સંજોલી શિમલામાં એક એવી જગ્યા છે જ્યાં તમારે જરૂર જવું જોઇએ કારણ કે અહીં ભીડ-ભાડ ઘણી ઓછી છે અને અહીં રહેવા માટે કેટલીક સારી જગ્યાઓ છે. હું મીના બાગની પાસે આવ્યો હતો. અહીં એક શાનદાર ફર્નીચરવાળુ સપનાનું ઘર હતું જે ઘણું અલગ અને રંગીન હતું. ઘરની અંદર સૂપર પોઝિટિવ માહોલમાં આપણને મંત્રમુગ્ધ કરી નાંખે છે. અને ફરી વાર જ્યારે આપણે ઘરમાં જઇએ છીએ તો અહીંથી જવાનું બિલકુલ મન નથી થતું. આ બિલકુલ જાદુઇ હતું.
મીના બાગ રિસોર્ટ






ઘરને પારંપરિક પહાડી વાસ્તુકળાથી સજાવાયું છે. પછી તે માટીની દિવાલો હોય કે દિવાલો અને છત પર જુની લાકડી (રિસાઇકલ)નો ઉમદા ઉપયોગ કરીને બનાવેલું ડેકોર, કે મેજ પર રાખેલી સુંદર કિટલી કે રસોઇના કાઉન્ટરમાં પડેલા વાસણો પર લટકતા બલ્બ- દરેક સુંદર ચીજ અહીં જોવા મળે છે અને દરેક ચીજ પર ગજબનું સૌંદર્યશાસ્ત્ર. બહાર વિશાળ બરફથી ઢંકાયેલા પહાડોનું સુંદર દ્રશ્ય અને સાથે આરામદાયક બેસવાની જગ્યા સુનિશ્ચિત કરે છે કે અહીં તમે તમારી મનપસંદ પુસ્તક વાંચવા માટે કે કઇંક નવું લખવા માટે એક ખુણો મેળવી શકો. હાથમાં એક કપ ચાનો કપ પકડો અને કોઇ રંગીન પુસ્તકની દુનિયામાં ખોવાઇ જાઓ.
સાંજે ખીણમાંથી ઠંડી હવાઓ આવે છે પરંતુ ગ્લાસમાં ડબલ ઇન્શ્યુલેશન એ સુનિશ્ચચિત કરે છે કે ઘર ગરમ રહે. સૌર ગીજર રાતના સમયમાં પણ ગરમ પાણી આપે છે. મીના બાગ એવી કેટલીક સુંદર જગ્યાઓમાનું એક છે જ્યાં હું રોકાઇ છું. આ જગ્યા અંગે બધુ જ શ્રેષ્ઠ છે.







અહીં કેવી રીતે જવાય ↔️
આ હોટલ બસ સ્ટેન્ડથી લગભગ 9 કિ.મી. દૂર સ્થિત છે. ટેક્સી સામાન્ય રીતે લગભગ ₹400 આપે છે. તમે લોકલ બસ પણ લઇ શકો છો જે જુના બસ સ્ટેશનેથી મળે છે અને કેવળ ₹20માં પહોંચાડી દે છે.
એકવાર જ્યારે તમે સંજૌલીમાં ઉતરો છો તો આ રિસોર્ટ થોડાક જ મીટરના અંતરે છે. (સાંકડા રસ્તા છે, એટલે ચાલવાની જરૂર છે)
આ જગ્યાના દરેક ખૂણાને પ્રેમથી બનાવાયો છે. તેનો અંદરનો ભાગ જીવંત છે. અહીં આવીને તમે એવું નહીં લાગે કે બહાર રસ્તા પર નીકળી પડીએ. આ રિસોર્ટ એ બધા કલાકારો માટે ઘરથી દૂર એક બીજુ ઘર છે જે વિચારવા માટે એકાંત ઇચ્છે છે.
જો તમે પોતાને કેટલોક સમય આપવા માંગો છો અને પોતાને શહેરોની થકાવટથી થોડાક દિવસ દૂર રાખવા માંગો છો તો આ એકદમ ઉત્તમ જગ્યા છે.




























