એ જગ્યા જ્યાં ભગવાન બુદ્ધને મળ્યું જ્ઞાનઃ મુસાફરી બોધ ગયાની

Tripoto

દુનિયા ઝુકે છે ઝુકાવનારો જોઇએ. એક જમાનામાં સમ્રાટ અશોક આખા ભારત પર રાજ કરતો હતો. પરંતુ કલિંગના યુદ્ધ પછી અશોકને લાગ્યું કે આનાથી કંઇ પ્રાપ્ત નહીં થાય. અંતે અશોક બુદ્ધની શરણમાં ચાલ્યો ગયો. આજે અમે સંભળાવીશું કહાની બુદ્ધની અને બોધ ગયાની જેણે સિદ્ધાર્થને બનાવ્યા ભગવાન બુદ્ધ

Photo of એ જગ્યા જ્યાં ભગવાન બુદ્ધને મળ્યું જ્ઞાનઃ મુસાફરી બોધ ગયાની 1/8 by Paurav Joshi
ક્રેડિટઃ સૈસિંટ

બોધ ગયામાં ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું એટલા પુરતુ તેનું મહત્વ નથી પરંતુ આ બૌદ્ધ ધર્મનો પાયાનો પથ્થર પણ છે. ચાઇનીઝ, તિબેટિયન, બર્મા અને વિયેતનામી સભ્યતાના અંશ પણ મળે છે અહીં. જુદી જુદી સંસ્કૃતિઓ જો કોઇ જમીન પર એક સાથે વિકસે તો તેને બોધ ગયા કહે છે.

બોધ ગયાનો ઇતિહાસ

Photo of એ જગ્યા જ્યાં ભગવાન બુદ્ધને મળ્યું જ્ઞાનઃ મુસાફરી બોધ ગયાની 2/8 by Paurav Joshi
ક્રેડિટઃ વરાથર્ન

સિદ્ધાર્થે પોતાના જીવનના છ વર્ષ આ ભૂમિ પર સત્યની શોધમાં લગાવી દીધા. પરંતુ તેમને મુક્તિ ન મળી. જ્ઞાન પ્રાપ્ત ન થયું. મોહ, દોષ અને રાગથી મુક્તિ તમને એક નવી દુનિયામાં લઇ જાય છે, જેને નિર્વાણ કહે છે. સિદ્ધાર્થ અત્યાર સુધી તેનાથી દૂર હતા. એક દિવસ તેમણે પોતાના બધા ગુરુઓથી દૂર જઇને સ્વયં સત્યની ખોજ શરુ કરી દીધી. એક ઝાડની નીચે બેસીને તેમણે સમાધિ બનાવી લીધી અને પ્રણ લીધું કે ત્યાં સુધી નહીં ઉઠે જ્યાં સુધી સત્ય ન મેળવી લે. અને પછી થયો એક ચમત્કાર, જ્યારે સિદ્ધાર્થને પ્રાપ્ત થયું બ્રહ્મજ્ઞાન. રાતના અંધારામાં સત્યનો દિપક એક પ્રકાશપુંજ બની ફૂટી ચૂક્યો હતો. આ જાદુના પિટારાને પ્રાપ્ત કરી સિદ્ધાર્થ બુદ્ધ થઇ ચૂક્યા હતા. તે ઝાડ આજે બોધિ પેડના નામથી ઓળખાય છે.

બોધ ગયાના પર્યટન સ્થળ

1. મહાબોધિ મંદિર

યૂનેસ્કો દ્ધારા માન્યતા પ્રાપ્ત એક ઐતિહાસિક ધરોહર. 5 એકરમાં ફેલાયેલુ આ મંદિર બૌદ્ધ ધર્મનું સ્થળ છે. અહીં આવેલુ છે ભગવાન બુદ્ધનું 55 મીટર ઊંચુ મંદિર જેના બરોબર બાજુમાં એ જ ઝાડ છે, જેની નીચે ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું.

Photo of એ જગ્યા જ્યાં ભગવાન બુદ્ધને મળ્યું જ્ઞાનઃ મુસાફરી બોધ ગયાની 3/8 by Paurav Joshi
ક્રેડિટઃ વિકિમીડિયા

ઇસ. પૂર્વ 260 માં જ્યારે અશોક અહીં આવ્યા હતા ત્યારે તેમણે પણ એક મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ દરરોજ અહીં આવે છે. ઉંમરના એક પડાવે જ્યારે લોકો શાંતિની શોધમાં હોય છે, ત્યારે મહાબોધિ મંદિર એજ શાંતિના સ્થળોમાંનું એક છે.

2. બુદ્ધ પ્રતિમા

Photo of એ જગ્યા જ્યાં ભગવાન બુદ્ધને મળ્યું જ્ઞાનઃ મુસાફરી બોધ ગયાની 4/8 by Paurav Joshi
ક્રેડિટઃ વિકિમીડિયા

બૌદ્ધ ધર્મમાં ગુરુ શિષ્ય પરંપરાનું ઘણું જ મહત્વ છે. એક ગુરુ હોય છે જેને લામા કહેવાય છે. તે પોતાના મૃત્યુ પહેલા ઉત્તરાધિકારી લામાનું જન્મ અને જન્મ સ્થાન બતાવી જાય છે. મૃત્યુ બાદ તેમની શોધ શરુ થાય છે અને તે જ લામા આવતી પેઢીને સત્યનું જ્ઞાન બતાવીને જાય છે.

14 દલાઇ લામાએ ઇસ. 1989માં અહીં ભગવાન બુદ્ધની પ્રતિમા બનાવી હતી. આ પ્રતિમામાં બુદ્ધ કમળના ઉપર ધ્યાનની મુદ્રામાં છે. લાલ ગ્રેનાઇટ અને બલુઆ પથ્થરથી બનેલી આ પ્રતિમા ઘણી જ વિશાળકાય છે. આની છબીથી જ તેની ભવ્યતાનો અંદાજ દેખાય છે.

3. મુચલિંદા સરોવર

Photo of એ જગ્યા જ્યાં ભગવાન બુદ્ધને મળ્યું જ્ઞાનઃ મુસાફરી બોધ ગયાની 5/8 by Paurav Joshi
ક્રેડિટઃ વિકિમીડિયા

ભગવાનને પણ ઘણી મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થવું પડે છે. ભગવાન બુદ્ધ ઝાડની નીચે તપસ્યા કરી રહ્યા હતા. આખા સપ્તાહ માટે આકાશમાં સૂરજ ન ઉગ્યો અને આકાશ પર કાળો પડછાયો બની ગયો. આખો દિવસ વરસાદ થતો રહ્યો. મુચલિંદે આ સમયે પોતાના છાત્રમાં ભગવાનને રાખીને તેમની સેવા કરી હતી.

મુચલિંદના નામે જ આ તળાવનું નામ મુચલિંદ તળાવ પડ્યું. તમે ભગવાન બુદ્ધની ઘણી તસવીરોમાં ભગવાન બુદ્ધની ઉપર છત્ર જોયું હશે. આ એ જ મુચલિંદનું છત્ર છે. બાકાયદા ત્રિપિટકમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

4. જામા મસ્જિદ

Photo of એ જગ્યા જ્યાં ભગવાન બુદ્ધને મળ્યું જ્ઞાનઃ મુસાફરી બોધ ગયાની 6/8 by Paurav Joshi
ક્રેડિટઃ હર્ષ સાહૂ

રમદાન મહિનાના 27માં દિવસે થનારી પ્રાથનામાં જામા મસ્જિદ આખા બિહારની સૌથી મોટી ઇબાદતગાહ છે. આ મસ્જિદને મુઝફ્ફરપુરના રજવાડાએ 200 વર્ષ પહેલા બનાવી હતી. આ જગ્યા આજે પણ પોતાના રાજાશાહી શબીના નામના ઉત્સવ માટે આખા બિહારમાં પ્રસિદ્ધ છે.

5. તિબેટિયન મઠ

ભગવાન બુદ્ધને યાદ કરવા માટે બોધ ગયામાં ઘણાં દેશોના મઠ છે. તેમાં તિબેટિયન મઠનું પણ પોતાનું નામ છે. સંત્રયાના બૌદ્ધ કળાનો આ મઠ તમને હિમાચલના બનેલા બૌદ્ધ મંદિરોની યાદ અપાવે છે. જ્યાં ભગવાન બુદ્ધ વિશ્રામ કરી રહ્યા છે. અંદાજે 200 ક્રિટલના ધર્મચક્રને ફેરવવાના બધા પાપ ધોવાઇ જાય છે એવી અહીંની માન્યતા છે.

6. ભૂટાન મઠ

આ અન્ય મઠોથી બિલકુલ અલગ છે. સાદગી જ લિજ્જત છે અહીંની. માટીનું કામ ઘણું જ સુદરતાથી કરવામાં આવ્યું છે.

7. થાઇ મઠ

Photo of એ જગ્યા જ્યાં ભગવાન બુદ્ધને મળ્યું જ્ઞાનઃ મુસાફરી બોધ ગયાની 7/8 by Paurav Joshi

આ મઠ આખા ભારતમાં એકલો થાઇ મઠ છે. તેની પુરી છત સોનાના ટાઇલોથી બનેલી છે. ભગવાન બુદ્ધની કાંસાની બનેલી મૂર્તિ કેટલીક વિશિષ્ટ મૂર્તિઓમાંની એક છે જેની સાથે જ 25 મીટરની એક નવી મૂર્તિ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

8. જાપાની મઠ

જાપાની મઠ પણ બુદ્ધના ઘણાં વિશિષ્ટ મઠોથી અલગ કાળો મઠ છે. માત્ર લાકડાથી બનેલો આ મઠ ઘણી પ્રાચીન લાકડીઓની કળાવાળો એકમાત્ર મઠ છે. આ સ્થાન પર તમને અનેક જાપાની લોકો પોતાના સાહિત્યની પૂજા કરતા, વાંચતા જોવા મળશે.

દેશોના મઠોની યાદી અહીં જ નથી અટકતી. મંગોલિયન અને ચાઇનીઝ મઠ પણ અહીં બોધગયામાં મળી જાય છે.

ક્યારે જશો

બોધ ગયા ફરવાનો સૌથી સારો સમય જાન્યુઆરીનો છે. નવેમ્બરથી ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધુ સંખ્યા રહે છે લોકોની.

પરંતુ સૌથી ખરાબ હવામાન હોય છે વરસાદનું. મૉનસૂનમાં લોકો ઘણાં ઓછા અહીં આવે છે.

Photo of એ જગ્યા જ્યાં ભગવાન બુદ્ધને મળ્યું જ્ઞાનઃ મુસાફરી બોધ ગયાની 8/8 by Paurav Joshi
ક્રેડિટઃ વિલ્સન યૂ

કેવીરીતે પહોંચશો

રેલવે માર્ગ- બોધ ગયાની સૌથી નજીકનું સ્ટેશન ગયા છે જે કુલ 13 કિ.મી. દૂર છે. આ સ્ટેશન દિલ્હી, લખનઉ, કોલકાતા અને પટના જેવા મોટા સ્ટેશનો સાથે જોડાયેલું છે. સરળતાથી ટ્રેન મળી જાય છે. દિલ્હીથી ગયાનું સ્લીપર ભાડું ₹400 સુધી છે.

રોડ માર્ગ- દિલ્હીથી ગયા માટે બસો ચાલતી રહે છે. ભાડુ ₹2,000 સુધી. આના બદલે તમે પટના સુધી બસથી જઇ શકો છો. લખનઉથી પટનાનું બસનું ભાડું ₹1,000 સુધી હશે.

હવાઇ માર્ગ- દિલ્હીથી ગયા માટે ફ્લાઇટનું ભાડું ₹4,500 સુધી હશે. તો દિલ્હીથી પટના માટે ફ્લાઇટ ₹2,500 સુધી પડશે. એટલા માટે પટના સુધી ટિકિટ બુક કરો. ત્યાંથી કેબ કરી લો.

કહાની જે અંદાજમાં મેં સંભળાવી તે મારો દ્રષ્ટિકોણ હતો. કોમેન્ટ બૉક્સમાં જણાવો મેં ક્યાં ક્યાં જાણકારી પહોંચાડી.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો