દરેક પુખ્ત વયના લોકોએ બેંગકોકમાં આ પ્રવૃત્તિઓ અચૂક અજમાવવી!

Tripoto

દિવસે ધબકતું અને રાત્રે ધમધમતું બેંગકોક એ એશિયાનું સૌથી જીવંત શહેર છે, ખાસ તો પુખ્ત વયના લોકો (એડલ્ટ) માટે! થાઈલેન્ડના પાટનગર એવા બેંગકોકની નાઇટલાઈફ એ દરેક એડલ્ટે એક વાર તો અચૂક અજમાવવી જોઈએ.

કહેવાય છે કે નાઈટ લાઈફનો અનુભવ કરવા આ વિશ્વના અમુક સૌથી વિખ્યાત શહેરો પૈકી એક છે. કેટલીય પાર્ટી સ્ટ્રીટ, પબ, બાર તેમજ નાઈટ ક્લબ સાથે અહીં આખી રાતનો જે ઝગમગાટ છે તે તમને એક પ્રવાસી તરીકે વિશ્વમાં ભાગ્યે જ બીજે જોવા મળશે.

1. Bangkok Calypso Cabaret Show

ચાઇનીઝ રોમેન્ટીક મ્યુઝિક સાથે લેડીબોયને ડાન્સ કરતાં જોવો અને સાથે સાથે થાઈ ભોજન સાથે રાતના સમયે સંપૂર્ણ મનોરંજન મેળવો. અત્રે ઉલ્લેખનીય છે કે આ બેંગકોકની નાઇટ લાઈફના સંદર્ભે સૌથી લોકપ્રિય જગ્યા છે.

લોકેશન: ASIATIQUE ધ રિવર ફ્રન્ટ, બેંગકોક

શોનો સમયગાળો: 2 કલાક (Dinner + Cabaret Show)

સમય: સાંજે 6 વાગ્યાથી

Photo of દરેક પુખ્ત વયના લોકોએ બેંગકોકમાં આ પ્રવૃત્તિઓ અચૂક અજમાવવી! by Jhelum Kaushal

2. Muay Thai With Brick Bistro Dinner

લુંપીની બોક્સિંગ સ્ટેડિયમ ખાતે બેંગકોકની નાઇટલાઈફનો અભૂતપૂર્વ અને અવિસ્મરણીય અનુભવ કરો. અહીં તમને એક સમયે થાઈ સેનાની નિયમિત પ્રવૃત્તિ તેવી મુયાય થાઈ ફાઇટ પણ જોવા મળશે જે સાચે જ યાદગાર સાબિત થશે.

લોકેશન: લુંપીની બોક્સિંગ સ્ટેડિયમ, રામિત્ર રોડ, બેંગકોક

સમય: સાંજે 6થી 10 (મંગળવારથી શુક્રવાર) અને સાંજે 4થી 12 (દર શનિવાર)

Photo of દરેક પુખ્ત વયના લોકોએ બેંગકોકમાં આ પ્રવૃત્તિઓ અચૂક અજમાવવી! by Jhelum Kaushal

3. Dinner Cruise At Chao Phraya River

બેંગકોકની ખૂબ જ જાણીતી જગ્યાએ એક જાનદાર ક્રૂઝમાં શાનદાર સાંજ વિતાવવી કોને ન ગમે?? અને વળી ડાન્સના મનોરંજન સાથે સ્વાદિષ્ટ બુફે ડિનર તો ખરું જ!

લોકેશન: Asiatique ધ રિવર ફ્રન્ટ, Wat Phraya Krai, Bangkok

સમય: સાંજે 7થી 9 (ક્રૂઝના ચોક્કસ સમય માટે તમારી ટિકિટ ચકાસવી)

Photo of દરેક પુખ્ત વયના લોકોએ બેંગકોકમાં આ પ્રવૃત્તિઓ અચૂક અજમાવવી! by Jhelum Kaushal

4. Catch A Theatre Show At Siam Niramit

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સહિત અનેક એવોર્ડમાં વિજેતા થનાર ખ્યાતનામ સિયામ નિરામિત થિયેટરનું બેંગકોક નાઈટ લાઈફમાં એક આગવું સ્થાન છે. અહીં થાઈલેન્ડની કળા અને સંસ્કૃતિની ખૂબ સુંદર કાર્યક્રમો દ્વારા અભિવ્યક્તિ કરવામાં આવે છે.

લોકેશન: 19 Thiam Ruam Mit Rd, Khwaeng Huai Khwang, Krung Thep Maha Nakhon

સમય: રોજ સાંજે 5.30થી 10

Photo of દરેક પુખ્ત વયના લોકોએ બેંગકોકમાં આ પ્રવૃત્તિઓ અચૂક અજમાવવી! by Jhelum Kaushal

5. Enjoy Sky Dining Buffet Overlooking Bangkok’s Sparkling Skyline

બેંગકોકની નાઈટ લાઈફની વાત હોય તો સ્કાય ડાઈનિંગ ન કરો તે કેમ ચાલે? ચારે બાજુ બેંગકોક શહેરની ઝગમગાટ વચ્ચે Baiyoke Sky Hotel બિલ્ડીંગના સાતમા અને આઠમા માળે આવેલી રેસ્ટોરાંમાં જમવું એ કોઈ પણ માટે આહ્લાદક અનુભવ બની રહે છે. અહીંના બુફેમાં ભોજનની વિવિધતા જોઈ તમારું પેટ અને મન બંને ભરાઈ જશે.

લોકેશન: Baiyoke Sky Hotel

સમય: સાંજે 5થી 9 (દર ગુરુવાર અને શનિવાર)

Photo of દરેક પુખ્ત વયના લોકોએ બેંગકોકમાં આ પ્રવૃત્તિઓ અચૂક અજમાવવી! by Jhelum Kaushal

6. Encounter The Bangkok Ladyboy Shows

મનોરંજનથી ભરપૂર સાંજ માણવી હોય તો તમારે માત્ર બેંગકોક જ નહીં, સમગ્ર થાઈલેન્ડના પ્રખ્યાત Cabaret showsના પ્રેક્ષક અવશ્ય બનવું રહ્યું. અહીં ખૂબ ઉત્કૃષ્ટ કલાકારો દ્વારા થતી વિવિધ રજૂઆતો તમને અચંબામાં મૂકી દેશે.

લોકેશન: Suan Lum Night Bazaar Ratchada

સમય: રોજ સાંજે 7થી 10

Photo of દરેક પુખ્ત વયના લોકોએ બેંગકોકમાં આ પ્રવૃત્તિઓ અચૂક અજમાવવી! by Jhelum Kaushal

7. Experience An Explosion Of Flavours In Chinatown

ચાઈના ટાઉનની ગલીઓમાં લટાર મારવી તે બેંગકોકની નાઈટ લાઈફનું એક અભિન્ન અંગ છે તેમ કહી શકાય. બેંગકોક આવતા દરેક પ્રવાસીએ આ પ્રવૃત્તિ ચોક્કસ કરવી જોઈએ. અને તેથી જ, નિઃશંકપણે આ બેંગકોકની સૌથી વધુ મુલાકાત લેવાતી જગ્યાઓ પૈકી એક છે. અહીં દેશ વિદેશના ભોજનોની પણ પુષ્કળ વિવિધતા ચ્હે તેથી ખાણી-પીણીના શોખીન લોકો માટે પણ આ એક કામની જગ્યા છે.

લોકેશન: Chinatown, Yaowarat Road, rung Thep Maha Nakhon

સમય: રોજ સવારે 9થી રાત્રે 10 સુધી

Photo of દરેક પુખ્ત વયના લોકોએ બેંગકોકમાં આ પ્રવૃત્તિઓ અચૂક અજમાવવી! by Jhelum Kaushal

8. Kiss The City’s Skyline At Sky Bar Lebua, State Tower

બેંગકોક આવનાર પ્રવાસીએ મોજ, મસ્તી અને ધમાલની સાથોસાથ સોફેસ્ટીકેશનનો અનુભવ પણ કરવો જ રહ્યો. 64માં માળે આવેલા આ બારમાં ખૂબ ક્લાસિક લોકોની હાજરી જોવા મળે છે અને અહીંનો માહોલ સાચે જ નિરાળો હોય છે. હોલિવૂડ ફિલ્મ Hangover IIના અમુક દ્રશ્યોનું અહીં શૂટિંગ થયું હતું.

લોકેશન: 63rd Floor, Sky Bar Lebua at State Tower, Silom, Krung Thep Maha Nakhon

સમય: રોજ સાંજે 4થી મધરાતે 1 સુધી

Photo of દરેક પુખ્ત વયના લોકોએ બેંગકોકમાં આ પ્રવૃત્તિઓ અચૂક અજમાવવી! by Jhelum Kaushal

9. Groove All Night Long At Maggie Choo’s

પાર્ટી અને ડાન્સના શોખીનો માટે બેંગકોકની આ આદર્શ જગ્યા છે જ્યાં મસ્તી, મનોરંજન અને સ્વાદિષ્ટ ભોજન બધુ જ મળી રહે છે. અહીં શાંઘાઇ થીમ ધરાવતું એક અલાયદું મેન્યૂ છે જે ખાણી-પીણીના રસિયા લોકોને મજા પડે છે. વળી, આ જગ્યા મધરાત સુધી ખુલ્લી રહેવાને કારણે નિશાચર લોકો માટે આદર્શ છે.

લોકેશન: Basement, Fenix Novotel, 320 Maha Nakhon, Silom, Bang Rak, Bangkok

સમય: રોજ સાંજે 7.30થી મધરાતે 2.30 વાગ્યા સુધી

10. Amaze Your Senses At Soi Cowboy

બેંગકોકની નાઇટલાઈફ અને પાર્ટી લાઈફ માટે જાણીતી વધુ એક સ્ટ્રીટ એટલે આ જગ્યા! અહીં હારબંધ 20 કરતાં પણ વધુ અવનવા બાર આવેલા છે. ચારે બાજુ વિવિધ રંગોની નિયૉન લાઇટ્સ આ સ્ટ્રીટને વધુ જીવંત બનાવે છે. અહીં આવેલા સૌથી લોકપ્રિય બારમાં Baccara, Deja Vu A Go-Go, Kiss A Go-Go વગેરેનો સમાવેશ થાય છે.

લોકેશન: Soi Cowboy Street, Bangkok

સમય: રોજ સાંજે 6થી મધરાતે 1 વાગ્યા સુધી

Photo of દરેક પુખ્ત વયના લોકોએ બેંગકોકમાં આ પ્રવૃત્તિઓ અચૂક અજમાવવી! by Jhelum Kaushal

11. Experience One-of-a-kind Nightlife At Sing Sing Theatre

એક પરંપરાગત ચાઇનીઝ થીમ સાથે બનેલું આ થિયેટર અહીં થતાં એક થી એક ચડિયાતા કાર્યક્રમો અને પરફોમન્સ માટે જાણીતું છે. અહીં આવેલું બાર અન્યોની સરખામણીમાં ઘણું વાજબી પણ છે જે તેની વધુ એક વિશેષતા છે. બેંગકોકના બેસ્ટ બજેટ બારમાં તેનો સમાવેશ થાય છે.

લોકેશન: Sukhumvit 45 Alley, Khwaeng Khlong Tan Nuea, Khet Watthana, Krung Thep Maha Nakhon

સમય: સાંજે 9થી મધરાતે 2 વાગ્યા સુધી (સોમવારે બંધ)

Photo of દરેક પુખ્ત વયના લોકોએ બેંગકોકમાં આ પ્રવૃત્તિઓ અચૂક અજમાવવી! by Jhelum Kaushal

તો પછી રાહ શેની જુઓ છો? હમણાં જ થાઈલેન્ડની ટિકિટ બૂક કરો અને નાઈટ લાઈફનો એક અનોખો અનુભવ મેળવવા તૈયાર થઈ જાઓ!

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads