પાંગી વેલી હિમાચલ પ્રદેશના સુંદર પર્યટન સ્થળોમાંથી એક છે. કુદરતની અસિમ સુંદરતાનું શ્રેષ્ઠ વર્ણન પાંગી વેલીમાં જોવા મળે છે. આ હિલ સ્ટેશન લીલાછમ વૃક્ષો, ઘણા મનોહર દૃશ્યો અને સુંદર પહાડોથી સુશોભિત છે. આ સ્થળ પ્રકૃતિની નજીક સમય પસાર કરવા માટે એક અસાધારણ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું છે. અહીંનું સુંદર અને શાંત વાતાવરણ પ્રવાસીઓને આકર્ષે છે.
પાંગી વેલી એ ચંબા જિલ્લામાં સ્થિત એક આદિવાસી વિસ્તાર છે, જ્યાં તમે વિવિધ સંસ્કૃતિઓ વિશે જાણવાનો મોકો મળે છે. આ ખીણ બરફથી ઢંકાયેલા પહાડો અને ઉબડખાબડ રસ્તાઓથી ઘેરાયેલી છે, જે લોકો ટ્રેકિંગને પસંદ કરે છે તેઓ અહીં એક સારા ટ્રેક અને એડવેન્ચરનો આનંદ માણી શકે છે.
આ પણ વાંચો: મનાલી છોડો અને હિમાચલ પ્રદેશના આ અદ્રશ્ય ગામની મુલાકાત લો
શા માટે પાંગી વેલીની મુલાકાત લેવી જોઈયે
મનોહર દ્રશ્યો, બરફથી ઢંકાયેલા પહાડો અને કુદરતી સૌંદર્યની વચ્ચે આ વેલીમાં ટ્રેકિંગ અને એડવેંચરનો પુરેપુરો આનંદ માણી શકાય છે. અહિ લોકો માટે એક સક્રિય થિયેટર પણ છે, જેમાં સાહિત્ય અને અહિની સંસ્કૃતિ બતાવવામાં આવે છે. આ સાથે અહીં પ્રકાશિત થતું માસિક મેગેઝિન ટુબરી છે જે પંગવાલી લિપિમાં પ્રકાશિત થાય છે, તેમજ સ્થાનિક ભાષામાં કેટલાક પુસ્તકો પણ પ્રકાશિત થાય છે, જેમાંથી બ્યુ પાયર અને ફાધર કી લવ કી લવ સ્ટોરીઝ મુખ્ય છે. આ બધા દ્વારા તમે આ પ્રદેશની મહાન સંસ્કૃતિથી પરિચિત થઈ શકો છો. આ સિવાય તમે અહીં ટ્રેકિંગ અને કેમ્પિંગ જેવી પ્રવૃત્તિઓનો આનંદ પણ લઈ શકો છો.
પાંગી વેલીના મુખ્ય પ્રવાસન સ્થળો
કમરુ કિલ્લો - ડાંગી વેલીના કિનારે આવેલો આ કિલ્લો તેના ઉત્કૃષ્ટ સ્થાપત્ય માટે જાણીતો છે. તેની આસપાસનું સુંદર અને શાંત વાતાવરણ પ્રવાસીઓને આકર્ષે છે.
શૌર - આ એક બર્ફીલા ઠંડી નદી પર તરતો પુલ છે. આ બ્રિજ પર ચઢીને તમે આ બર્ફીલી ઠંડી નદીનો આનંદ માણી શકો છો. આ સિવાય ફોટો પ્રેમીઓ માટે આ એક શ્રેષ્ઠ સ્થળ તરીકે જાણીતું છે.
મંઢલ બસન દેવી મંદિર- આ એક સુંદર મંદિર છે જે મિંધલ દેવીને સમર્પિત છે. તમે જ્યારે પણ પાંગી વેલીની મુલાકાત લો ત્યારે અહિ જવાનુ ભુલશો નહિ.
કિલાડ- ચિનાબ નદીની નજીક એક સાંકડા માર્ગ પર આવેલું આ એક સુંદર સ્થળ છે, જે તેના અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય અને મનોહર દૃશ્યો માટે જાણીતું છે.
16 કારણો જે સાબિત કરે છે કે હિમાચલ પ્રદેશ ભારતનું સૌથી સુંદર સ્થળ છે!
પાંગી વેલીમાં કરવા જેવી વસ્તુઓ
નૌકાવિહાર- આસપાસના રમણીય સ્થળોનો આનંદ માણવા માટે બોટિંગ કરી શકાય છે. આના દ્વારા તમે પાંગીની આસપાસના કુદરતી સૌંદર્યનો નજારો લઈ શકો છો.
જકરુ ઉત્સવ- આ અવસરમા વેલીની સમગ્ર વસ્તી તેમાં ભાગ લે છે. આ ઉત્સવ ફેબ્રુઆરીના છેલ્લા દિવસે યોજાય છે. આ પ્રસંગે નૃત્ય અને સંગીત જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત વિવિધ ધાર્મિક વિધિઓ દ્વારા દેવતાઓની પૂજા કરવામાં આવે છે.
ફ્લાવર ફેસ્ટિવલ- આ ફેસ્ટિવલ ફૂલીચ તરીકે પણ ઓળખાય છે, જે ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં ચાર દિવસ ચાલે છે. આ પ્રસંગે દેવી કૂપ અને દેહંત નાગની પૂજા કરવામાં આવે છે. આ તહેવાર દરમિયાન નૃત્ય અને સંગીત જેવા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
બર્ડ વોચિંગ- તમે ખીણમાં વિવિધ પ્રકારના પ્રવાસી પક્ષીઓ જોઈ શકો છો. પ્રકૃતિના આવા અસાધારણ અનુભવને જોવું રસપ્રદ રહેશે.
પાંગી વેલીની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય
પાંગી વેલીની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય માર્ચ-જૂન મહિનાનો છે. પરંતુ જો તમે હિમવર્ષાનો આનંદ માણવા માટે ઉત્સુક છો, તો શિયાળાના મધ્યમાં આ સ્થળની મુલાકાત લો.
કેવી રીતે પહોંચવું?
હવાઈ માર્ગે- નજીકનું એરપોર્ટ કાંગડા જિલ્લાનુ ગગ્ગલ એરપોર્ટ છે. આ સિવાય NHPC કોલોની નામનું હેલીપોર્ટ છે. એરપોર્ટથી ગંતવ્ય સ્થાનનું અંતર આશરે 138 કિમી છે, જે તમારે જાહેર પરિવહનના કેટલાક માધ્યમો દ્વારા કવર કરવું પડશે.
દિલ્હી - ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી તમે સ્પાઈસ જેટ લઈને કાંગડા એરપોર્ટ પર લેન્ડ કરી શકો છો. એર ટિકીટની કિંમત રૂ.4,400 થી શરૂ થાય છે.
કોલકાતા - નેતાજી સુભાષ ચંદ્ર બોઝ એરપોર્ટ પરથી એર એશિયા, ગો એર અને વિસ્તારાની સુવિધાઓ ઉપલબ્ધ છે. એર ટિકીટની કિંમત રૂ. 2,800 થી શરૂ થાય છે.
મુંબઈ - એર એશિયા, ગો એર અને વિસ્તારાની સુવિધાઓ છત્રપતિ શિવાજી ટર્મિનસથી ઉપલબ્ધ છે. એર ટિકીટની કિંમત રૂ.3,000 થી શરૂ થાય છે.
રેલ્વે માર્ગે - નજીકનું રેલ્વે સ્ટેશન કાંગડા મંદિર સ્ટેશન છે, પરંતુ સારો વિકલ્પ પઠાણકોટ સ્ટેશન છે કારણ કે કાંગડા મંદિર સ્ટેશન પર ટ્રેનોની અવરજવર ઓછી છે તેથી વધુ સારું છે કે તમે પઠાણકોટ જવા માટે ટ્રેન પકડો, અહીંથી પાંગી વેલી લગભગ 117 કિમી પર સ્થિત છે. આ સ્ટેશન દેશના અન્ય રાજ્યો સાથે સારી રીતે જોડાયેલ છે. સ્ટેશન પર ઉતર્યા પછી તમે કેબ અથવા બસ દ્વારા બાકીનું અંતર કાપી શકો છો.
દિલ્હી- જૂની દિલ્હી સ્ટેશનથી તમે DLI-PTK એક્સપ્રેસ (22429) લઈ પઠાણકોટ ઉતરી શકો છો.
કોલકાતા-હાવડા જંક્શનથી હિમગીરી એક્સપ્રેસ (12331) લઈ તમે પઠાણકોટ કેન્ટ પર ઉતરી શકો છો.
મુંબઈ - બાંદ્રા ટર્મિનલથી વિવેક એક્સપ્રેસ (19027), સ્વરાજ્ય એક્સપ્રેસ (12471) દ્વારા સેવા આપવામાં આવે છે.
બાય રોડ- જો તમે હિમાચલ પ્રદેશની આસપાસ રહો છો, તો સડક દ્વારા મુસાફરી કરવી તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. અહીં રોડવેઝ અંગેની કેટલીક સંક્ષિપ્ત માહિતી આપી છે. અહીં જવા માટે તમે કાં તો તમારું પોતાનું વાહન લઈ શકો છો અથવા કેબ ભાડે લઈ શકો છો.
દિલ્હી - NH-44 દ્વારા 590 કિમી
ચંદીગઢ- બેહાલા- બહેરામપુર રોડ થઈને 343 કિ.મી
પઠાણકોટ- NH-154A થઈને 116 કિ.મી
શિમલા- NH-154A થઈને 355 કિમી
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતી ને અનુસરો.
Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.