ચા વેચીને આ કપલ દુનિયા ફરી રહ્યું છે, અત્યાર સુધી ફરી ચૂક્યું છે 17 દેશ

Tripoto

રખડપટ્ટી અને ચાનો સાથ કંઇક એવો છે જેવો શાકમાં મીઠું. શાકમાં મીઠું ન હોય તો ખાવાની મજા નથી આવતી. તમે કોઇપણ જગ્યાએ ફરવા જાઓ તે જગ્યાની ચા જરુર પીવો છો. આજની આ સ્ટોરી આવા જ માપદંડો પર ફરે છે. આ કહાની એક એવા કપલની છે જેની ચા એટલી ફેમસ છે જેટલા તેમના રખડપટ્ટીના કિસ્સા. મોટાભાગે લોકો એવું વિચારે છે કે ફરવાનું ઘણું મોંઘુ છે અને ઓછા પૈસામાં ફરી ન શકાય. આ બધા સવાલોના જવાબ છે આ કપલ. 65 વર્ષના વિજયન અને તેમની પત્ની મોહનાને ફરવા અને ચા એમ બન્ને પ્રત્યે લગાવ છે. તેમણે ફરવાનું સપનું પૂર્ણ કરવા માટે ચાને પોતાનો સહારો બનાવ્યો છે.

વિજયનની પાસે ફરવાના સાધન જરુર ઓછા છે પરંતુ તેમની અંદર ફરવાનું એક ઝનુન છે.

Photo of ચા વેચીને આ કપલ દુનિયા ફરી રહ્યું છે, અત્યાર સુધી ફરી ચૂક્યું છે 17 દેશ 1/2 by Paurav Joshi

વિજયન જણાવે છે કે બાળપણમાં તે ઘરમાંથી અનાજના દાણા ચોરી લેતા હતા અને નવી નવી જગ્યાએ ફરવા નીકળી પડતા હતા. લગ્ન પછી તેમની ચોરી કરવાની આદતમાં જરુર ઘટાડો થયો પરંતુ ફરવાનો પ્રેમ ન ઘટયો. 65 વર્ષના વિજયન જણાવે છે કે દરરોજ તે અને તેની પત્ની મોહના સવારે ઉઠીને પગપાળા પોતાની ચાની કિટલી પર જાય છે. દિવસભર સેંકડો કપ ચા વેચે છે અને આવતા-જતા લોકોને તેમના ફરવાના કિસ્સા સંભળાવે છે. જો કે મોટાભાગના લોકો પોતાનામાં જ એટલા વ્યસ્ત હોય છે કે તેમની પર ધ્યાન નથી આપતા.

આ કહાની છે વિજયનની જેમણે પોતાના સ્વભાવ અને ફરવાના પ્રેમને કારણે પોતાના દરેક સપનાને સાચુ કરી બતાવ્યું.

વિજયનની ઝિંદગીનો એ નિયમ છે અને તે એ કે તે અને તેમની પત્ની દરરોજ દિવસના 300 રુપિયાની વચત કરે છે અને તેને સંભાળીને અલગ રાખે છે. વિશ્વાસ નથી થતો ને? મને પણ ન નહોતો થયો. પરંતુ કહેવાય છે ને કે ફરવા માટે પૈસા નહીં ઝનુન જોઇએ અને આ ઝનુન આ કપલમાં ઘણું છે. પોતાની આ નાનકડી બચતથી આજે આ કપલ દુનિયાના ઘણાં દેશ ફરી ચૂક્યું છે.

Photo of ચા વેચીને આ કપલ દુનિયા ફરી રહ્યું છે, અત્યાર સુધી ફરી ચૂક્યું છે 17 દેશ 2/2 by Paurav Joshi

અત્યાર સુધી 16 દેશોની યાત્રા કરી ચુકેલા આ કપલનું યાત્રા વિવરણ સાંભળીને તમે ખરેખર આશ્ચર્યચક્તિ થઇ જશો. 

લગ્નના શરુઆતી દિવસોને યાદ કરતા વિજયન જણાવે છે કે લગ્ન પહેલા સુધી મોહનાએ ક્યારેય એર્નાકુલમની આગળ પગ નહોતો મૂક્યો. લગ્ન પછી આ કપલ યૂનાઇટેડ કિંગડમ, ઑસ્ટ્રિયા, ઇજિપ્ત, ફ્રાન્સ, જર્મની, ઇઝરાયેલ, ઇટાલી, મલેશિયા, સિંગાપુર, દુબઇ જેવા દેશોની યાત્રા કરી ચૂક્યું છે. લગ્ન પછી વિજયન પર પત્નીની જવાબદારી તો હતી જ ઘરની જવાબદારી હતી તે અલગ. આ બધાની વચ્ચે વિજયન પણ પોતાની રખડપટ્ટીને નહોતા છોડવા માંગતા. વિજયન પોતાની આ ક્યારેય સમાપ્ત ન થનારી એનર્જી પાછળનું રહસ્ય પોતાની પત્નીને જ માને છે.

હાં, હું પાગલ છું. આપણે બધામાં ક્યાંક ને ક્યાંક આવું જ ગાંડપણ હોવું જોઇએ.

પોતાના સપના તરફ ઉડવાના શમણાં જોતા રહેવું જોઇએ. જ્યારે પણ મનમાં થોડીક પણ આશંકા આવે તો પોતાની પાંખો ખોલો અને તેમાં હવા લાગવા દો. યાદ રાખો પોતાના સપનાની દુનિયા જીવવા માટે તમારે વધારે કંઇ નથી કરવાનું. ફક્ત એ ઝનુન જોઇએ જે તમને તમારા સપનાની બાજુ લઇ જાય.

હ્રદયસ્પર્શી શોર્ટ ફિલ્મમાં તમે આ માણસની કહાની જુઓ

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Tagged:
#video