તમારી 2023 ની ટ્રાવેલ બકેટ લિસ્ટ માટે સાઉદી અરેબિયા કેવી રીતે શ્રેષ્ઠ શરૂઆત બની શકે છે તે જાણો

Tripoto
Photo of તમારી 2023 ની ટ્રાવેલ બકેટ લિસ્ટ માટે સાઉદી અરેબિયા કેવી રીતે શ્રેષ્ઠ શરૂઆત બની શકે છે તે જાણો by UMANG PUROHIT

સાઉદી અરેબિયામાં ફરવા માટેની 10 બેસ્ટ જગ્યા

Photo of તમારી 2023 ની ટ્રાવેલ બકેટ લિસ્ટ માટે સાઉદી અરેબિયા કેવી રીતે શ્રેષ્ઠ શરૂઆત બની શકે છે તે જાણો 1/16 by UMANG PUROHIT

ચાલો આજે આપણે ભારતીય લોકોમાં પ્રવાસનું આકર્ષણ બનેલા એવા સાઉદી અરેબિયા વિશે કેટલીક બાબતો જાણીએ અને એ પણ જાણીએ કે કઈ રીતે સાઉદી અરેબિયા તમારા માટે એક શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય પ્રવાસ બની શકે છે.

પોતાના ઓઈલના ભંડારોના કારણે સમૃદ્ધ સાઉદી અરેબિયાએ હવે ધીરે-ધીરે પોતાની ઈકોનોમીની નિર્ભરતા ઓઈલ પરથી ઓછી કરી અન્ય બાબતો પર ડાયવર્ટ કરવાનું શરૂ કર્યું છે. તે જ દિશામાં હવે તે પ્રવાસન ઉદ્યોગ પર વધુ ધ્યાન આપવા લાગ્યું છે અને સાઉદી અરેબિયાને પ્રવાસન ક્ષેત્રમાં દુનિયામાં નંબર વન બનાવવાના લક્ષ્ય સાથે ત્યાંની સરકાર આગળ વધી રહી છે. તેમાં પણ સરકારનું ખાસ ધ્યાન દેશને પરિવાર તેમજ બાળકોને ધ્યાનમાં રાખીને પોતાની સુવિધાઓમાં ફેરફાર કરવા પર છે.

કેટલાક દાયકાઓ સુધી, પર્યટન માત્ર અમુક પસંદગીના ઓપરેટરો સુધી મર્યાદિત હતું, જેમાં ધાર્મિક પ્રવાસી વિઝા હેઠળ લોકોને સાઉદી અરેબિયા લાવવાની પરવાનગી આપવામાં આવતી હતી. પ્રવાસીઓ પ્રવેશ નિયમોને આધીન હતા અને દેશની અંદર હિલચાલ પર ઘણા પ્રતિબંધ હતા.જેમાં સમય સાથે કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા છે. આથી હવે તમારા પરિવાર સાથે મધ્યપૂર્વમાં આવેલા સૌથી મોટા દેશ એવા સાઉદી અરબિયાની મુલાકાત લઈ શકો છો

Photo of તમારી 2023 ની ટ્રાવેલ બકેટ લિસ્ટ માટે સાઉદી અરેબિયા કેવી રીતે શ્રેષ્ઠ શરૂઆત બની શકે છે તે જાણો 2/16 by UMANG PUROHIT
શ્રેયઃ સાઉદી ટૂરિઝમ ગાઈડ

દેશમાં પ્રવાસનને વેગ આપવા માટે નવા-નવા પગલા લેવામાં આવી રહ્યા છે જેમાં મુસાફરોની સુવિધા પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

સાઉદી અરેબિયા 2030 સુધીમાં વાર્ષિક 10 મિલિયન પર્યટનની સંખ્યા વધારવાની મહત્વાકાંક્ષી યોજના ધરાવે છે. જ્યારે મોટા શહેરોમાં પહેલાથી જ ઘણી હોટલો અને સારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે, ત્યારે દેશના વધુ દૂરના વિસ્તારોમાં કુદરતી અજાયબીઓ અને ઐતિહાસિક સ્મારકોનો પણ નોંધપાત્ર રીતે વિકાસ કરવામાં આવી રહ્યો છે.

પરિવાર અને બાળકો સાથે પ્રવાસ કરવા માટે આ બાબતો સાઉદી અરેબિયાને બનાવે છે ખાસ

મુસાફરો માટે એકદમ સુરક્ષિત માનવામાં આવે છે એમાં પણ ભારતીય પ્રવાસીઓને અહીંના લોકો વધારે માન આપે છે

બાળકોને કરવા માટેની ઘણી પ્રવૃતિઓ તમને અહીં મળી જશે

નવા-નવા લગ્ન થયા છે તો હનીમૂન માટે સાઉદી અરેબિયા મધ્યપૂર્વમાં આવેલા દેશમાં સૌથી બેસ્ટ માનવામાં આવે છે

સાઉદી અરેબિયાની સરકાર પ્રવાસીઓને આવકારવા માટે વિવિધ પ્રકારની યોજનાઓ સમય-સમય પર જાહેર કરે છે

દુનિયામાં આવેલી પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક સાઉદી અરેબિયામાં પણ આવેલી છે

સાઉદી અરેબિયામાં ફરવા માટે આ જગ્યાઓ બેસ્ટ છે

1. રિયાધ- સાઉદી અરેબિયાનું સાંસ્કૃતિક સંગમ

Photo of તમારી 2023 ની ટ્રાવેલ બકેટ લિસ્ટ માટે સાઉદી અરેબિયા કેવી રીતે શ્રેષ્ઠ શરૂઆત બની શકે છે તે જાણો 3/16 by UMANG PUROHIT
શ્રેયઃ સાઉદી ટૂરિઝમ ગાઈડ

મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમયઃ નવેમ્બરથી માર્ચ

અલ મસમક ફોર્ટ

કિંગ અબ્દુલ અઝીઝ હિસ્ટોરિકલ સેન્ટર (નેશનલ મ્યુઝિયમ), રિયાધ

અલ ફૈસાલિઆહ સેન્ટર

2. દમ્મામ - સાઉદી અરેબિયાના પૂર્વીય પ્રાંતની રાજધાની

Photo of તમારી 2023 ની ટ્રાવેલ બકેટ લિસ્ટ માટે સાઉદી અરેબિયા કેવી રીતે શ્રેષ્ઠ શરૂઆત બની શકે છે તે જાણો 4/16 by UMANG PUROHIT
શ્રેયઃ સાઉદી ટૂરિઝમ ગાઈડ

મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમયઃ ઓક્ટોબરથી માર્ચ

દમ્મામ કોર્નિશ

હેરિટેજ વિલેજ

હાફ મૂન બે

અલ મરજાન આઇલેન્ડ

3.અલ જુબેલ - સાઉદી અરેબિયાનું ઔદ્યોગિક હબ

Photo of તમારી 2023 ની ટ્રાવેલ બકેટ લિસ્ટ માટે સાઉદી અરેબિયા કેવી રીતે શ્રેષ્ઠ શરૂઆત બની શકે છે તે જાણો 5/16 by UMANG PUROHIT
શ્રેયઃ સાઉદી ટૂરિઝમ ગાઈડ

મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમયઃ ઓક્ટોબરથી માર્ચ

અલ નખિલ બીચ

અલ ફનાટીર સીફ્રન્ટ એન્ડ મરિના

અલ જૌબેલ મોલ

4. આભા - સાઉદી અરેબિયાનું સૌથી મોટું શહેર

Photo of તમારી 2023 ની ટ્રાવેલ બકેટ લિસ્ટ માટે સાઉદી અરેબિયા કેવી રીતે શ્રેષ્ઠ શરૂઆત બની શકે છે તે જાણો 6/16 by UMANG PUROHIT
શ્રેયઃ સાઉદી ટૂરિઝમ ગાઈડ

મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય: ફેબ્રુઆરીથી મધ્ય મે અને સપ્ટેમ્બરથી નવેમ્બર

આસીર પ્રાદેશિક સંગ્રહાલય

Jebel Al Akhdar

આસિર નેશનલ પાર્ક

5. તાઈફ - કળા પ્રેમીઓ માટે સ્વર્ગ

Photo of તમારી 2023 ની ટ્રાવેલ બકેટ લિસ્ટ માટે સાઉદી અરેબિયા કેવી રીતે શ્રેષ્ઠ શરૂઆત બની શકે છે તે જાણો 7/16 by UMANG PUROHIT
શ્રેયઃ સાઉદી ટૂરિઝમ ગાઈડ

મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય: નવેમ્બર અને ડિસેમ્બર

શુભ્રા પેલેસ

અલ ફૈસાલિયા ગાર્ડન, તાઈફ

જોરી મોલ, તાઈફ

AlUlaમાં જોવાલાયક સ્થળો

6. હેગ્રા - સાઉદી અરેબિયાની પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ

Photo of તમારી 2023 ની ટ્રાવેલ બકેટ લિસ્ટ માટે સાઉદી અરેબિયા કેવી રીતે શ્રેષ્ઠ શરૂઆત બની શકે છે તે જાણો 8/16 by UMANG PUROHIT

7. જબલ અલફિલ (એલિફન્ટ રોક)

Photo of તમારી 2023 ની ટ્રાવેલ બકેટ લિસ્ટ માટે સાઉદી અરેબિયા કેવી રીતે શ્રેષ્ઠ શરૂઆત બની શકે છે તે જાણો 9/16 by UMANG PUROHIT

8. Old Town of AlUla - સાઉદી અરેબિયાની ભવ્ય અને જુની સંસ્કૃતીની ઝલક

Photo of તમારી 2023 ની ટ્રાવેલ બકેટ લિસ્ટ માટે સાઉદી અરેબિયા કેવી રીતે શ્રેષ્ઠ શરૂઆત બની શકે છે તે જાણો 10/16 by UMANG PUROHIT
શ્રેયઃ સાઉદી ટૂરિઝમ ગાઈડ

9. અલ દિવાન - કુદરતી પર્વતીય વિસ્તાર

Photo of તમારી 2023 ની ટ્રાવેલ બકેટ લિસ્ટ માટે સાઉદી અરેબિયા કેવી રીતે શ્રેષ્ઠ શરૂઆત બની શકે છે તે જાણો 11/16 by UMANG PUROHIT
શ્રેયઃ સાઉદી ટૂરિઝમ ગાઈડ

10. Lion Tombs of Dadan

Photo of તમારી 2023 ની ટ્રાવેલ બકેટ લિસ્ટ માટે સાઉદી અરેબિયા કેવી રીતે શ્રેષ્ઠ શરૂઆત બની શકે છે તે જાણો 12/16 by UMANG PUROHIT
શ્રેયઃ સાઉદી ટૂરિઝમ ગાઈડ
Photo of તમારી 2023 ની ટ્રાવેલ બકેટ લિસ્ટ માટે સાઉદી અરેબિયા કેવી રીતે શ્રેષ્ઠ શરૂઆત બની શકે છે તે જાણો 13/16 by UMANG PUROHIT
Photo of તમારી 2023 ની ટ્રાવેલ બકેટ લિસ્ટ માટે સાઉદી અરેબિયા કેવી રીતે શ્રેષ્ઠ શરૂઆત બની શકે છે તે જાણો 14/16 by UMANG PUROHIT
શ્રેયઃ સાઉદી ટૂરિઝમ ગાઈડ

શું તમે સાઉદી અરેબિયા વિશે આ બાબતો જાણો છો ?

સાઉદી અરેબિયામાં ઘણા પ્રખ્યાત મોલ છે જ્યાંથી પ્રવાસીઓ ઘણી સારી વસ્તુઓ ખરીદી શકે છે. સાઉદી અરેબિયામાં ખરીદી કરવા માટેના કેટલાક શ્રેષ્ઠ સ્થાનો:

અલ નખિલ મોલ, રિયાધ

બિશ્ત સોક, રિયાધ

મોલ ઓફ અરેબિયા, જેદ્દાહ

રેડ સી મોલ, જેદ્દાહ

ગેબેલ સ્ટ્રીટ સોક, જેદ્દાહ

સાઉદી અરેબિયામાં આવેલા મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

કિંગ ખાલેદ ઇન્ટરનેશનલ એરપોર્ટ, રિયાધ

કિંગ ફહદ ઇન્ટરનેશનલ એરપોર્ટ, દમ્મામ

કિંગ અબ્દુલ અઝીઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ, જેદ્દાહ

જેદ્દાહ સાંસ્કૃતિક અને ઐતિહાસિક આનંદથી સમૃદ્ધ છે પરંતુ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે પરિવાર સાથે શ્રેષ્ઠ સમયનો આનંદ માણી શકો છો. અલ શલાલ થીમ પાર્ક એ શ્રેષ્ઠ સ્થળ છે જ્યાં તમે તમારા પરિવાર સાથે મુલાકાત લઈ શકો છો. અહીં કેટલીક અદભૂત રાઇડ્સ પણ આવેલી છે. આ પાર્કમાં બાળકો માટે રાઈડ્સ અને સ્કેટિંગ રિંક પણ છે.

Photo of તમારી 2023 ની ટ્રાવેલ બકેટ લિસ્ટ માટે સાઉદી અરેબિયા કેવી રીતે શ્રેષ્ઠ શરૂઆત બની શકે છે તે જાણો 15/16 by UMANG PUROHIT

સાઉદી અરેબિયા તેના હેરિટેજ સાઇટ્સ અને મસ્જિદો માટે પ્રખ્યાત છે, સાઉદીમાં અન્ય પ્રખ્યાત વસ્તુઓ છે:

અરબી ઘોડા

વિશ્વનું સૌથી મોટું રેતીનું રણ- રુબ અલ ખલી,

વિશ્વનું સૌથી મોટું ઓસિસ- અલ-અહસા

અરેબિયન કોફી

બેદુઈન્સ આર્ટ

પ્રવાસી વિઝા પર સાઉદી અરેબિયાની મુલાકાત લેતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

Photo of તમારી 2023 ની ટ્રાવેલ બકેટ લિસ્ટ માટે સાઉદી અરેબિયા કેવી રીતે શ્રેષ્ઠ શરૂઆત બની શકે છે તે જાણો 16/16 by UMANG PUROHIT

જો તમે ભારતમાંથી સાઉદી અરેબિયાની મુલાકાત લેવા જઈ રહ્યા છો તો તમારે નીચેની બાબતો ધ્યાનમાં લેવી જોઈએ

1. માન્ય વિઝા

આગમન પહેલાં તમારે માન્ય પ્રવાસન વિઝા મેળવવો આવશ્યક છે. પ્રવાસી વિઝા ધરાવતા બિન-સાઉદી નાગરિકોને COVID-19 રોગચાળા દરમિયાન રાજ્યમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે છે જો તેઓએ સાઉદીના આરોગ્ય મંત્રાલય દ્વારા મંજૂર કરાયેલ COVID-19 રસીઓમાંથી એકના જરૂરી ડોઝ પૂર્ણ કર્યા હોય અને "Arrival Registration" પ્લેટફોર્મ પર સફળતાપૂર્વક નોંધણી કરાવી હોય. https://muqeem.sa/#/vaccine-registration/home..

2. પીસીઆર ટેસ્ટ

દેશની મુલાકાતે આવતા પહેલાં માન્ય પ્રવાસન વિઝા મેળ્યા બાદ. માન્ય લેબોરેટરીમાંથી જારી કરાયેલ નેગેટિવ પીસીઆર રિપોર્ટ સાથે રાખવો પડશે જે (72) કલાકથી વધુ જુનો ન હોવો જોઈએ અને જો આમ કરવામાં નિષ્ફળ રહેશો તો વિમાનમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

3. હેલ્થ ઇન્શુઅરન્સ

સાઉદી અરેબિયાની મુલાકાત લેવા ઇચ્છતા તમામ મુસાફરો પાસે હેલ્થ ઈન્શુઅરન્સ હોવો આવશ્યક છે જે દેશની મુલાકાત દરમિયાન કોવિડને લગતા તમામ ખર્ચ આવરી લે.

4. તમારી વેક્સીનને લગતી માહિતી

સાઉદી અરેબિયામાં પ્રવેશતા દરેક મુસાફરોએ નીચે જણાવેલી કોવિડ રસીમાંથી કોઈપણ એક રસી લીધી છે તે બાબતનું પ્રમાણપત્ર આપવાનું રહશે

2 ડોઝ : ફાઈઝર બાયોએનટેક અથવા કોમર્નાટી

2 ડોઝ: ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા અથવા કોવિશિલ્ડ અથવા એસકે બાયોસાયન્સ અથવા વેક્સઝેવરિયા.

2 ડોઝ: મોડર્ના અથવા સ્પાઇકવેક્સ

1 ડોઝઃ જોનસ્ન & જોનસ્ન

સાઉદી અરેબિયામાં આવ્યાના 8 કલાકની અંદર Tawakkalna એપ્લિકેશન ડાઉનલોડ કરી અને નોંધણી કરાવાની રહશે. સાઉદીમાં Tawakkalnaનો ઉપયોગ કરવા માટે તમારા સેલફોન પર ફોન અને ડેટાને લગતી સેવાઓની જરૂર પડશે

જો તમે WHO અને સાઉદી અરેબિયા દ્વારા મંજૂર કરાયેલી રસીમાંથી કોઈપણ એક રસીના બન્ને ડોઝ લીધા છે તો તમારે 14 દિવસ માટે quarantine થવાની જરૂર નથી

Further Reads