
IRCTC E-Catering Service: ટ્રેનથી મુસાફરી કરવા દરમિયાન ઘણાં લોકો IRCTCની કેટરિંગ સર્વિસ (IRCTC E-Catering Service) નો ઉપયોગ કરે છે. પરંતુ ઘણીવાર જાણકારીના અભાવમાં પેસેન્જર કોઇ અનઓથોરાઇઝ્ડ વેન્ડરને પણ ઓર્ડર કરી દે છે. એવામાં ખાવાની ગુણવત્તા અને સેફ્ટી બન્નેને જોઇને જોખમ ઉઠાવવું જરુરી છે. એટલું જ નહીં પૈસા પણ બેકાર ખર્ચ થઇ જાય છે. એવામાં પેસેન્જર્સની જાણકારી માટે ભારતીય રેલવે ખાણીપીણી અને પર્યટન નિગમ એટલે કે IRCTCએ ઓથોરાઇઝ્ડ વેન્ડર્સ (IRCTC E-Catering authorised vendors)નું આખુ લિસ્ટ જાહેર કરી દીધું છે, જે IRCTCના કેટરિંગ સાથે જોડાયેલું છે. પેસેન્જર્સ આ વેન્ડર્સ પાસેથી ખાવાનું ઓનલાઇન બુકિંગ કરાવી શકે છે.

IRCTC ઇ-કેટરિંગના ઓથોરાઇઝ્ડ વેન્ડર
Comesum
OLF stores
RailYatri
RailRestro
Relfood
Railrecipe
Spicywagon
Yatri Bhojan
Zoop
કોવિડના કારણે બંધ છે ટ્રેનોમાં નિયમિત ખાણી-પીણી સર્વિસ
કોવિડ-19 મહામારીના પગલે અંદાજે 18 મહિને દેશભરમાં બન્ને ટ્રેનોમાં નિયમિત ખાણી-પાણી સર્વિસને બંધ કરી દેવામાં આવી હતી. જો કે પછીથી સરકારે ટ્રેનોમાં ઑનલાઇન ફૂડ બુકિંગની પરમિશન આપી હતી. નિયમિત ખાણી-પીણી સર્વિસ પર પ્રતિબંધના પગલે લાખો પેસેન્જર્સ માટે સફર દરમિયાન ખાવા માટે ઑનલાઇન ઓર્ડર https://www.ecatering.irctc.co.in/ વેબસાઇટ પર પણ વિઝિટ કરી શકે છે.

ગ્રુપ ઓર્ડર પણ આપવાનો ઓપ્શન
IRCTC ની ઇ કેટરિંગ સર્વિસ પોર્ટલ પર તમે ઇચ્છો તો ગ્રુપ ઓર્ડર (15 લોકોનું ખાવાનું) પણ આપી શકો છો. આ રીતે ઑર્ડર પર ખાવાનો ખર્ચો પણ ઓછો આવે છે. આ બુકિંગ માટે તમારે તમારો પીએનઆર નંબર નાંખવાનો હોય છે અને પસંદગીના વેન્ડરને ઑર્ડર પ્લેસ કરવાનો હોય છે. તમે ઑનલાઇન પેમેન્ટ પણ કરી શકો છો કે કેશ ડિલીવરી પણ કરી શકો છો. ખાવાનું તમારી સીટ પર પહોંચી જશે.


























