નાગેશ્વર મંદિર કે નાગનાથ મંદિર દ્વારકાની સીમમાં આવેલું પ્રસિદ્ધ હિંદુ શિવ મંદિર છે. તે દ્વાદશ (૧૨) જ્યોતિર્લિંગમાંનું એક છે.
નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે. રુદ્ર સંહિતામાં શિવને 'દારુકાવન નાગેશમ્' તરીકે ઓળખાવ્યા છે. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. આ જ્યોતિર્લિંગને મળતા આવતાં અન્ય દેવસ્થાનો ૧. જગતેશ્વર, અલમોડા, ઉત્તરાખંડ અને ૨. ઔંધ, મહારાષ્ટ્રમાં છે.


શિવ પુરાણ અનુસાર નાગેશ્વર દારુકવન (એક પૌરાણીક જંગલનું નામ)માં આવેલું છે. અન્ય પ્રાચીન ગ્રંથો જેવા કે કામ્યકવન, દ્વૈતવન અને દંડકવન આદિમાં દારુકવનનો ઉલ્લેખ આવે છે. દારુકા નામની રાક્ષસી એ મહાન તપ કરીને દેવી પાર્વતી ને પ્રસન્ન કર્યા.
તેણે માતાને કહ્યું હતું કે "વનમાં ઘણી ઔષધિઓ હોય. જ્યાં લોકોને તેની જરૂરત હોય ત્યાં હું વનને લઇ જઈ શકું એવું વરદાન આપો." માતાએ તેને સત્કર્મ કરવા માટે વરદાન આપી દીધું.
શિવપુરાણ અનુસાર સુપ્રિયા નામની શિવ ભક્ત અને અન્યોને દારુકાએ દારુકવનમાં બંદી બનાવી રાખ્યા હતા. આ વન સર્પોનું હતું અને દારુકા તેમની સ્વામીની હતી.
સુપ્રિયાના કહેવાથી સૌએ શિવના જાપ શરૂ કર્યાં અને ભોળાનાથ પ્રકટ થયાં, તેમણે રાક્ષસોનો નાશ કર્યો અને ત્યાં જ્યોતિર્લિંગ તરીકે રહેવા લાગ્યાં.મરતાં પહેલાં તે રાક્ષસ કન્યા ની ઈચ્છા અનુસાર આ જગ્યાનું નામ તેના નામ અનુસાર નાગેશ્વર રખાયું.

નાગેશ્વર એક રમણીય સ્થળ છે જ્યાં આપણા મન તથા તન બંને પ્રફફૂલિત થઈ જાય છે અને તમને અંદર થી આનંદ ની અનુભૂતિ થાય છે.અહીંયા એમ લાગે છે કે ભોળાનાથ મહાદેવ તમારા બધા જ દુઃખો દૂર કરી દે છે. અહીંયા પર એક વખત તો જરૂર મુલાકાત લેવી જોઈએ.