Day 1
જાગેશ્વર ધામ
હજુ હમણાંની જ વાત છે. ઘરે ટીવી પર 2006માં રિલીઝ થયેલી લોકપ્રિય ફિલ્મ વિવાહ જોઈ રહ્યો હતો. તેના એક દ્રશ્યમાં મેં આ મંદિર જોયું. આમ તો, હું દિલ્હી પાસે રહું છું. પણ મારું મન ઉત્તરાખંડ અને હિમાચલમાં લાગે છે. ખબર નહીં કોઈ જન્મમાં પહાડો સાથે સંબંધ રહ્યો હોય.
બસ એકવાર પહાડોનો ઉલ્લેખ શરૂ થવો જોઈએ. વાત કરતા પોતાની જાતને રોકી શકતો જ નથી. પહાડોના દુઃખ, પહાડોનું મુશ્કેલ જીવન, પહાડોની સાદગી, પહાડોના લોકોની આત્મીયતા, રહેણી-કરણી, ખાન-પાન, આદર સત્કાર, સંસ્કૃતિ વગેરે. આ બધું મને ખૂબ આકર્ષે છે.
વિવાહ ફિલ્મમાં દેખાયેલા આ મંદિરે મને ખૂબ આકર્ષિત કર્યું. ખૂબ જ ભવ્ય, આકર્ષક, મનમોહક મંદિર મને તે જોવામાં લાગ્યું, બસ પછી શું...જાણકારી બહાર આવવાની જ હતી કે આટલું આકર્ષક મંદિર ક્યાં છે. પહેલા તમે કેટલાક ચિત્રો જુઓ પછી આગળ વધીએ.
જાગેશ્વર મંદિર વિશે
માહિતી મેળવ્યા પછી જાણવા મળ્યું કે તે આપણા જ ઉત્તરાખંડમાં જ છે. આ મંદિર પરિસર ઉત્તરાખંડના કુમાઉ વિભાગના અલ્મોડા જિલ્લામાં આવેલું છે. અલ્મોડાથી તેનું અંતર અંદાજે 30 કિલોમીટર છે. અહીં નાના-મોટા મળીને 150 થી 180 જેટલા મંદિરો આવેલા છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની માહિતી અનુસાર, આ મંદિરો 7મી સદીથી 12મી સદીની વચ્ચે બનાવવામાં આવ્યા હતા. એક જ જગ્યાએ ઘણા સુંદર મંદિરો તમને આશ્ચર્યચકિત કરી દેશે. સમગ્ર મંદિર પરિસર વિશાળ દેવદાર વૃક્ષોથી ઘેરાયેલું છે જે સ્થળને વધુ સુંદર બનાવે છે.
મંદિર સંકુલ લગભગ 1800 મીટર (સમુદ્ર સપાટીથી)ની ઉંચાઈ પર આવેલું છે. શિયાળાની ઋતુમાં સારીએવી બરફવર્ષા પણ થાય છે. મંદિરનું વાતાવરણ ખૂબ જ શાંતિપૂર્ણ છે જે તેને ખાસ બનાવે છે. અહીં આવીને તમે તમારી જાતને પોતાની સાથે જોડી શકો છો. અને ભગવાનનો સાક્ષાત્કાર પણ થઈ શકે છે. કંઇક આ જ પ્રકારના મંદિરો તમને બટેશ્વર (મધ્ય પ્રદેશ) તથા દક્ષિણ ભારતમાં એક બેનામ જગ્યાએ પણ જોવા મળશે. આ થોડું રહસ્યમય પણ લાગે છે કે એક જ જગ્યાએ આટલા બધા સુંદર મંદિરો કેમ બનાવવામાં આવ્યા.
મંદિર એક એવી જગ્યા છે જ્યાં તમે તમારી જાતને પરમાત્મા સાથે જોડી શકો છો. મંદિર પરિસરમાં એક સકારાત્મક ઉર્જા હોય છે. ત્યારે આ જગ્યા તો વધુ ખાસ બની જાય છે. આ મંદિર આસપાસના સમગ્ર વિસ્તારમાં ખૂબ જ પ્રખ્યાત છે અને હવે આ મંદિરની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ છે. ઉત્તરાખંડને એમ જ દેવભૂમિ કહેવામાં આવતું નથી. આ સ્થાનના દરેક કણમાં ભગવાનનો વાસ છે.
કેવી રીતે પહોંચવું?
સડક માર્ગે તમે હલ્દ્વાની થઈને અથવા રામનગર થઈને અલ્મોડા આવી શકો છો. અલ્મોડા પણ એક મનોહર પ્રવાસન સ્થળ છે. આ મંદિર અલ્મોડાથી લગભગ 30 કિલોમીટરના અંતરે આવેલું છે. નૈનીતાલથી તેનું અંતર લગભગ 100 કિલોમીટર છે.
રેલ્વે: ભારતીય રેલ્વે માટે સૌથી નજીકનું સ્ટેશન કાઠગોદામ છે. જ્યાંથી તમને અલ્મોડા માટે બસ અને ટેક્સી સરળતાથી મળી જશે. મંદિરના દર્શન કરવા માટે તમે અલ્મોડાથી ખાનગી ટેક્સી લઈ શકો છો.
હવાઈ માર્ગે: નજીકનું એરપોર્ટ પંત નગર છે.
તો જો તમે ક્યારેય ઉત્તરાખંડ આવો છો તો આ મંદિરને જોવા અવશ્ય જાવ. તમે ખૂબ જ પ્રસન્નતા અનુભવશો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો