
હેવંસ ગેટ તિયાનમેન માઉન્ટેન નેશનલ પાર્કમાં સ્થિત છે જે ચીનના સૌથી પ્રસિદ્ધ સ્થળોમાંનું એક છે. ખડકોથી બનેલો આ નાયાબ નમૂનો ઘણી ઉંચાઇ પર સ્થિત છે જેના કારણે તેની છટા જોવાલાયક છે. 24,500 ફૂટની ઊંચી સીડીઓ આ આશ્ચર્યજનક અજુબા તરફ લઇ જાય છે. તથ્યો અનુસાર હેવંસ ગેટ સુધી જવા માટે 999 ઊભી સીડીઓ ચઢવી પડે છે.
ક્યાં છે આ સ્વર્ગનું દ્ધાર?
હેવંસ ગેટ ચીનના હુનાન પ્રાંતના ઉત્તર-પશ્ચિમી ભાગમાં તિયાનમેન માઉન્ટેન નેશનલ પાર્કમાં સ્થિત છે.

શું છે હેવન્સ ગેટ?
તિયાનમેન ગુફા સમુદ્રની સપાટીએથી લગભગ 5,000 ફૂટ ઉપર સ્થિત છે જેના કારણે આને દુનિયાની સૌથી ઊંચી પ્રાકૃતિક રીતે બનેલી આર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ઘણાં લોકો આ પહાડ પર ચડીને દ્રશ્યોનો આનંદ લેવો અને આ અજૂબાને જોવાનું પસંદ કરે છે.
999 સીડીઓ આ ગેટ સુધી લઇ જાય છે. ચીની અંકશાસ્ત્રમાં 9 અંકને શુભ માનવામાં આવે છે અને માનવામાં આવે છે કે 9 અંક સૌભાગ્ય અને લાંબી આયુ લાવે છે. માનવામાં આવે છે કે 430 ફૂટ ઊંચી અને 190 ફૂટ પહોળી ગુફાને આનો અનોખો આકાર ત્યારે પ્રાપ્ત થયો જ્યારે ઇસ.263માં પહાડની ટોચનો એક હિસ્સો ધ્વસ્ત થઇ ગયો. જો કે ઘણાં લોકો માને છે કે આ ગુફાનું નિર્માણ એક વણઉકેલી પ્રવૃતિ છે.
અહીં તિયાનમેન્સ મંદિર પણ છે જેને ઇસ.870માં બનાવાયું હતું. મંદિરથી આ જગ્યાને ધાર્મિક રીતે વિશિષ્ટતા મળે છે અને આને પશ્ચિમી હૂણોનું બૌદ્ધ કેન્દ્ર પણ માનવામાં આવે છે.

આ ઉપરાંત, અહીં આસપાસ એક પાર્ક બન્યો છે જે જોવામાં ઘણો જ સુંદર લાગે છે. આંગતુક આ જિઓપાર્ક અને પવિત્ર ચીની પહાડને નજીકથી જોવા માટે જોખમી રસ્તાથી ચાલીને અહીં આવી શકે છે.
કેવી રીતે પહોંચશો?

ચીનના હુનાન પ્રાંતના ઝાંગજિયાજિના વચ્ચોવચ પહોંચીને તિયાનમેન માઉન્ટેન કેબલ વે પર ચઢી શકો છો. આ કેબલ વે તમને હેવન ગેટ સુધી પહોંચાડી દેશે. કેબલ કાર તિયાનમેન પર્વતના શિખરે ચઢવામાં લગભગ અડધા કલાકનો સમય લાગે છે. જો તમારુ મન કેબલ કારથી જવાનું નથી તો તમે સાંકડા રસ્તેથી પસાર થતી બસમાં પણ બેસી શકો છો. જો તમે સાહસિક છો તો જાતે 999 પગથિયા પણ ચઢી શકો છો.


























