શહેરમાં રેહવાનું પડકારજનક હોઇ શકે છે, ક્યારેય સમાપ્ત ન થનારો ટ્રાફિક જામ, શોરબકોરવાળી ભીડ, દરેક બાજુ ફેલાયેલી કોંક્રિટ અને ગ્લાસની ઇમારતો અને દુનિયાની તમામ સુવિધાઓની વચ્ચે આપણે ઝીંદગી પસાર કરવાની કોશિશ કરીએ છીએ. આ બધાની વચ્ચે એક નાનકડો બ્રેક લઇને ખુલ્લી હવામાં શ્વાસ લેવાનું મન થાય તો શહેરથી દૂર ગામડામાં જવું જોઇએ. તો ચાલો અમે આપને લઇ જઇએ ભારતના કેટલાક સ્વચ્છ અને સુંદર ગામડામાં જ્યાં જઇને તમે તમારી ભાગદોડ ભૂલી જશો.
1. માવલીનોંગ
મેઘાલયના પૂર્વ ખાસી હિલ જિલ્લાના આ ખૂબસૂરત, નાનકડા ગામને 2003માં 'એશિયાના સૌથી સ્વચ્છ ગામ'નો એવોર્ડ મળ્યો હતો. અને આ બિરુદ સાચવીને તે આજે પણ પોતાની સ્વચ્છતા જાળવવામાં સફળ રહ્યું છે. શિલોંગથી લગભગ 90 કિ.મી. દૂર આ નાનું ગામ પર્યાવરણીય જાગૃતિના સંદર્ભમાં તેના સમય કરતાં ઘણું આગળ છે, અને પર્યાવરણને વધુ સારું રાખવા માટે સામૂહિક રીતે કામ કરે છે.
માવલીનોંગના તમામ 95 ઘરો પાસે વાંસની બનેલી ડસ્ટબિન છે, જેનો ઉપયોગ કચરો એકઠો કરવા માટે થાય છે. ત્યારબાદ તેને ખાડામાં નાખીને પાક માટે ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
કેવી રીતે પહોંચવું: શિલોંગનું ઉમરાઈ એરપોર્ટ સૌથી નજીકનું એરપોર્ટ છે. ત્યાંથી ખાનગી કેબ ભાડે કરો અને AH1-AH2-NH40 રોડ પર જાઓ.
2. યાના
કર્ણાટકના આ રહસ્યમય ગામ વિશે બહુ ઓછા લોકો જાણે છે. સહ્યાદ્રી પર્વતો પર નજર નાખતી સુંદર ટેકરી પર વસેલું યાના વિશ્વની નજરથી છુપાયેલું છે. ગામની આસપાસ ઉંચા ચૂનાના પથ્થરની રચનાઓ છે જેમાં શિવ લિંગ અને દેવી પાર્વતીની મૂર્તિ છે. આ ગામ એવા યાત્રાળુઓ, પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓનું પ્રિય છે જેઓ હાઇકિંગ અને ટ્રેકિંગને પસંદ કરે છે.
કેવી રીતે પહોંચવું: યાનાનું સૌથી નજીકનું એરપોર્ટ ગોવામાં ડાબોલિમ એરપોર્ટ (210 કિમી દૂર) અથવા બેંગ્લોરનું કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (480 કિમી દૂર) છે. ત્યાંથી તમે સ્થાનિક બસ અથવા ખાનગી ટેક્સી દ્વારા આ મોહક ગામમાં જઈ શકો છો.
3. માજુલી
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, આસામનું માજુલી વિશ્વનું સૌથી મોટો નદી ટાપુ છે. બ્રહ્મપુત્રા નદી પર આવેલું, આ ગામ ભારતના સૌથી સુંદર નાના ગામોમાંનું એક છે. અહીંના લોકો મૈત્રીપૂર્ણ અને ખુશખુશાલ છે અને તેમની સંસ્કૃતિ અને વારસા માટે ખૂબ આદર ધરાવે છે.
કેવી રીતે પહોંચવું: નજીકનું એરપોર્ટ આસામનું જોરહાટ એરપોર્ટ છે, જેને રોવરિયા એરપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે માજુલીથી લગભગ 20 કિમી દૂર છે. દૂર છે. અહીં જવા માટે તમારે બોટમાં સવાર થવું પડશે.
4. ઇડુક્કી
કેરળની બાકીની જગ્યાઓની જેમ, ઇડુક્કી તમને તેની પ્રાકૃતિક સુંદરતા અને શાંતિથી મંત્રમુગ્ધ કરશે. લીલાછમ પહાડોથી ઘેરાયેલું આ ગામ પશ્ચિમ ઘાટની સૌથી ઊંચી ટેકરી પર આવેલું છે અને પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. ભલે તમે વળાંકવાળા રસ્તાઓ પર ચાલવા માંગતા હો, અથવા શાંત લીલાછમ જંગલોમાં લટાર મારવા માંગતા હો, ધસમસતા ધોધના અવાજમાં ખોવાઈ જવા માંગતા હો અથવા સ્ફટિક સ્વચ્છ તળાવમાં ડૂબકી મારવા માંગતા હો, ઇડુક્કીમાં આ બધું અને તે સિવાય પણ ઘણું બધું છે.
કેવી રીતે પહોંચવું: કોચીમાં કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ એ સૌથી નજીકનું એરપોર્ટ છે (લગભગ 97 કિમી દૂર) ત્યારબાદ ટેક્સીઓ, રાજ્યની બસો અને ખાનગી વાહનો તમને સરળતાથી આ ભવ્ય ગામમાં લઈ જશે.
5. માથેરાન
મહારાષ્ટ્રનું આ નાનકડું ગામ દરિયાની સપાટીથી 800 મીટરની ઉંચાઈ પર આવેલું છે અને તે શાંત રહસ્યમય ખીણો અને આસપાસની ટેકરીઓનું આકર્ષક દૃશ્ય રજૂ કરે છે. અને તમને તાજગીની ભેટ આપે છે અહીંનું આહલાદક હવામાન. જો કે, માથેરાનની સૌથી સારી વાત એ છે કે અહીં કોઈ વાહનો ચલાવવાની મંજૂરી નથી. માથેરાન શહેરી જીવનના ઝેરી ધુમાડાથી બચવા માટે એક ઉત્તમ સ્થળ છે.
કેવી રીતે પહોંચવું: મુંબઈ અથવા પુણેથી માથેરાન પહોંચવું સરળ છે, કારણ કે તે રેલ્વે દ્વારા સારી રીતે જોડાયેલ છે. નેરલથી માથેરાન માટે દર બે કલાકે એક ટોય ટ્રેન પણ છે.
6. અગાતી
દેશમાં ફરવા માટેના સૌથી અદભૂત સ્થળો પૈકી એક હોવા ઉપરાંત, લક્ષદ્વીપનું આ શાંત નાનું ગામ એક્વામેરીન રંગીન સમુદ્રોથી ઘેરાયેલું છે અને કોરલ રીફ, રંગબેરંગી દરિયાઈ જીવન સાથે સુંદર દરિયાઈ જીવનનું પણ ગૌરવ ધરાવે છે. તે સ્કુબા ડાઇવિંગ, સેઇલિંગ, સ્નોર્કલિંગ, ગ્લાસ-બોટ ટુર, કાયાકિંગ, ફિશિંગ, વોટર સ્કીઇંગ જેવી પ્રવૃત્તિઓ માટે લોકપ્રિય છે. જો તમે ઇચ્છો તો આ બધું કર્યા વિના તમે બીચ પર સૂર્યાસ્ત જોવામાં શાંતિથી દિવસ પસાર કરી શકો છો. આ ગામને જાણવાની શ્રેષ્ઠ રીત છે બાઇક પર બેસીને ટાપુને એક્સપ્લોર કરવો.
કેવી રીતે પહોંચવું: કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ, આશરે 494 કિમી. ના અંતરે અગાતી ટાપુનું સૌથી નજીકનું એરપોર્ટ છે. અહીંથી, તમે કાં તો ફ્લાઇટ લઈ શકો છો (ફક્ત એર ઈન્ડિયા અગાતીથી ઉડે છે) અથવા અગાતી માટે ક્રુઝ લઈ શકો છો.
7. નાકો
આ નાનકડું ગામ સ્પીતિ ખીણના સુંદર પર્વતોમાં આવેલું છે અને તિબેટની સરહદની નજીક છે. આ શાંત નાના ગામમાં એક પ્રાચીન મઠ સંકુલ છે, જે ચાર જૂના મંદિરોનો સમૂહ છે અને બૌદ્ધ લામાઓ દ્વારા ચલાવવામાં આવે છે. મનોરંજક પ્રવૃત્તિઓ માટે, તમે ઉનાળા દરમિયાન બોટિંગ પર જઈ શકો છો અને શિયાળાના મહિનાઓ દરમિયાન આઈસ સ્કેટિંગનું પણ આયોજન કરવામાં આવે છે.
કેવી રીતે પહોંચવું: સ્પીતિ પ્રદેશનું સૌથી નજીકનું એરપોર્ટ ભુંતરમાં કુલ્લુ એરપોર્ટ છે. અહીંથી તમે નાકો પહોંચવા માટે સ્થાનિક ટેક્સી ભાડે લઈ શકો છો. મુસાફરીમાં લગભગ પાંચ કલાકનો સમય લાગે છે. જો તમે ઈચ્છો તો અહીં પહોંચવા માટે હિમાચલ પ્રદેશ રાજ્ય પરિવહન અથવા ખાનગી બસમાં પણ બેસી શકો છો.
8. જાઇરો
આપણામાંથી મોટાભાગના લોકો અરુણાચલ પ્રદેશના ઝીરો વેલીમાં યોજાતા ઝીરો મ્યુઝિક ફેસ્ટિવલ વિશે જાણતા જ હશે. ખીણમાં રહેતા અપાતાણી સમુદાય આ 4 દિવસીય સંગીત સમારોહનું આયોજન કરે છે.
રાજ્યની રાજધાની ઇટાનગરથી લગભગ 115 કિ.મી. આ અંતરિયાળ ગામ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ છે. તે દિયોદર અને વાંસના વૃક્ષોથી ભરેલી ઢોળાવવાળી ટેકરીઓથી ઘેરાયેલું છે. ઝીરોમાં સુંદર લીલા ઘાસના વિશાળ મેદાનો છે
કેવી રીતે પહોંચવું: સૌથી નજીકનું એરપોર્ટ ગુવાહાટી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. તમે અહીંથી કેબ બુક કરી શકો છો અથવા ઇટાનગરથી ડ્રાઇવ કરી શકો છો જે લગભગ 15 કિમી દૂર છે. નાહરલાગુન રેલ્વે સ્ટેશન સુધી તમે ટ્રેન લઈ શકો છો. અહીંથી, તમે બસમાં બેસી શકો છો જે તમને સીધા ઝીરો લઈ જશે. રોડ દ્વારા અંતર લગભગ છ થી આઠ કલાકમાં કાપી શકાય છે.
9. ખોનોમા
નાગાલેન્ડની રાજધાની કોહિમાથી લગભગ 20 કિ.મી. દૂર ખોનોમા ગામ છે. આ યોદ્ધા ગામ ભારતનું પ્રથમ "ગ્રીન વિલેજ" છે, જે લગભગ 3,000 લોકોની વસ્તી સાથે 700 વર્ષ જૂનું છે. અહીં તમને લીલાછમ જંગલો અને ઢોળાવવાળી પગથિયાવાળી ટેકરીઓ જોવા મળશે.
કેવી રીતે પહોંચવું: સૌથી નજીકનું એરપોર્ટ દીમાપુર છે. અહીંથી તમે કેબ ભાડે કરીને રોડ માર્ગે કોહિમા પહોંચી શકો છો, જેમાં બે કલાક અને 40 મિનિટનો સમય લાગે છે. ખોનોમા કોહિમાથી માત્ર 20 મિનિટ દૂર છે અને સ્થાનિક બસો અને ટેક્સીઓ દ્વારા ત્યાં પહોંચી શકાય છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો