ઉત્તરાયણની ઉજવણીમાં અમદાવાદની પોળ છે નંબર 1

Tripoto

International Kite Festival

Photo of ઉત્તરાયણની ઉજવણીમાં અમદાવાદની પોળ છે નંબર 1 by UMANG PUROHIT

ભારત દેશના મહત્વના તહેવારોમાં ઉત્તરાયણનો પણ સમાવેશ કરવામાં આવે છે. અંગ્રેજી નવા વર્ષની શરૂઆતમાં એટલે કે 14 જાન્યુઆરી અથવા તેની આસપાસની તારીખે ઉજવવામાં આવતી હોય છે. આમ તો મોટાભાગે 14 જાન્યુઆરીએ જ આવતી હોય છે પરંતુ ક્યારેક સૂર્યનારાયણ જો મૂડમાં ન હોય તો તારીખમાં ફેરફાર જોવા મળતો હોય છે. દરેક ગુજરાતીઓ અને તેમાં પણ ખાસ કરીને પતંગ પ્રેમીઓ દિવાળી પછી આ જ દિવસની રાહ જોતા હોય છે. આ તારીખો સૂર્યના પરિભ્રમણ ઉપરથી નક્કી થતી હોય છે. સૂર્ય જયારે ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે ત્યારબાદ જ સૂર્યની ઉત્તરાયણ ગતિની શરૂઆત થાય છે. આથી જ તેને ‘ઉત્તરાયણ’ કહેવામા આવે છે. આ સીવયા તેને મકરસંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણકે આ દિવસે સૂર્ય મકર રાસીમાં પ્રવેશ કરે છે. તો ચાલો જાણીએ આ તેહવાર વિશે.

કોરોનાકાળમાં ઉત્તરાયણ

હાલ તો તમને અને મને પણ ખબર છે કે દુનિયામાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે અને તેટલા માટે જ આગામી ઉત્તરાયણ કેવી રીતે ઉજવવી તેને લઇને સરકાર દ્વારા માહિતી અને સૂચનો જાહેર કરવામાં આવ્યા છે.

1. માત્ર સોસાયટી, કોલોની અને ઘરના સભ્યોને જ ધાબા પર જવાની પરવાનગી

2. કોઈપણ પ્રકારની ભીડ ધાબા પર ભેગી કરવી નહીં, ખાસ કરીને DJ લગાવી ગરબા કરવા નહીં, કારણ કે તેના કારણે ધાબા પર લોકોની સંખ્યા વધી જાય

3. જાહેર સ્થળો, ખુલ્લા મેદાન અથવા રસ્તાઓ / શેરીઓમાં વ્યક્તિઓને ભેગા કરી પતંગ ઉડાવવાના કોઈપણ કૃત્ય પર પ્રતિબંધ રહેશે

4 આ સીવાય આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન પણ મોકૂફ રાખવામાં આવેલ છે

Photo of ઉત્તરાયણની ઉજવણીમાં અમદાવાદની પોળ છે નંબર 1 1/8 by UMANG PUROHIT

એક તેહવાર ને ઘણી વિશેષતા...

ભારતના જુદા-જુદા પ્રાંતમાં આ તહેવારને જુદી-જુદી રીતે ઉજવવામાં આવે છે. દરેક રાજ્યમાં તેનુ નામ પણ અલગ છે. આંધ્રપ્રદેશ, કેરલ તેમજ કર્ણાટકમાં તેને માત્ર સંક્રાતિ તરીકે માનવામાં આવે છે. તમિલનાડુંમાં તે પોંગલના રૂપે ઉજવાય છે. પંજાબ તેમજ હરિયાણામાં આ સમયે નવા પાક લેવાની ઉજવણી સંક્રાતિથી એક દિવસ પહેલા લોહરી તરીકે કરવામાં આવે છે.

આ સાથે ભારતના પૂર્વી ક્ષેત્ર આસામમાં તેને બિહૂ તરીકે ઉજવાય છે. એક એવી પણ માન્યતા છે આ દિવસે ગંગા, યમુના તેમજ સરસ્વતીના ત્રિવેણી સંગમ ગણાતા પ્રયાગમાં સમસ્ત દેવી-દેવતાઓ પોતાનો વેશ પલટો કરી સ્નાન કરવા માટે આવે છે. આ સાથે જ એવી માન્યતા પણ જોડાયેલી છે કે આ દિવસે આવી પવિત્ર સરિતાઓમાં સ્નાન કરવાથી મનુષ્યના તમામ કષ્ટોનું નિવારણ થાય છે.

જુદા-જુદા પ્રાંતમાં અલગ-અલગ પકવાનોનું મહત્વ છે

આખા ભારતમાં જુદા-જુદા પ્રાંત મુજબ અલગ-અલગ વાનગીઓ બનાવવામાં આવે છે. ભારતના ઉત્તરી રાજ્યોમાં દાળ તેમજ ભાતના મિશ્રણથી બનાવેલ ખીચડી આ તહેવારની ખાસ ઓળખ મનાય છે. આ સીવાય ખાસ કરીને ગોળ તેમજ ઘી સાથે ખીચડી ખાવાનું વિશેષ મહત્વ મનાવામા આવે છે.

આ ખીચડી સિવાય મોટેભાગે તલ, મમરા તેમજ ગોળમાંથી બનાવેલ લાડૂં, શેરડી અને બીજી ઘણી પ્રકારની વાનગીઓ આ દિવસે બનાવવામાં આવે છે. આ વાનગીઓ બનાવી એક-બીજા ને ભેટ રૂપે પણ આપવાનો એક પ્રથા ઉત્તર ભારતના અમુક રાજ્યોમાં પ્રચલિત છે. ભારતના બિહાર, ઝારખંડ તેમજ પશ્ચિમ બંગાળમાં દહીં-ચૂડા તેમજ તલથી બનેલ વાનગીઓ ખાવાનું તેમજ ખવડાવવાની પ્રથા સદીયોથી ચાલી આવે છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ભાઇ જુદી-જુદી વાનગીઓ આ દિવસે તો બને જ છે એ સિવાય ધાબા ઉપર જ બપોર અને સાંજનો જમણવાર અમદાવાદીઓ અને ખાસ કરીને પતંગ પ્રેમીઓ કરતા હોય છે. આ સીવાય લોકો મમરામાંથી બનવાવામાં આવેલા લાડવા, તલ-દાળીયાના લાડવા અને શેરડીની મજા પણ પતંગ ઉડાવવાની સાથે લેતા હોય છે.

Photo of ઉત્તરાયણની ઉજવણીમાં અમદાવાદની પોળ છે નંબર 1 2/8 by UMANG PUROHIT

આ દિવસે કરવામાં આવતા દાન-પૂણ્યની વિશેષતા

ભારતીય પુરાણો મુજબ એક એવી પણ માન્યતા છે કે આ દિવસે કરવામા આવેલ દાન દક્ષિણા માનવીને સો ગણુ બની પરત ફળીભૂત થાય છે. આ માટે સવારના નિત્યકર્મમાંથી થોડો સમય કાઢીને ભગવાન સૂર્યનારાયણને જલ અર્પણ કરી તેમની ઉપાસના કર્યા બાદ ઘી, તલ, ચાદર તેમજ ખીચડીનું દાન કરવું જોઈએ. આ પવિત્ર દિવસે ગંગા તટે દાન-દક્ષિણા કરવાનું પણ એક અનેરો મહત્વ છે અને સાથોસાથ ગાયને ચારો નાખવાનો પણ રીવાજ વર્ષો જુનો છે.

ગુજરાતમાં ઉત્તરાયણ તો ભાઇ અમદાવાદમાં જ કરાય...

જો તમે પતંગના શોખીન છો તો મારી તો એક જ સલાહ છે કે પરિવાર સાથે ધાબા પર પરંપરાગત અને જૂની સ્ટાઈલથી અમદાવાદની ઉત્તરાયણની મજા માણવી હોય તો પોળ તેનું સાચુ સરનામું છે. તમને એ પણ જણાવું કે ભાઇ! છેલ્લા કેટલાક સમયથી લોકોને અમદાવાદની ઉત્તરાયણનો એટલો નશો ચડી ગયો છે કે લોકો પોળમાં આવેલા ઘરોનાં ધાબા ભાડે રાખવા લાગયા છે. હા, લોકો પોળમાં જઇને ખાસ પતંગ ઉડાવવા માટે ત્યાંના સ્થાન્કિ લોકોના ધાબા ભાડા પર રાખતા હોય છે. ખાસ કરીને તો લોકો વિદેશથી પણ અહીં પતંગનો આનંદ લેવા આવતા હોય છે.

Photo of ઉત્તરાયણની ઉજવણીમાં અમદાવાદની પોળ છે નંબર 1 3/8 by UMANG PUROHIT

કેવી હોય છે અમદાવાદીઓની ઉત્તરાયણની દીનચર્ચા?

તો ભાઇ ઉત્તરાયણની આગલી રાતથી જ બધી તૈયારીઓ એટલે કે નાસ્તો, પતંગ, દોરી તેમજ પતંગને કિન્ના, આંગળીઓ ઉપર ચીરા ન પડે તેના માટેની હાથ પર લાગાવવાની પટ્ટી, ધાબા ઉપર ડાન્સ કરવા માટે સાઉન્ડ સિસ્ટમ, તડકો ન લાગે એટલે ચશ્માંની ગોઠવણ કરીને ઉંઘવાનું. બીજા દિવસે સવારે એટલે કે ઉત્તરાયણના દિવસે સવારના વહેલા પ વાગ્યામાં પતંગ પ્રેમીઓ ધાબા ઉપર ચડીને મોજ-મજા કરવા લાગે છે. લોકો પરિવાર સાથે ધાબા પર જઇને પતંગ ચગાવવા, નાસ્તો કરવો અને બેઠાં-બેઠાં ગપ્પા મારતા હોય. નાના બાળકથી લઇને તમને વૃદ્ધ લોકો પણ પતંગનો આનંદ માણતા નજરે ચડશે. કોઇ પતંગ ઉડાવે, કોઇ દોરી પકડે તો કોઇ બૂમો પાડતું હશે કે 'લપેટ....', 'કાઇ પો છે.....'.

આખો દિવસ આનંદ કર્યા પછી રાત્રે ધાબા ઉપર જ ગરબાનો કાર્યક્રમ ચાલું થઈ જાય. હા, ઉત્તરાયણમાં પણ ગરબા તો ભાઇ રમવાના જ બાકી ઉત્તરાયણ પૂર થઇ ન ગાણાય. ગુજરાતી ગમે ત્યાં હોય ને ગમે ત્યાં જાય એ ગરબાનો કાર્યક્રમતો ગોઠવી જ લે ભલે નવરાત્રી હોય કે ન હોય. અમદાવાદ સીવાય વડોદરા, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ ઉત્તરાયણનો અલગ જ નજારો હોય છે. ઉત્તરાયણના દિવસે આખાય ગુજરાતમાં તમને આકાશ રંગબેરંગી પતંગોથી ઢંકાયેલું જોવા મળશે.

પક્ષીઓની ખાસ સેવા

તમને અને મને પણ ખબર છે કે આ દિવસે પતંગના ધારદાર દોરાના કારણે ઘણા પક્ષીઓ અને પશુંઓ ઘાયલ થતા હોય છે. આ બિચારા અબોલા સજીવો બોલી તો શકે નહીં અને તેટલા માટે જ માનવતામાં વિશ્વાસ રાખનારા અમુક સેવાભાવી લોકો આ દિવસે પોતાનો સમય કાઢીને પતંગ દોરાથી ઘવાયેલા પશું-પક્ષીઓની મદદ કરતા હોય છે. આ સીવાય સરકાર પણ ખાસ પ્રકારની એમ્બયુલન્સ સેવા તેમજ હેલ્પલાઇને સેવા ચલાવતી હોય છે જેની મદદથી ઘવાયેલા પશું-પક્ષીઓને મદદ મળી શકે.

Photo of ઉત્તરાયણની ઉજવણીમાં અમદાવાદની પોળ છે નંબર 1 4/8 by UMANG PUROHIT
Photo of ઉત્તરાયણની ઉજવણીમાં અમદાવાદની પોળ છે નંબર 1 5/8 by UMANG PUROHIT
Photo of ઉત્તરાયણની ઉજવણીમાં અમદાવાદની પોળ છે નંબર 1 6/8 by UMANG PUROHIT
Photo of ઉત્તરાયણની ઉજવણીમાં અમદાવાદની પોળ છે નંબર 1 7/8 by UMANG PUROHIT
Photo of ઉત્તરાયણની ઉજવણીમાં અમદાવાદની પોળ છે નંબર 1 8/8 by UMANG PUROHIT

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો પતંગઉત્સવ

1989થી અમદાવાદ શહેરમાં ઉત્તરાયણની સત્તાવાર ઉજવણીના ભાગ રૂપે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિશ્વભરના માસ્ટર પતંગ ઉત્પાદકો અને ફ્લાયર્સ તેમની અનન્ય રચનાઓનું પ્રદર્શન કરવા અને અસામાન્ય પતંગો સાથે લાવે છે અને ગુજરાતના આકાશમાં લહેરાવે છે. પાછલા વર્ષોમાં મલેશિયા, જાપાન, ઇન્ડોનેશિયા, અમેરિકા તેમજ ચીન જેવા દેશો દ્વારા પોતાના દેશના પરંપરાગત પતંગો અહીં ગુજરાતમાં લાવી તેના આકાશમાં સુશોભિત કર્યા છે. એક માસ્ટર પતંગ બનાવનાર અને એક પટ્ટી પર 500 પતંગની અમદાવાદની ટ્રેનનાં પ્રખ્યાત પતંગ ફ્લાયર રસુલભાઇ રહીમભાઇ એક ઉત્તમ આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસના ફોટા અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર ક્રેડિટ કમાઓ અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટલ બુક તેમજ વેકેશન પેકેજ મેળવો.

More By This Author

Further Reads