90 ના દશકામાં ઇન્ડી પૉપ મ્યુઝીક નો એક રીતે ઉદય થયો હતો. લોકો હજુ નવા નવા માત્ર ઓડિયો માંથી વિડિઓ તરફ પ્રયાણ કરી રહ્યા હતા અને ટીવીની પણ શરૂઆત હતી. અને આ સમયે જ નોન ફિલ્મી મ્યુઝીક વીડિઓની શરૂઆત થઇ. તમને પણ આમાંના ઘણા ગીતો ગમ્યા હશે પરંતુ આજે જાણો કે આ ગીતોનું શૂટિંગ ક્યાં થયું હતું!
પિયા બસન્તી રે
હિમાચલની રાજધાની શિમલાથી 80 કિમી દૂર કોતગઢ નામના ગામમાં આ ગીતનું શૂટિંગ થયું હતું. 1900 મીટરની ઉંચાઈ પર આવેલ કોતગઢના સુંદર દ્રશ્યો આ ગીતમાં છે.
ડુબા ડુબા રહેતા હું
મુંબઈથી 3 કલાકના અંતરે લોનાવાલામાં આવેલ પવન સરોવર પર સિલ્ક રૂટ બેન્ડ જેમાં મોહિત ચૌહાણ પણ હતા એમણે આ ગીતનું શૂટિંગ કરેલું.
સોચતા હું ઉસકા દિલ
તમારા પહેલા ક્રશ તરફ તમને આ ગીત લઇ જશે. શીમળાના 140 વર્ષ જુના આ બિલ્ડિંગમાં અત્યારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી ચાલે છે જ્યાં આ ગીત ફિલ્માવાયું હતું. તમે આ ગીતમાં વાઇસરોય લોજના ઘણા દ્રશ્યો જોઈ શકો છો.
તેરી દીવાની
કૈલાશ ખેતના આ ગીતે એની પહેલાના બધા જ રેકોર્ડ તોડ્યા હતા! ચાર મિનાર, ગોલકોંડા કિલ્લો અને હૈદરાબાદના જુના શહેરમાં આનું શૂટિંગ થયું છે.
તેરે મેરે સાથ જો હોતા હૈ
ક્યુબા જે મૂળ રીતે એક કમ્યુનિશ દેશ છે ત્યાંના હવાનામાં આ ગીત ફિલ્માવાયું હતું.
સૈયા
જયારે ઇન્ડી પો સોન્ગનો જમાનો જઈ રહ્યો હતો ત્યારે કૈલાશ ખેરનું આ ગીત આવ્યું હતું. જયપુરના સિટી પેલેસમાં આ ગીતનું શૂટિંગ થયું હતું. આ ગીતમાં સિટી પેલેસના મોટાભાગના દ્રશ્યો આરામથી જોઈ શકાય છે.
હો ગઈ હે મહોબત તુમસે
કેરળના એલેપ્પીમાં આ ગીતનું શૂટિંગ થયું હતું. એલેપ્પીને કોઈ જ પ્રકારની ઓળખાણની જરૂર નથી એટલું પ્રસિદ્ધ સ્થળ છે.
બાહો મેં ચાલે આઓ
ગાંધીનગરમાં અડાલજ ની વાવમાં ફિલ્માવાયેલું આ ગીત ખરેખર તો રિમિક્સ હતું પરંતુ ઓછા જવાતા સ્થળોમાં એનું સ્થાન છે એટલે આ લિસ્ટમાં પણ એનું સ્થાન છે! ઉપરાંત કચ્છનું રણ પણ આમ જોઈ શકાય છે.
ઔર આહિસ્તા
પંકજ ઉધાસના દશકા સમયનું આ ગીત આપણને સમીરા રેડ્ડીને પણ યાદ કરાવે છે. ઑસ્ટ્રેલિયાના સિડનીમાં ઑસ્ટ્રેલિયન સિટીના ઘણા જ દ્રશ્યો સાથે આનું શૂટિંગ થયું છે.
નથીંગ ઓફ અવર ઓઉન
2019 માં રિલીઝ થયેલું જનરેશન Z નું આ ગીત છે. પરંતુ જુના ગીતો પ્રમાણેની સ્ટાઇલ પછી લાવવાના કારેન આ લિસ્ટમાં શામિલ છે. ઐશ અહેમદને આ ગીતમાં મુંબઈ અને પંચગીની વચ્ચેના રોડ પર મુસાફરી કરતી બતાવવામાં આવી છે. ધોમ ડેમનો સુંદર નજારો પૂરું પડતું પંચગીની એ સ્વાભાવિક રીતે પ્રસિદ્ધ સ્થળ છે.
આ 10 સિવાય પણ અઢળક ગીતો હશે તો અમારી સાથે શેર કરો!
.