જ્યારે જીવનનાં સંગીતમાં 'કહો ના પ્યાર હૈ'ની બદલે 'તડપ તડપ કે ઇસ દિલ સે આહ નિકલતી રહી' ગીત છેડાય ત્યારે પરિસ્થિતિ ઘણી જ મુશ્કેલ બની જાય છે. ઘણા લોકો ડિપ્રેશનનો પણ ભોગ બને છે. મિત્રો અને સબંધીઓનો સાથ સહકાર પણ જ્યારે કામ ન કરે ત્યારે 'ટ્રાવેલિંગ' નામની જડીબુટ્ટી અવશ્ય અપનાવવી જોઈએ. શરૂઆતમાં નિર્ણય લેવો કદાચ અઘરો સાબિત થઈ શકે, પણ ટ્રસ્ટ મી, આ શ્રેષ્ઠ ઉપાય છે.
ગોવા
દરિયાકિનારો, નીરવ શાંતિ, મિત્રોનો સાથ અને ઠંડી બીયર... બ્રેકઅપનું દુ:ખ ભૂલવવા બીજું શું જોઈએ? અને અલબત્ત ગોવા આ માટે શ્રેષ્ઠ જગ્યા છે. આમ પણ, કેટલી વાર ગોવા પ્લાન્સ કેન્સલ કરશો?

ચંદ્રશીલા
'કહીં તક પહોંચને કે લિયે કહીં સે નિકલના બહોત ઝરૂરી હોતા હૈ' બ્રેકઅપનાં ગમમાંથી બહાર આવવા ક્યાંક ફરવા જવું સૌથી સલાહભર્યું છે. ઉત્તરાખંડમાં ચંદ્રશીલા-ચોપટા ટ્રેક તમને આત્મ-વિશ્વરથી તરબતર કરી દેશે.

જયપુર
કહેવાય છે કે શોપિંગ એક થેરાપી છે. તો પછી જયપુરની બજારોમાં રંગબેરંગી શોપિંગ કરવા નીકળી પડો અને તમારા તૂટેલા દિલને રાહત આપો. જયપુરનાં પાઘડી, કપડાં, ઘરેણાં, મોજડીની શોપિંગ કરવાની મજા જ કઈક જુદી છે.

સિક્કિમ
કઈક નવું જુઓ, કઈક નવું શીખો- આ જ મંત્રણે મનમાં રાખીને સિક્કિમ ભણી નીકળી પડો. અહીંની સુંદરતા ચોક્કસપણે તમારા એક્સને ભુલાવી દેશે.

કેરળ
કેરળની નૈસર્ગિક સુંદરતા, ચાનાં બગીચાઓ, બેટવોટર પર હાઉસબોટમાં રહેવું અને એક નવી જ સંસ્કૃતિનો અનુભવ, જીવનમાં કરવા માટે આટલું બધુ હોય તો પછી એક જ વાતને લઈને બેસવાનો શું અર્થ?
અંડમાન
જો તમને એવું લાગતું હોય કે બ્રેકઅપ પછી આ દુનિયાથી ક્યાંક દૂર ચાલ્યા જવું જોઈએ તો અંડમાન બેસ્ટ જગ્યા છે. સુંદર ભૂરું પાણી, અનહદ સુંદર બીચ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ તો ખરી જ!


એટલે દર્દ-એ-ડિસ્કો બંધ કરો અને બ્રેકઅપ પાર્ટી શરૂ કરવા આજે જ ટિકીટ્સ બૂક કરો.