ફ્લાઇ ડાઈનિંગનો એક અનોખો ટ્રેન્ડ: અહીં હવામાં ભોજન પીરસાય છે 

Tripoto

તમે પહાડો પર બેસીને મેગી ખાધી હશે, સરોવર કિનારે બેસીને ડિનર કર્યું હશે અને સમુદ્ર પર તરતી હોડીમાં પણ જમ્યા હશો.. પણ ક્યારેય તમે હવામાં જમ્યા છો? હું મજાક નથી કરી રહી! તમે પણ ભારતમાં જ બેંગ્લોરમાં આ અનોખો અનુભવ કરી શકો છો. ભારતના આઇટી કેપિટલ એવા બેંગ્લોરમાં ફ્લાઇ ડાઈનિંગનો કોન્સેપ્ટ આવી ચૂક્યો છે અને આપણે આ સૌ આપણે સૌ માટે ખૂબ ઉત્સાહિત છીએ!!

Photo of Bangalore, Karnataka, India by Jhelum Kaushal

સાધારણ રૂપમાં તો ભોજન બધા જ કરે પણ આ અનુભવમાં જ રોમાંચ અને સાહસ નો વઘાર લાગે તો સ્વાદ અલગ જ આવે.. આ અનેરો અનુભવ કરાવવા તમને એક ધરતીથી 120 feet ઉપર લઈ જવામાં આવે છે.

આ રેસ્ટોરાં ક્રેનની સહાયથી હવામાં ફર્યા કરે છે. ખાવાના ટેબલની ચારે તરફ એક વારમાં 22 લોકો બેસી શકે છે અને ચાર કર્મચારીઓનો સમૂહ તમારી મહેમાનગતિ કરે છે.

રોમાંચના શોખીનો માટે આ રેસ્ટોરન્ટ બેંગ્લોર જવા માટેનું એક સારું બહાનું હોઈ શકે છે. હવામાં તરતા ટેબલ પર બેસીને આરામથી સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણવો અને એ પણ બેંગ્લોર જેવી મહાનગરીની ઊંચી ઊંચી ઇમારતો જોતા જોતા આ ખરેખર એક જાદુ અનુભવ છે. શું આવો અનુભવ ક્યાં બીજે મળી શકે? કદાચ નહીં! અને એટલે જ આ ફ્લાઇ ડાઈનિંગને મેગેઝિન દ્વારા દુનિયાના 10 સૌથી અનોખા ભોજન કરવાના અનુભવમાંના એક હોવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. તો તૈયાર થઈ જાઓ વાદળો વચ્ચે ઊડતા ઊડતા ભોજન કરવા માટે ફીટીંગ કરવા અથવા શરાબ પીવાનો રોમાંચ અનુભવવા માટે.

Photo of ફ્લાઇ ડાઈનિંગનો એક અનોખો ટ્રેન્ડ: અહીં હવામાં ભોજન પીરસાય છે by Jhelum Kaushal

આખરે Fly dining શું છે?

હવામાં વાદળો વચ્ચે ઠંડી હવા ની મજા લેતા સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણવો તેને ફ્લાઇટ કહેવામાં આવે છે જે આજે આખા વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય થઇ ચૂક્યું છે. અને ડાઇનિંગ માત્ર ડિનર જ નહીં પરંતુ બપોરનું ભોજન, અલગ-અલગ ખેલ, નાના ઉત્સવ, અન્ય મનોરંજન, પ્રેસ કોન્ફરન્સ અને ટોક શો પણ રજૂ કરવામાં આવે છે. જમીનથી ૫૦ મીટર ઉપર હવામાં તરતા તમે આસમાનમાં જે ચાહો તે કહી શકો છો.

Photo of FlyDining- Adventure Dining Experience, Nagavara, Bengaluru, Karnataka, India by Jhelum Kaushal

શું કરી શકો છો?

કહેવાય છે કે આકાશની કોઈ સીમા નથી હોતી. એ જ રીતે fly dining દરમિયાન કરવામાં આવતી પ્રવૃત્તિઓ ની પણ કોઈ સીમા નથી. પોતાના નામ અનુસાર માત્ર ડિનર અથવા ખાવા-પીવા સુધી સીમિત નથી. ડિનર સિવાય લંચ, બ્રેક ફાસ્ટ, ગ્રાહકો સાથે મીટીંગ, ગેમ શો માટે વીઆઈપી પ્રેસ કોન્ફરન્સ, મહેમાનો માટે vip અનુભવ, જન્મદિવસની પાર્ટી, સગાઈ અથવા લગ્નની ઘોષણા, ક્રિસમસ પાર્ટી, લગ્નનો ઉત્સવ, નવા વર્ષની સાંજનું ડિનર, formula one grand pri ગોલ્ફ ટુર્નામેન્ટ, કોઈ લોન્ચ, ફેશન શો, ઓપનિંગ સેરેમની, roadshow પ્રમોશન, પ્રદર્શન, ટોકશો, સંમેલન, લાઈવ ટીવી રેડિયો પ્રકાશન, વ્યવસાય સમારોહ, કોર્પોરેટ બિઝનેસ બેઠક, ચેરિટી ફંડરેઝર વગેરે...

Photo of ફ્લાઇ ડાઈનિંગનો એક અનોખો ટ્રેન્ડ: અહીં હવામાં ભોજન પીરસાય છે by Jhelum Kaushal

મિનિમમ ઉંમર

Fly dining ગતિવિધિ માટે કોઈ મિનિમમ ઉંમર નથી પણ હા મિનિમમ લંબાઈ જરૂર છે. તમારી લંબાઈ ઓછામાં ઓછી ૧૩૫ સેમી અથવા તેનાથી વધુ હોવી જ જોઈએ જેથી હવામાં ઉતરતા પહેલા સુરક્ષા માટે તમે તમારી ખુરશીને બાંધી શકો.

Photo of ફ્લાઇ ડાઈનિંગનો એક અનોખો ટ્રેન્ડ: અહીં હવામાં ભોજન પીરસાય છે by Jhelum Kaushal

કિંમત:

સોમથી શુક્ર દરમિયાન લંચ: 8756 રૂ પ્રતિ વ્યક્તિ

સોમથી શુક્ર દરમિયાન ચા: 8020 રૂ પ્રતિ વ્યક્તિ

સોમથી શુક્ર દરમિયાન ડિનર: 10,228 રૂ પ્રતિ વ્યક્તિ

વીકએન્ડ દરમિયાન લંચ: 10,228 રૂ પ્રતિ વ્યક્તિ

વીકએન્ડ દરમિયાન ચા: 8761 રૂ પ્રતિ વ્યક્તિ

વીકએન્ડ દરમિયાન ડિનર: 8756 રૂ પ્રતિ વ્યક્તિ

સરનામું:

હાઉસ ઓફ લાઈફ, નાગવાડા, માન્યતા ટેક પાર્ક પાસે, બેંગલુરુ

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ