પ્રવાસનો સાર
રાજસ્થાન, જ્યારે તમે આ રાજ્ય વિશે વિચારો છો, ત્યારે તમારા મગજમાં કેટલીક બાબતો આવે છે, તેની સુંદરતા, ભવ્યતા અને વૈભવ. શું તમને પણ લાગે છે કે આ સુંદર રાજ્ય જોવા માટે તમારું ખિસ્સું ભરેલું હોવું જોઈએ? જો તમે એવું વિચારતા હોવ તો તમે ખોટા છો. અમે તમને જણાવીશું કેવી રીતે રાજસ્થાનની સરળ અને સસ્તી યાત્રા કરી શકાય. આવો જાણીએ
રાજસ્થાનમાં એક અઠવાડિયું ફરવા માટે માત્ર ₹12,000ની જરૂર છે. જેમાં તમે રાજ્યના 7 શહેરોની સંપૂર્ણ મુલાકાત લઈ શકો છો. નીચે જણાવેલી બાબતો પર ધ્યાન આપો.
ગુજરાતથી તમે આરામથી ટ્રેન દ્વારા કે બસ દ્વાર અથવા તો તમારા અંગત વાહન દ્વારા એકદમ સરળતાથી પહોંચી શકો છો.
દિવસ 1
જોવા લાયક સ્થળઃ
ગરાડિયા મહાવીર મંદિર
કોટા ગઢ મ્યુઝિયમ
કોટાની 7 અજાયબીઓ
અહીં કોટામાં તમે હોસ્ટેલમાં રોકાઈ શકો છો
ખર્ચ:
જાહેર પરિવહન દ્વારા- ₹50
ગરાડિયા મહાવીર મંદિર ટિકિટ- ₹75
રીટર્ન પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા ₹40
કોટાગઢ મ્યુઝિયમ ટિકિટ- ₹100
હોસ્ટેલ - ₹ 550
ભોજન ખર્ચ - ₹ 450.
કુલ ખર્ચ: ₹1,265.
દિવસ 2
કોટા પછી તમે ચિત્તોડગઢ માટે રવાના થઈ શકો છો.
જોવા લાયક સ્થળઃ
ચિત્તોડગઢ કિલ્લો
રાણા રતન પેલેસ
રાણી પદ્મિની મહેલ
અહીં તમે નટરાજ ટૂરિસ્ટ હોટેલમાં રોકાઈ શકો છો
ખર્ચઃ
ચિત્તોડગઢ સુધીની ટ્રેન- ₹100
સાર્વજનિક પરિવહન દ્વારા મુસાફરીનો ખર્ચ- ₹70
મેમોરિયલ ટિકિટ- ₹80
હોટેલ - ₹ 600
ખોરાકની કિંમત - ₹ 600
કુલ કિંમત- ₹ 1,450
દિવસ 3
ઉદયપુર જવા માટે તમને આરામથી ટ્રેન મળી જશે અને પોતાના વાહનમાં છો તો તમારી રીતે આરામથી પ્રવાસ કરી શકો છો.
જોવા લાયક સ્થળોઃ
ઉદયપુર પેલેસ
સુંદર તળાવ
અદ્ભુત બજારો
અહીં જોસ્ટેલ નામની હોસ્ટેલમાં રોકાઈ શકો છો
ખર્ચ:
ઉદયપુર સુધીની ટ્રેન - ₹170
પેલેસ ટિકિટ - ₹ 50
જાહેર પરિવહન દ્વારા મુસાફરી - ₹200
જોસ્ટલ- ₹550
ભોજન ખર્ચ- ₹800
કુલ કિંમત - ₹1770
દિવસ 4
હવે આવી પહોંચો બ્લુ સિટી જોધપુરમાં
જોવા લાયક સ્થળોઃ
ઉમેદ ભવન પેલેસ
મેહરાનગઢ કિલ્લો
અહીં એક રાત પસાર કરવા કરતા બીકાનેર જવા રવાના થઈ જાઓ
ખર્ચ:
જોધપુર સુધીની બસ - ₹280
પ્રવેશ ટિકિટ- ₹150
જાહેર પરિવહન દ્વારા મુસાફરી - ₹150
ભોજન- ₹700
છાત્રાલય - ₹ 400
કુલ કિંમત- ₹1680
દિવસ 5
વહેલી સવારે બિકાનેર પહોંચીને બાઈક ભાડે લઈ લો, ફરવાની ખૂબજ મજા આવશે
જોવા લાયક સ્થળોઃ
કરણી માતાનું મંદિર
રેતીના ટેકરા
રામપુરિયા હવેલી
જૂનાગઢનો કિલ્લો - હા અહીં પણ જૂનાગઢનો કિલ્લો આવેલો છે
અહીં તમને ઘણી સારી જગ્યા રાત્રી રોકાણ માટે મળી જશે
ખર્ચ:
બિકાનેર સુધીની ટ્રેન- ₹200
પ્રવેશ ટિકિટ- ₹50
ભાડે આપેલ બાઇક, પેટ્રોલ - ₹350
ભોજન ખર્ચ - ₹ 700
ગેસ્ટ હાઉસ - ₹ 400
કુલ કિંમત – ₹ 1700
દિવસ 6
વહેલી સવારે બિકાનેરથી અજમેર માટે બસ પકડો. અજમેર પહોંચ્યા પછી તરત જ પુષ્કર જવા રવાના થાઓ. જે અજમેરથી લગભગ 20 કિમી દૂર છે
જોવા લાયક સ્થળઃ
પુષ્કર તળાવ
બ્રહ્મા મંદિર
બજારોની મુલાકાત લો
અહીં પણ તમે રોકાવા માટે સારી જગ્યાઓ મળી જશે
ખર્ચ:
અજમેર સુધીની બસ - ₹260
જાહેર પરિવહન પર મુસાફરી - ₹ 40
ખોરાક ખર્ચ - ₹ 700
હોસ્ટેલ- ₹550
કુલ કિંમત - ₹ 1550
દિવસ 7
આ પ્રવાસના છેલ્લા સ્ટોપ માટે થઈ જાઓ તૈયાર.
જોવા લાયક સ્થલોઃ
બજારો
કિલ્લાઓ
મહેલો
ખર્ચ:
જયપુર સુધીની બસ - ₹180
ભોજન ખર્ચ- ₹500
જાહેર પરિવહન- ₹150
આ પ્રવાસમાં કુલ ખર્ચ - ₹ 12,015 (અંદાજે)