જીવન એટલે જ મુસાફરી. આમતેમ ભટકવું, નવા લોકોને મળવું, નવા નવા અનુભવો મેળવવા. સમય મળે એટલે ફરવા નીકળી જવાનું પછી ટ્રીપ એક દિવસની હોય કે એક અઠવાડિયાની. અજાણી જગ્યાએ થતા અનુભવો ક્યારેક અંગત જીવનમાં પણ કામ લાગતા હોય છે. હું હંમેશા જીવનને મન ભરીને માણવા માંગુ છું. અને એટલે જ કદાચ રખડવાની એક તક ચૂકતો નથી.