યાત્રીઓના આ શરમજનક વર્તનથી થઇ રહી છે દેશની બદનામી, તમે ભુલીને પણ ન કરતા આવુ કામ

Tripoto

કોરોનાના કારણે આખી દુનિયા ઘણીબધી સમસ્યાઓ સામે લડી રહી છે. કોરોના મહામારીના કારણે દુનિયાભરમાં કેવળ સરકાર જ નહીં, યાત્રીઓને પણ ઘણી બધી અસુવિધા થઇ રહી છે. માન્યું કે સમય કઠણ છે, પરંતુ તેમાં વળી કેટલાક લોકો એવુ કામ કરે છે જેનાથી મગજ તો પરેશાન થઇ જાય છે, સાથે જ ગુસ્સો પણ ખુબ આવે છે. આજે આપને મળાવીએ બે એવા લોકો સાથે, જેની શરમજનક હરકતથી આખા સમાજને બદનામીનો સામનો કરવો પડી રહ્યો છે.

1. આ હરકત બાદ તમને જેલનો સામનો કરવો પડી શકે છે

જેવુ કે તમને ખબર જ છે કે અત્યારે દેશમાં કોરોનાની બીજી લહેરનો કેર ચાલુ છે. ફ્લાઇટ, ટ્રેનમાં આની ખુબ કડકાઇ જોવા મળી છે. ફ્લાઇટમાં મુસાફરી કરતા પહેલા કે પછી કોઇ બીજા દેશમાં જવા માટે તમારે તમારો કોવિડનો નેગેટિવ રિપોર્ટ લઇને જવું પડે છે, નહીં તો તમને એન્ટ્રી જ નહીં મળે.

Photo of યાત્રીઓના આ શરમજનક વર્તનથી થઇ રહી છે દેશની બદનામી, તમે ભુલીને પણ ન કરતા આવુ કામ 1/1 by Paurav Joshi
ક્રેડિટઃ કેવિન હૈકર્ટ

મણિપુરના થોઉબલ જિલ્લાના રહેવાસી 21 વર્ષના વાંગખેમ રબીના દેવીએ આ નિયમોને તોડીને કોવિડનો પોતાનો નેગેટિવ રિપોર્ટ જમા કરી દીધો. થોઉબલ જિલા જજના આદેશને જોઇએ તો 22 એપ્રિલે ઇંડિગો ફ્લાઇટથી હૈદરાબાદથી ઇમ્ફાલ જવા માટે રબીનાએ કોવિડનો નકલી નેગેટિવ રિપોર્ટ જમા કરાવી દીધો.

તપાસ ટીમને રબીનાના આ રિપોર્ટ પર શંકા ગઇ તો તેમણે આની તપાસ કરી અને જોયું કે રબીના 21 એપ્રિલના રોજ કોવિડ પોઝિટિવ હતી. આ હરકતના કારણે યાત્રીઓ અને બીજા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

હાલ રબીનાની સારવાર ચાલી રહી છે અને તેને 2000 રુપિયાનો બૉન્ડ ભરાવાયો છે જે અનુસાર તે ભારતીય દંડ સંહિતા (IPC), 1973ની કલમ 110 અંતર્ગત પોતાના વ્યવહારને ઠીક રાખશે અને સ્વાસ્થ્ય સુધરશે તો એક્ઝિક્યૂટિવ જજની સામે હાજર થશે.

તમે જાણીને પણ આવુ કામ ન કરતા, નહીંતર તમને આનાથી પણ વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

2. ઇન્ફ્લુએંસર બનવાના ચક્કરમાં બદમાશી ન કરો

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે કોરોનાના સમયગાળામા માસ પહેરવું કેટલું જરુરી છે. ઇન્ડોનેશિયામાં બે ઇન્ફ્લુએંસરે પોતાના દર્શકોમાં પ્રસિદ્ધ થવા માટે માસ્ક જેવો પેઇન્ટ પોતાના ચહેરા પર કરાવી લીધો અને બાલીમાં સુપરમાર્કેટમાં ફરવા લાગ્યા.

જ્યારે લોકોએ આ બે ઇન્ફ્લુએન્સર જોશ પાલેર અને લિયા સેના વીડિયો જોયા તો તેમને બરોબર ખખડાવ્યા. તેમણે આ વ્યવહારને ખતરનાક અને બેદરકાર પણ ગણાવ્યો.

તેમની આ ભુલના કારણે ઇંડોનેશિયાએ બન્નેના પાસપોર્ટ સીલ કરી દીધા છે. લિયા રશિયાની નાગરિક છે અને જોશ તાઇવાનની.

જોશ પાલેરે પોતાના વર્તન બદલ માફી માંગી, જેનો વીડિયો નીચે જુઓ

ઇન્ફ્લુએંસર હોવું કોઇ ખોટી વાત નથી. પરંતુ જ્યારે કોઇ પ્લેટફોર્મ પર તમને લોકો જોઇ રહ્યા છે, તો પોતાની અંદર જવાબદારીનો એક અહેસાસ હોવો જોઇએ.

કેવો લાગ્યો આ આર્ટિકલ, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો