હરિયાણા: આ રાજ્ય વિષે તમે શું જાણો છો?

Tripoto

હરિયાણા: એ રાજ્ય જ્યાં ભગવદ ગીતાનો જન્મ થયો

આ રાજ્ય વિષે ગૂગલ સર્ચ કરશો તો તેની ઓફિશિયલ વેબસાઇટ પર ઉપરોક્ત વાક્ય જોવા મળશે. આ વિશેષતા આપોઆપ જ હરિયાણા રાજ્યને ખાસ બનાવે છે. વળી, હરિ એટલે ઈશ્વર અને આયન એટલે ઘર- આ બંને શબ્દો મળીને હરિયાણા રાજ્યના નામનો અર્થ ‘ઈશ્વરનું ઘર’ એવો થાય છે.

Photo of Haryana, India by Jhelum Kaushal

વર્ષ 1947 માં ધર્મનાં આધારે દેશનું વિભાજન થયા બાદ હિન્દુ બહુમતી ધરાવતા દેશમાં ભાષાના આધારે રાજ્યોનું સર્જન થયું. 4 નવેમ્બર, 1966 ના દિવસે પંજાબમાંથી ભાષાના આધારે હરિયાણા રાજ્ય છૂટું પડ્યું. છેલ્લા કેટલાય વર્ષોથી ક્રાઇમ બેઝ ટીવી શોઝમાં હરિયાણા રાજ્યનો સતત ઉલ્લેખ જોવા મળે છે પણ તે સિવાય હરિયાણામાં અન્ય ઘણી રસપ્રદ વાતો છે.

1. પ્રાચીન સભ્યતા

સિંધુ નદી આસપાસ વિકાસ પામેલી સંસ્કૃતિને વિશ્વની સૌથી પ્રાચીન તેમજ સૌથી ભવ્ય સભ્યતા માનવામાં આવે છે. હિસ્સાર અને ફતેહાબાદ જિલ્લામાં આવેલા બે ગામો આશરે 9000 વર્ષ જુના ગામ છે તેવું માનવામાં આવે છે. રાખીગઢી અને ભિરાણા નામના ગામમાં પુરાતત્વ ખાતાને સિંધુ સિવિલાઈઝેશનના અંશો મળી આવ્યા હતા.

Photo of હરિયાણા: આ રાજ્ય વિષે તમે શું જાણો છો? by Jhelum Kaushal
Photo of હરિયાણા: આ રાજ્ય વિષે તમે શું જાણો છો? by Jhelum Kaushal

2. બાસમતી ચોખા

ભારતનાં મોટા ભાગના રાજ્યોમાં મુખ્ય ખોરાક ચોખા છે અને કદાચ એટલે જ દેશભરમાં વિવિધ પ્રકારની ચોખાની અનેક જાતનું ઉત્પાદન થાય છે. ચોખામાં સૌથી સારી જાત બાસમતી અને એ ચોખાનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય એટલે હરિયાણા. બાસમતી ચોખાના દેશનાં કુલ ઉત્પાદન પૈકી 60% ઉત્પાદન માત્ર હરિયાણામાં થાય છે.

Photo of હરિયાણા: આ રાજ્ય વિષે તમે શું જાણો છો? by Jhelum Kaushal

3. મહાભારત કનેક્શન

ચંડીગઢ હરિયાણાની સાથોસાથ પંજાબ રાજ્યની પણ રાજધાની છે, અને સ્વતંત્ર રીતે તે એક કેન્દ્રશાસિત પ્રદેશ પણ છે. તેથી હરિયાણા રાજ્યનું સૌથી મોટું અને સૌથી વિકસિત રાજ્ય એટલે ગુરુગ્રામ. આ નામના ઇતિહાસમાં ડૂબકી લગાવવાથી જાણવા મળે છે કે ગુરુ દ્રોણાચાર્યે પાંડવો અને કૌરવોને જે ભૂમિ પર શિક્ષણ આપ્યું હતું તે આ ભૂમિ હતી એટલે તેને ગુરુનું ગામ- ગુરુગ્રામ કહેવાય છે.

Photo of હરિયાણા: આ રાજ્ય વિષે તમે શું જાણો છો? by Jhelum Kaushal

પાનીપત એ પાંડવો દ્વારા વસાવવામાં આવેલી પાંચ નગરીઓમાંની એક નગરી માનવામાં આવે છે. અને કુરુક્ષેત્ર. જે યુદ્ધ અને તેની આસપાસની કથાઓને આધારે વિશ્વના સૌથી મોટા મહાકાવ્ય- મહાભારતનું સર્જન થયું એ મહાભારતનું યુદ્ધ જે ભૂમિ પર થયું તે ભૂમિ એટલે કુરુક્ષેત્ર. આ જ ધરતી પર ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને પરમ જ્ઞાન આપ્યું હતું જેને આપણે સૌ ભગવદ ગીતા કહીએ છીએ. આ રીતે કુરુક્ષેત્ર ભગવદ ગીતાનું જન્મસ્થળ છે.

4. કેકટસ ગાર્ડન

પંચકુલા શહેરમાં આવેલા આ બગીચાનું સત્તાવાર નામ National Cactus and Succulent Botanical Garden and Research Centre છે. આ ગાર્ડન 3500થી વધુ પ્રકારના થોર ધરાવતું એશિયાનું સૌથી મોટું ગાર્ડન છે. અહીં દુનિયામાં વિવિધ ખૂણે થતી થોરની વિવિધ પ્રકારની પ્રજાતિનો સંગ્રહ કરવામાં આવ્યો છે. વિશ્વભરના વનસ્પતિશાસ્ત્રીઓ આ ગાર્ડનમાં ખૂબ રસ લે છે.

Photo of હરિયાણા: આ રાજ્ય વિષે તમે શું જાણો છો? by Jhelum Kaushal
Photo of હરિયાણા: આ રાજ્ય વિષે તમે શું જાણો છો? by Jhelum Kaushal

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ