મિત્રો, જ્યારે પણ આપણે વેકેશનમા બહાર જવાનો પ્લાન કરતા હોઈયે છીએ ત્યારે મોટા ભાગના લોકો મોટા મોટા શહેરોમા જવાનુ વધુ પસંદ કરતા હોય છે. પણ શુ તમે જાણો છો કે ભારતમા એવા કેટલાય નાના નાના શહેરો છે કે જે મુસાફરી કરવા માટે ખુબ પ્રખ્યાત છે, જ્યાં તમને ખાસ ભીડ પણ જોવા નહિ મળે. અહિ પ્રદૂષણ પણ નહિવત છે અને સાથે સાથે તમને અહિ ભારતની પારંપરિક સંસ્કૃતિ અને સભ્યતા નજીકથી જોવાનો મોકો મળશે. આ સ્થળો તમે સાવ ઓછા બજેટમા ફરી શકો છો એટલે જ્યારે પણ ટ્રીપ પ્લાન કરો ત્યારે અહિ જવાનુ બિલકુલ ચુકશો નહિ. તો ચાલો, આજે આપણે ભારતના એ નાના નાના શહેરો વિશે જાણીયે જ્યા તમારે વર્ષના અંત સુધીમા તો ભુલ્યા વગર જઈ આવવુ જોઈયે.
1. મંડાવા, રાજસ્થાન
મંડાવા, કે જે રાજ્સ્થાનના ઝુંઝુનૂ જિલ્લામા સ્થિત છે અને પ્રસિદ્ધ ટુરિસ્ટ પ્લેસમાની એક છે. રાજ્સ્થાનને એમ પણ ભારતના ફરવાલાયક સ્થળોમાનુ એક માનવામા આવે છે. આ ઊપરાંત આ શહેર ઈંટરનેશનલ લેવલે જાણીતુ બન્યુ છે. અહિ તમને કેટલાય પ્રાચિન સ્મારકો, કિલ્લા અને હવેલીઓ જોવા મળશે. લાજવાબ સંસ્કૃતિના કારણે આ શહેર માત્ર લોકલ ટુરિસ્ટ જ નહિ પરંતુ દર વર્ષે હજારોની સંખ્યામા ઈંટરનેશનલ ટૂરિસ્ટને પણ આકર્ષિત કરે છે. ઐતિહાસિક સ્થળૉ ઊપરાંત તમે અહિ શાંત રેતાળ સમુદ્ર, ઈતિહાસ અને સ્વાદિષ્ટ વ્યંજનનો પણ આનંદ માણી શકો છો.
2. ભીમતાલ, ઉત્તરાખંડ
ભીમતાલ મનમોહક પહાડ અને તળાવને કારણે જ પર્યટકો વચ્ચે ખુબ પ્રસિદ્ધ છે. ભીમતાલને નૈનીતાલની નાની બહેન પણ કહેવામા આવે છે. નૈનીતાલથી માત્ર 25 કિમીના અંતરે જ આ શહેર સ્થિત છે. અહિ એવા કેટલાય તળાવો છે જ્યા તમે રુપિયા આપી સરળતાથી બોટીંગ કરી શકો છો. અરે તમે પણ તમારા ફ્રેંડ્સ કે પાર્ટનર સાથે ઉત્તરાખંડમા ભીડ-ભાડથી દુર કોઈ શાંત જગ્યાએ સમય વ્યતિત કરવા માગતા હો તો અહિ એક ટ્રીપ તો પ્લાન કરવી જ જોઈયે.
3. પબ્બર વેલી, હિમાચલ પ્રદેશ
જો તમે પણ કુદરતી નજારાઓની મજા માણવા માગતા હો તો હિમાચલમા અગણિત નજારાઓ મૌજુદ છે. જેમા પબ્બર વેલી કુદરતી નજારાઓનો અદ્ભુત સંગમ છે. તમે તમારા મિત્રો કે પાર્ટનર સાથે કોઈ ઑફબીટ ડેસ્ટિનેશન પર જવા માગતા હો તો પબ્બર વેલી બેસ્ટ છે. આ વેલીમા પ્રકૃતિના હજારો રંગો વિખરાયેલા પડ્યા છે. અહિ તમને કેટલીય એડવેંચર એક્ટિવિટિઝ પણ કરવા મળશે. અહિ ઊપસ્થિત હર્યા ભર્યા દેવદાર અને ઑકના જંગલો, ખળખળતી નદીઓ અને ઝરણાઓ અહિની સુંદરતામા ચાર ચાંદ લગાવે છે. અને એમા પણ જો તમે નેચર લવર છો તો તમે અહિ રિઝર્વ ફોરેસ્ટ અને નેચર પાર્કની પણ મજા માણી શકો છો. તો હવે તમે પણ રાહ શેની જુઓ છો? કરી લો પબ્બર વેલીને તમારા લિસ્ટમા શામેલ.
4. અલસીસર, રાજસ્થાન
સભ્યતા અને સંસ્કૃતિના રંગમા ડુબેલા રાજ્સ્થાનનુ નાનામા નાનુ ગામડુ પોતાનામા કાંઈક વિશેષ છે. અલસીસર પણ આમાનુ જ એક છે. જ્યા પર્યટકો ઘણીવાર રજાઓ ગાળવા જાય છે. રાજસ્થાની કલામા રંગાયેલા આ સ્થળની ખાસિયત અહિની સુંદર હવેલીઓ છે જે મોટી સંખ્યામા પર્યટકોને આકર્ષે છે. ડિસેમ્બરમા અલસીસરમા મેગ્નેટિક ફિલ્ડ્ઝ મ્યુઝિક ફેસ્ટિવલનુ પણ આયોજન કરવામા આવે છે જેમા કેટલાય નામાંકિત સિંગર આવે છે. તમે પણ આ ડિસેમ્બરમા અલસીસર જવાનો પ્લાન કરી જ લો.
5. બીર, હિમાચલ પ્રદેશ
હિમાચલનુ બીર એક એવી જગ્યા છે કે જે ખુબ જ સુંદર અને શાંત છે. પહાડૉની વચ્ચે આવેલી આ જગ્યા પ્રકૃતિના સુંદર નજારાઓની અદ્ભુત મિસાલ છે. આ ગામ ધર્મશાળાથી 65 કિમી દુર આવેલુ છે જે મુસાફરોની ભીડ ભાડથી બિલકુલ પરે છે. અહિ તમને તિબેટીયન સંસ્કૃતિ જોવા મળશે. આ સાથે તમે પેરાગ્લાઈડીંગની મજા પણ માણી શકો છો. અહિ ખુબ બધી મોનેસ્ટેરિઝ આવેલી જ્યાથી તમે તિબેટીયન ધર્મની શિક્ષા પ્રાપ્ત કરી શકો છો.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.