સૌથી ઊંચુ શિખર સિરમૌરનું 12,000 ફૂટ, ખર્ચો 1000

Tripoto

Day 1

બેઠા બેઠા બસ પ્લાન બનાવી લીધો સોલો ટ્રિપનો અને બેગ લગાવીને નીકળી ગયો 12000 ફૂટની ઊંચાઇ પર બિરાજમાન મહાદેવના દર્શન માટે. એચઆરટીસી બસથી મોડી રાતે નાહન પહોંચ્યો. ખાવાનું સાથે લઇને આવ્યો હતો. દુર્ભાગ્યથી કોઇ હોટલ ખુલ્લી નહોતી. આમ તેમ ભટકતો રહ્યો અને મારી નજર એક લગ્નના ઘર પર ગઇ. હું ત્યાં ગયો અને વિનંતી કરી મને રોકાવા માટે મદદ મળી. હિમાચલના લોકો ઘણાં સારા હોય છે તે મને સમજાઇ ગયું હતું. હું આરામ કરવા માટે ત્યાં રોકાયો.

Photo of સૌથી ઊંચુ શિખર સિરમૌરનું 12,000 ફૂટ, ખર્ચો 1000 1/5 by Paurav Joshi

Day 2

ઘરના લોકોનો આભાર માની હું નૌરાધર તરફ નીકળી ગયો. 2 વાગે પહોંચ્યો. અહીંથી ટ્રેક સ્ટાર્ટ થયો. મેં કેટલીક જાણકારી પ્રાપ્ત કરી. એક વ્યક્તિ બોલ્યો તમે મોડા પડ્યા 12000 ફૂટની ઊંચાઇ સુધી નહીં પહોંચી શકો. પરંતુ તીસરી નામના સ્થાન સુધી પહોંચી શકો છો જે 12 કિ.મી. દૂર સીધા ચઢાણ, પથ્થરોની ઉપર ચાલીને જઇ શકાતું હતું. ખાવાનો થોડો ઘણો સામાન હતો. મેં ટ્રેક શરુ કરી દીધો હતો. રસ્તામાં જંગલી જાનવરોનો ભય પણ હતો. હું એક જગ્યાએ પહોંચ્યો જેનું નામ હતું દૂસરી. અહીં એક નાનકડો ઢાબો હતો જ્યાં થોડોક સમય વિશ્રામ કર્યો. ફરી ટ્રેક સ્ટાર્ટ કર્યો ઘણો થાકી ગયો હતો. સાંજે 6 વાગે તીસરી પહોંચી ગયો. હિમાલયના દર્શન માત્રથી મારો બધો થાક ઉતરી ગયો. અહીં હું સોનૂ પુંડિરના ઢાબામાં રોકાયો. મારુ નસીબ સારુ હતું કે મને 300 રુપિયામાં રહેવા જમવાનું બધુ મળ્યું. ઓક્ટોબરમાં બરફવર્ષા થઇ. હું થાકીને સુઇ ગયો.

Photo of સૌથી ઊંચુ શિખર સિરમૌરનું 12,000 ફૂટ, ખર્ચો 1000 2/5 by Paurav Joshi
બીજી
Photo of સૌથી ઊંચુ શિખર સિરમૌરનું 12,000 ફૂટ, ખર્ચો 1000 3/5 by Paurav Joshi
ત્રીજી

Day 3

હું જ્યારે સવારે ઉઠ્યો તો માઇનસમાં તાપમાન હતું. પુંડિરજીએ ચા પીવડાવીને મને આગળનો રસ્તો બતાવ્યો. પરંતુ હવે મુશ્કેલી એ હતી કે રસ્તામાં બરફવર્ષા થઇ રહી હતી. હું એકલો અને જાનવરોનો ડર. હવે 6 કિ.મી.નો ટ્રેક જ બચ્યો હતો અને મેં મહાદેવનું નામ લીધું અને ચાલવાનું શરુ કર્યું. રસ્તો સાંકડો હતો અને ઉપરથી બરફ જ બરફ. લગભગ 9 વાગે મંદિર પહોંચી ગયો. 12000 ફૂટની ઊંચાઇ પર પહોંચીને એક સુખદ અનુભવ થયો. મહાદેવના દર્શન કર્યા અને હિમાચલથી ઉત્તરાખંડના હિમાલય પર્વતની શ્રુંખલા સ્પષ્ટ દેખાઇ રહી હતી. મહાદેવના દર્શન કરીને પાછો આવી ગયો નૌરાધાર...અહીંથી રાજગઢ રોકાયો. જ્યાં મેં માત્ર 50 રુપિયામાં રુમ લીધો. જમ્યો અને સુઇ ગયો. સવારે સોલાન ગયો અને ત્યાંથી ચંદિગઢ. આ ટ્રિપ ઘણી જ સસ્તી રહી.

ધન્યવાદ..

Photo of સૌથી ઊંચુ શિખર સિરમૌરનું 12,000 ફૂટ, ખર્ચો 1000 4/5 by Paurav Joshi
Photo of સૌથી ઊંચુ શિખર સિરમૌરનું 12,000 ફૂટ, ખર્ચો 1000 5/5 by Paurav Joshi
શિરગુલ મહાદેવ

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો