
લાસ બેલા, બલોચિસ્તાનમાં આવેલા જ્વાળામુખી પાકિસ્તાનના ઘણા હિન્દુઓને ચડતા જોઈ શકાય છે.
પાકિસ્તાનના બલોચિસ્તાનમાં ચંદ્રગુપ નામનો એક એવો જ્વાળામુખી આવેલો છે જે મંગળ જએવું પરિદ્રશ્ય ધરાવે છે. ધાર્મિક કારણોસર આ જગ્યા ઘણું મહત્વ ધરાવે છે. દર વર્ષે અહીં ચાર દિવસની એક તીર્થ યાત્રાનું આયોજન થાય છે જેમાં પાકિસ્તાન ઉપરાંત ભારતનાં પણ શ્રધ્ધાળુઓ જોડાય છે. આ તીર્થયાત્રા કરાંચીથી શરુ થાય છે અને ત્યાંથી 330 કિમી દૂર બલોચિસ્તાનમાં આવેલા હિંગળાજ માતાના મંદિરે પૂરી થાય છે. આ યાત્રાનું એક અનુષ્ઠાન છે ચંદ્રગુપનું ચઢાણ.

હિન્દુઓ પોતાની માનતા પૂરી કરવા માટે આ જ્વાળામુખી પર ચઢાણ કરીને ઈશ્વરને પ્રાર્થના કરે છે અને ફૂલ અને નારિયેળ પણ ચડાવે છે. ઘણા લોકો તો ત્યાંની માટી પોતાની સાથે લઈ આવે છે અને તેમાંથી નાનકડું ઘર બનાવે છે. એવું માનવામાં આવે છે કે આ બહુ જ શુકનિયાળ હોય છે.
આ જ્વાળામુખી પર ચડવું એ સહેજ પણ સહેલી વાત નથી. કોઈ પણ વૃક્ષના સહારા વગર આ રેતીલા પહાડ પર ચડવું એ ખૂબ કપરું કાર્ય છે. ગરમીના દિવસોમાં તો વધુ મુશ્કેલ બને છે. થારના રણપ્રદેશથી શરુ થતી આ યાત્રા અરબી સમુદ્ર પાસેથી પસાર થઈને ફરીથી બલોચિસ્તાનના રણપ્રદેશમાં પૂરી થાય છે.
લ્યારી તહસીલ, બલોચિસ્તાનમાં આવેલા હિંગળાજ મંદિરે આ યાત્રાની પૂર્ણાહુતિ થાય છે. આ મંદિર એ એક શક્તિપીઠ પણ છે. કહેવાય છે કે આ જ જગ્યાએ માતા સતિનું મસ્તિષ્ક પડ્યું હતું.

કોઈ કોઈ મુસલમાન પણ આ યાત્રામાં ભાગ લે છે. તેઓ આને ‘નાની કી હજ’ તરીકે જાણે છે.
પાકિસ્તાનમાં ધાર્મિક કટ્ટરતાનો ભોગ બનતા હિન્દુઓ હજુ આ પવિત્ર યાત્રા કરી શકે છે તે બદલ હિંગળાજ માતાનો આભાર માનવો ઘટે.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ


























