તેના સત્કાર્યમાં સાથ આપ્યો છે.

Photo of મળો ગૂગલની નોકરી છોડીને ભારતનાં 14 રાજ્યોમાં 93 સરોવર સાફ કરનાર હીરોને! by Jhelum Kaushal

2012 માં આ માટે કૃષ્ણમૂર્તિને રોલેક્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો જે સમાજમાં કોઈ બદલાવ માટે કામ કરતાં વ્યક્તિને આપવામાં આવે છે.

ચેન્નાઈ, મુંબઈ, કલકત્તા, દિલ્હી, પૂણે, હૈદરાબાદ, કોઇમ્બતુર, પૂડુચેરી, તિરુવાનંઠપુરમ વગેરે જેવા શહેરોમાં તેમના કાર્યોને કારણે ઘણું જ પરિવર્તન દેખાઈ રહ્યું છે અને વધુને વધુ લોકો જાગૃત બનીને આ સંસ્થા સાથે જોડાઈ રહ્યા છે. હાલમાં વિજયવાડા અને મૈસુરમાં 39 પ્રોજેક્ટ્સ પર સંસ્થા કાર્યરત છે અને બહુ જ જલ્દી કન્યાકુમારીમાં પણ કામ કરશે.

.

આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ