મશરુમ સિટી: હિમાચલનું સોલન

Tripoto
Photo of મશરુમ સિટી: હિમાચલનું સોલન by Romance_with_India

જો તમે શાંતિપૂર્ણ સ્થળ સાથે પહાડોની સફરનો પણ અનુભવ કરવા માંગતા હોવ તો હિમાચલમાં આવેલ સોલન એક શ્રેષ્ઠ સ્થળ છે.

સોલન હિમાલયની પહાડીઓમાં આવેલું એક ખૂબ જ સુંદર શહેર છે. હિન્દુ દેવી શૂલની દેવીના નામ પર, સોલનને 'ભારતના મશરૂમ સિટી' અને 'સિટી ઑફ રેડ ગોલ્ડ' તરીકે નામાંકિત કરવામા આવ્યુ છે, જે ખરેખર એક રસપ્રદ વાત છે! સોલન સૌપ્રથમ કેન્ટોનમેન્ટ ટાઉન તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું અને હજુ પણ તેની સ્થાપત્ય વિશેષતાઓમાં વસાહતી વશીકરણને જાળવી રાખે છે.

સોલન બારેમાસ સારા હવામાન સાથે હિમાચલનો ખૂબ જ સુંદર પર્વતીય પ્રદેશ છે. સોલન જિલ્લો ત્રણ મહત્વની નદીઓ સતલુજ, યમુના અને ગાગરના કેચમેન્ટ વિસ્તારોથી આચ્છાદિત છે. એડવેંચરના શોખિન માટે સોલન નજીકના પર્વતો રસપ્રદ ટ્રેકિંગની શક્યતાઓ પ્રદાન કરે છે. જો તમે પણ ક્યાંક ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો તમારે હિમાચલના આ જહાજની મુલાકાત લેવાની યોજના જરુર બનાવવી જોઈએ. ચાલો જાણીએ સોલનમાં ફરવા માટેના કેટલાક સ્થળો વિશે.

Photo of મશરુમ સિટી: હિમાચલનું સોલન by Romance_with_India

બોન મોનેસ્ટ્રી - :

સોલનમાં સ્થિત બોન મોનેસ્ટ્રી એ વિશ્વનો બીજો સૌથી જૂનો બોન મઠ છે. આ મોનેસ્ટ્રી, આ પ્રદેશના બૌદ્ધો તેમજ શહેરની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. બોન મોનેસ્ટ્રી પર તમારે તમારા પરિવાર સાથે મુલાકાત લેવી જોઈએ. આશ્રમનું સ્થાપત્ય અત્યંત આકર્ષક છે જે તેની સુંદર કારીગરીથી ચોક્કસ તમને પ્રભાવિત કરશે. બોન મોનેસ્ટ્રી, એક ધાર્મિક સ્થળ હોવા ઉપરાંત, સોલનના શ્રેષ્ઠ પર્યટન સ્થળોમાંનું એક છે. સોલન સિટી સેન્ટરથી 12 કિમીના અંતરે આવેલું, બોન મોનેસ્ટ્રી તિબેટીયન સંસ્કૃતિનો અનુભવ કરવા માંગતા લોકો માટે આ પ્રદેશનું મુખ્ય પ્રવાસી આકર્ષણ છે. બૌદ્ધ ધર્મ સાથે ભેળસેળમાં રહેલો, બોન સમુદાય એક આધ્યાત્મિક સમાજ છે જે બૌદ્ધ ચળવળ કરતાં જૂનો છે.

મુલાકાતનો સમય: સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી

Photo of મશરુમ સિટી: હિમાચલનું સોલન by Romance_with_India

ક્રાઇસ્ટ ચર્ચ - :

સોલન જિલ્લાના સૌથી વધુ પ્રચકિત આઈકોનમાંનું એક, ક્રાઈસ્ટ ચર્ચ કસૌલીના મોહક પહાડી નગરમાં આવેલું છે. આર્કિટેક્ચર પ્રેમીઓ અક્સર આ મનોહર ચર્ચમા જોવા મળે છે, જેની સ્થાપના લગભગ 180 વર્ષ પહેલાં કુસુલી વસાહતની સ્થાપના કરનાર બ્રિટિશ પરિવાર દ્વારા કરવામાં આવી હતી. ક્રાઇસ્ટ ચર્ચ, તમામ કટ્ટરપંથીઓ, ઈશ્વર પ્રેમીઓ અને અનુભવ શોધનારાઓ માટે ઉત્તમ સ્થળ છે. તમે શિમલા અથવા નજીકના કોઈપણ વિસ્તારમાં હો તો આ સ્થળની મુલાકાત અવશ્ય લો. આ જગ્યા મુખ્યત્વે સોલનમાં નહીં પરંતુ કસૌલીના મોલ રોડ પર આવેલી છે. કસૌલી બસ સ્ટેન્ડ નજીકમાં છે અને અહીંથી મુસાફરી કરવી એક્દમ સરળ છે. વધુમા રેલ્વે સ્ટેશન પણ આ સ્થળની નજીક છે. આ ચર્ચ હિમાચલ પ્રદેશના સૌથી જૂના ચર્ચોમાંનું એક છે, જેનું નિર્માણ 1853માં થયું હતું. પરંતુ આ ચર્ચ હંમેશા જાણે નવુ જ બનેલું હોય તેમ લાગે છે. ચર્ચમાં એક સુંદર ક્લોક ટાવર પણ છે, જેના પર લોકો ઘણા બધા ફોટા ક્લિક કરે છે.

સમય: સવારે 7 થી સાંજે 7

Photo of મશરુમ સિટી: હિમાચલનું સોલન by Romance_with_India

શૂલિની માતા મંદિર-:

આ હિંદુ મંદિર સોલનના સૌથી આદરણીય સ્થળોમાંનું એક છે, જેના નામ પરથી જ સોલનનુ નામકરણ થયુ છે. આ પ્રદેશનું સૌથી પવિત્ર મંદિર હોવાને કારણે અહિ મોટી સંખ્યામાં ભક્તો આવે છે, અને એક પ્રતિષ્ઠિત સ્થળ હોવાને કારણે પ્રવાસીઓમાં પણ ખૂબ લોકપ્રિય છે. એક યાદગાર અનુભવ માટે જૂન મહિનામાં મુલાકાત લો જ્યારે અહીં વાર્ષિક ઉત્સવ યોજાય છે.

સમય: સવારે 7 થી સાંજે 6

Photo of મશરુમ સિટી: હિમાચલનું સોલન by Romance_with_India

કાલકા શિમલા ટોય ટ્રેન - :

સોલન અને શિમલાના સદાબહાર દૃશ્યોનો આનંદ માણવાની એક અનોખી રીત છે, ટોય ટ્રેન; કે જે કાલકાથી શિમલા સુધી ચાલે છે. એક સદી કરતા પણ વધુ સમય પહેલા બ્રિટિશરો દ્વારા બનાવવામાં આવેલ આ ટ્રેન 107 ટનલ અને 864 પુલના અદ્ભુત ક્રમમાંથી પસાર થાય છે, જે પ્રવાસીઓને યાદગાર ટ્રેનની સવારી આપવા માટે પહાડોમાથી પસાર થાય છે. સોલન જતા લોકો કુમારહટ્ટી, બરોગ, સોલન અથવા સાલોગરા સ્ટેશનોથી ટ્રેનમાં બેસી શકે છે. રેલવે પાસે કાલકાથી 7 અલગ-અલગ ટ્રેનો દોડે છે જે સવારે 4 વાગ્યે શરૂ થાય છે અને બપોરે 12:30 વાગ્યા સુધી ચાલે છે.

Photo of મશરુમ સિટી: હિમાચલનું સોલન by Romance_with_India

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતી ને અનુસરો.

Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.

Further Reads