ઠંડીની વિદાય અને ગરમીના આગમન સાથે રંગોનો તહેવાર હોળી ભારતમાં રંગેચંગે મનાવવામાં આવે છે. લોકો રંગબેંરગી કલર સાથે શેરીઓમાં ઉતરી આવે છે અને એકબીજાને રંગોથી રીતસરના નવડાવી દે છે.
દિલ્હી, અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાં તો પૂલ પાર્ટી, ડાન્સ અને મ્યુઝિક સાથે ધૂળેટીની ઉજવણી થવા લાગી છે. જો કે, દરેક રાજ્યની હોળીની ઉજવણી અલગ અલગ હોય છે. રંગોના તહેવારને ઉજવવાની દરેકની પોતાની અલગ ખાસિયત હોય છે. તો ભારતમાં હોળીના તહેવારને કેવી રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે, સાંસ્કૃતિક ભિન્નતા કેવા પ્રકારની હોય છે તે શોધવાનો અમે પ્રયત્ન કર્યો છે. તો આવો જાણીએ વિવિધ પ્રદેશોના હોળીના રંગો વિશે..
ભારતમાં હોળીના તહેવાર વિશેની 7 હકીકતો જે અચંબામાં નાંખી દેશે!
ઇન્દોરમાં હોળીની ઉજવણી
મધ્યપ્રદેશમાં હોળીનો તહેવાર ફક્ત એક દિવસની ઉજવણી પૂરતો સિમિત નથી હોતો. હોળીના 5 દિવસ પછી રંગપંચમીની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. આ સેલિબ્રેશન ફક્ત રંગ પૂરતુ મર્યાદિત નથી. પરંતુ રંગની સાથે તેમાં સંગીતના સૂરોનો પણ ઉમેરો થાય છે. સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન હોળીના કલરથી રંગીન બનેલા પાણીને ઇન્દોરના રસ્તાઓ પર ઢોળે છે. આની પાછળની કથા એવી છે કે મરાઠા હોલકરે ઇન્દોર પર વિજય મેળવ્યો હતો. ત્યારે તેઓ રંગપંચમીની પ્રણાલી પોતાની સાથે લઇને આવ્યા હતા. જેમાં હોળીથી પાંચમા દિવસે કલરફૂલ ઉજવણી કરવામાં આવે છે. આ રીતે ઇન્દોરની હોળીની ઉજવણીનો અંદાજ કંઇક ખાસ બની જાય છે.
મણીપુર
આ હોળીએ, મણીપુરમાં ભીંજાઇ જાઓ.
મણિપુરમાં હોળી 6 દિવસનો તહેવાર હોય છે. જેને યાઓસંગ નામથી ઓળખવામાં આવે છે. તહેવારની શરૂઆત ભૂસાથી બનેલી એક નાનકડી ઝૂંપડીને પ્રગટાવવાથી થાય છે. ત્યાર બાદ નાના બાળકો ઘરે-ઘરે જઇને પહેલા બે દિવસ ઉપહાર તરીકે નાકાડોંગ (પૈસા) ભેગા કરે છે. તહેવાનું મુખ્ય આકર્ષણ એક મણિપુરી લોક નૃત્ય છે જેને 'થબલ ચોંગબા'ના નામથી ઓળખાય છે. ઘણાં લોક ગીતો અને આધુનિક બેન્ડની સાથે, મણિપુરનો સ્પર્શ તેને ભારતમાં હોળીના તહેવારને મનાવવાના સૌથી અનોખી રીતોમાંની એક બનાવે છે.
પંજાબ
પંજાબમાં પાવરફુલ વોરિયર હોળીનો આનંદ માણો.
રંગ ફેકવાના બદલે, ઘોડાઓને દર્શકોની વચ્ચેથી દોડતા જુઓ, જેની પર ઉગ્ર દેખાતા શિખોને દાંતમાં કાતરી, હાથમાં ભાલા અને કુહાડીથી સજ્જ જોઇ શકાય છે. હોલા મહોલ્લા એક વાર્ષિક મેળો છે જે 1701થી શરૂ થાય છે, જે ભારતમાં હોળીની ઉજવણીની સૌથી જુની રીતોમાંની એક ગણાય છે. આ તહેવારમાં 3 દિવસ સુધી પૂજા સાથે ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. મોહલ્લા મેળાની ઉજવણી ચરણ ગંગા નદીના ઘાસના મેદાનો પર પરંપરાગત રીતે કરવામાં આવે છે.જેમાં શિખો દ્વારા શક્તિનું પ્રદર્શન કરવામાં આવે છે.
બરસાણા
બરસાણાની લઠ્ઠમાર હોળી
તમને કદાચ આમાં હિંસા દેખાય, પરંતુ યૂપીના બરસાણામાં તો આ રીતે જ હોળી ઉત્સવની ઉજવણી થાય છે. દંતકથા અનુસાર, ભગવાન કૃષ્ણ આ દિવસે પોતાની વ્હાલી રાધાના ગામ ગયા હતા અને તેને અને તેમના દોસ્તોને ખીજવતા હતા. ત્યારે નારાજ થઇને બરસાણાની મહિલાઓએ તેમનો પીછો કર્યો. બસ, ત્યારથી કૃષ્ણના ગામ નંદગામમાં પુરૂષો હોળી રમવા બરસાણા આવે છે અને બરસાણાની મહિલાઓ લાકડી લઇને તેમનો પીછો કરે છે.
પશ્ચિમ બંગાળ
બંગાળનો ડોલ ઉત્સવ
બંગાળમાં હોળીને 'ડોલ જાત્રા', 'ડોલ પૂર્ણિમા' કે 'સ્વિંગ ફેસ્ટિવલ' તરીકે ઓળખવામાં આવે છે. આ એક સન્માનજનક પ્રસંગ છે અને તેને પાલખી પર કૃષ્ણ અને રાધાની મૂર્તિઓને રાખીને મનાવવામાં આવે છે. સજાવેલી પાલખીને મુખ્ય રસ્તાની ચારેતરફ ફેરવવામાં આવે છે. ત્યારે લોકો કેસરી રંગ કે શુદ્ધ સફેદ કપડા પહેરીને, સંગીત વાદ્યયંત્રની સંગતમાં ગાતા અને નૃત્ય કરતા નજરે પડે છે. ભક્ત એક પછી એક પાલખીને ઝુલાવે છે અને પુરુષ તેમની પર રંગીન પાણી ફેંકે છે.
હમ્પી
હમ્પીમાં હોળીની ઉજવણી
વીરાન ખંડેરોની દુનિયા એટલે કર્ણાટકનું હમ્પી શહેર. અહીં હોળીની ઉજવણી ઉત્સાહ અને ઉમંગથી થાય છે. દક્ષિણ ભારતમાં તમને હોળીની ઉજવણીમાં ઉત્તર ભારત જેવી મજા કદાચ ન આવે પરંતુ હમ્પીમાં ઢોલ-નગારા સાથે સવાર-સવારમાં રસીયાઓ હોળી મનાવવા નીકળી પડે છે. પોતાને અને પોતાના દોસ્તોને સુંદર રંગોમાં ઢંકાવાની તક ઝડપો. આ માર્ચમાં આ સ્થળો પર ભારતમાં હોળીનો તહેવાર મનાવો અને બપોરની મસ્તીનો અનુભવ કરો.
વૃંદાવન અને મથુરામાં પરંપરાગત હોળીનો અનુભવ કરો.
હોળીના તહેવારના 40 દિવસ પહેલા ભારતમાં હોળીનો તહેવાર ઉજવાતો હોય તેવી કલ્પના તમે કરી શકો ખરા? જી હાં! મંદિર નગરી મથુરા અને વૃંદાવનમાં હોળીની ઉજવણી એક મહિના પહેલા એટલે કે વસંત પંચમીના દિવસે શરૂ થાય છે. મથુરામાં શ્રી કૃષ્ણ જન્માસ્થમ હોળીના એક અઠવાડિયા પહેલા એક પ્રખ્યાત શોનું આયોજન કરે છે. ઉપરાંત, વૃંદાવનમાં શ્રી બાંકે બિહારી મંદિરમાં એક સપ્તાહ ચાલતા હોળીના તહેવારની ઉજવણી થાય છે જે સમગ્ર દેશના લોકોને આકર્ષિત કરે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો