દેશના સૌથી મોટા રાજ્યોમાં સામેલ ઉત્તર પ્રદેશનું દરેક શહેર કોઈને કોઈ વસ્તુ માટે પ્રખ્યાત છે. ગોરખપુર ઉત્તર પ્રદેશનું આવું જ એક શહેર છે. ઘણા પવિત્ર અને પ્રખ્યાત મંદિરો ઉપરાંત, તમને અહીં ઐતિહાસિક સ્થળો પણ જોવા મળશે. આવી સ્થિતિમાં જે લોકો ગોરખપુર ફરવા આવે છે, તેઓ આ શહેરની આસપાસના સ્થળોની મુલાકાત લેવાનું ભૂલતા નથી. ત્યારે જો તમે પણ ગોરખપુર જવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને શહેરના કેટલાક અદ્ભુત અને શ્રેષ્ઠ સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ આ જગ્યાઓ વિશે...
પૂન હિલ
જો તમે પણ ગોરખપુરની આજુબાજુના કોઈ મહાન સ્થળની શોધખોળ કરવા માંગતા હો, તો પૂન હિલની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. આ સુંદર હિલ સ્ટેશન તેની સુંદરતા અને ઉત્કૃષ્ટ નજારા માટે ખૂબ જ પ્રખ્યાત છે. સપ્તાહના અંતે સ્થાનિક લોકો અહીં મોટી સંખ્યામાં પિકનિક માટે આવે છે. આ સુંદર જગ્યા નેપાળની સુંદર ખીણોમાં આવેલી છે. અહીંનું હવામાન હંમેશા ખુશનુમા રહે છે. તમને જણાવી દઈએ કે તમે પૂન હિલમાં ફોટોગ્રાફી અને ટ્રેકિંગનો આનંદ પણ લઈ શકો છો. આ સ્થાન પરથી તમને હિમાલયના પર્વતોનો અદ્ભુત નજારો જોવા મળશે.
અંતર- ગોરખપુરથી પૂન હિલ્સનું અંતર લગભગ 185 કિમી છે.
કેવી રીતે પહોંચવું- ગોરખપુરથી તમે બસ અથવા તમારી કાર દ્વારા પૂન હિલ પહોંચી શકો છો.
બુટવલ
ગોરખપુર પાસેનું બુટવલ તેની સુંદર પહાડીઓ અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે પ્રખ્યાત છે. ફરવા માટે આ એક સુંદર સ્થળ છે. તમને જણાવી દઈએ કે બુટવલ તેના ગાઢ જંગલો, સુંદર તળાવ અને આતિથ્ય માટે ખૂબ પ્રખ્યાત છે. દક્ષિણ-પશ્ચિમ નેપાળના પહાડી અને તેરાઈ પ્રદેશની વચ્ચે સ્થિત હોવાને કારણે આ શહેર વધુ સુંદર દેખાય છે. દરરોજ હજારો લોકો આ શહેરની મુલાકાતે આવે છે. ચોમાસામાં પણ અહીં મોટી સંખ્યામાં કપલ પહોંચે છે.
નેપાળમાં લુમ્બિનીથી બુટવાલ લગભગ 55 કિમી દૂર છે. બુટવાલ પહોંચવા માટે તમને લુમ્બિનીથી બસ મળશે અને પહોંચવામાં લગભગ એક કલાક લાગશે. બુટવાલ નેપાળની એવી જગ્યાઓમાંથી એક છે જે ધીરે ધીરે પ્રખ્યાત થઈ રહી છે. કારણ છે જે લોકો આ સ્થળે ફરવા જાય છે તેઓ આ જગ્યાની આંતરિક સુંદરતાથી એટલા અભૂભૂત થઇ જાય છે કે તેમની માઉથ પબ્લિસિટી દ્વારા બીજા લોકોના કાન સુધી વાતો પહોંચે છે. બુટવલમાં એવી ઘણી જગ્યાઓ છે જેની તમે મુલાકાત લઈ શકો છો.
ફરવા માટેના નવા સ્થળોની વાત કરીએ તો અહીંનો પાલ્પા વોટરફોલ લોકોનો ફેવરિટ છે. પાલ્પા ધોધ બુટવલની હદમાં આવે છે. જોવા માટે કુદરતી, મુલાકાત લેવા માટે કંઇક નવું અને ફોટોગ્રાફી માટે પ્રખ્યાત; બીજું શું જોઇએ તમારે આ જગ્યાએથી?
અંતર- ગોરખપુરથી બુટવલનું અંતર લગભગ 127 કિમી છે.
કેવી રીતે પહોંચવું- તમે અહીં ગોરખપુરથી બસ દ્વારા અથવા તમારી કાર દ્વારા પહોંચી શકો છો.
પોખરા
પોખરા નેપાળના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંનું એક છે. નેપાળની આ સુંદર જગ્યા વિશે લગભગ દરેક જણને ખબર જ હશે. નેપાળમાં ફરવા માટેનું આ એક શ્રેષ્ઠ સ્થાન છે. પોખરા, હિમાલય પર્વતોની તળેટીમાં ફેલાયેલું, નેપાળનું એક મહાનગર છે, જેને નેપાળની પ્રવાસી રાજધાની પણ કહેવામાં આવે છે. દર વર્ષે તમામ પ્રકારના લોકો આ ખાસ પર્યટન સ્થળની મુલાકાત લેવા માટે મોટી સંખ્યામાં આવે છે. તમને જણાવી દઈએ કે કાઠમંડુ પછી પોખરા નેપાળનું બીજું સૌથી મોટું શહેર છે જે 900 મીટરથી વધુની ઉંચાઈ પર આવેલું છે. અહીંના સુંદર પહાડો, ઉત્તમ મહેમાનગતિ, સુંદર પર્વતો અને શાંતિપૂર્ણ વાતાવરણ તમને મંત્રમુગ્ધ કરશે. અહીં માત્ર દેશના જ નહીં પરંતુ વિદેશી પ્રવાસીઓ પણ આવતા રહે છે. તમે પોખરામાં એડવેન્ચર એક્ટિવિટી પણ કરી શકો છો.
હિમાલયનું આ પ્રવેશદ્વાર અહીં આવતા પ્રવાસીઓને તેના સુંદર નજારાઓ અને રોમાંચક રમતોનો પરિચય કરાવે છે. પોખરા શહેર ગંડકી નદી અને તેની ઘણી ઉપનદીઓ દ્વારા વિભાજિત થયેલ છે. પોખરા અન્નપૂર્ણા પર્વતમાળા પર આવેલું છે જે સૌથી ઊંચી પર્વતમાળા છે જેમાં ચાર ઊંચા શિખરો છે.
અંતર- ગોરખપુરથી પોખરાનું અંતર લગભગ 279 કિમી છે.
કેવી રીતે પહોંચવું- તમે અહીં ગોરખપુરથી બસ અથવા તમારી કાર દ્વારા પહોંચી શકો છો.
લુમ્બિની
જો તમે પણ ગોરખપુરમાં કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવા ઈચ્છો છો, તો તમારે લુમ્બિનીની મુલાકાત જરૂર લેવી જ જોઈએ. આ સ્થળ ભારતીયો તેમજ વિદેશી પ્રવાસીઓ માટે ખૂબ જ ખાસ અને પવિત્ર ગણાય છે. લુમ્બિની ભગવાન બુદ્ધનું જન્મસ્થળ છે અને નેપાળમાં આવેલું છે. હિમાલયના ખોળામાં સ્થિત લુમ્બિની પ્રવાસીઓમાં ખૂબ જ પ્રખ્યાત છે. અહીં તમને ચારેબાજુ હરિયાળી જ જોવા મળશે.
આ સ્થાન ભારતની સરહદની નજીક પાલના રૂપાંદેહી જિલ્લામાં આવેલું છે, જે ખૂબ જ શાંતિપૂર્ણ અને બૌદ્ધ ધર્મનું મુખ્ય તીર્થસ્થાન છે. લુમ્બિની એક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જેના સ્તૂપ અને મઠો તેને ખૂબ જ વિશિષ્ટ બનાવે છે. આ સ્થળ સમ્રાટ અશોકના સ્મારક સ્તંભ માટે પણ જાણીતું છે. નેપાળની મુસાફરી કરતા લોકો પણ શાસ્ત્રોનો અભ્યાસ કરવા, ધર્મ વિશે જાણવા અને તેમના હૃદય અને દિમાગને તાજું કરવા માટે લુમ્બિની આવે છે.
લુમ્બિનીમાં ગૌતમ બુદ્ધની માતા માયા દેવીના નામ પર એક મંદિર પણ છે, જેને માયાદેવી મંદિર કહેવામાં આવે છે, આ મંદિરમાં માયા દેવીની મૂર્તિ પણ છે.
નેપાળમાં લુમ્બિની એ સ્થાન છે જ્યાં ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. હાલમાં આ સ્થળ નેપાળના રૂપાંદેઈ જિલ્લામાં છે. બૌદ્ધ પરંપરા અનુસાર, રાણી મહામાયાદેવીએ ઇસ.પૂર્વે 563માં સિદ્ધાર્થ ગૌતમને જન્મ આપ્યો હતો. પાછળથી, જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેઓ બૌદ્ધ તરીકે ઓળખાવા લાગ્યા. લુમ્બિનીને બુદ્ધનું જન્મસ્થળ માનવામાં આવતું હોવાથી તેનું મહત્વ ઘણું વધારે છે. આ એક બૌદ્ધ તીર્થસ્થાન છે. અહીં દુનિયાભરમાંથી લોકો આવે છે.
લુમ્બિનીનું માયાદેવી મંદિર
લુમ્બિનીમાં માયાદેવી મંદિર સહિત ઘણા જૂના મંદિરો છે. આ ઉપરાંત, ઘણા દેશો અને બૌદ્ધ સંગઠનો દ્વારા બનાવવામાં આવેલા નવા બૌદ્ધ મંદિરો, સ્તૂપ, સ્મારકો અને મઠો પણ અહીં છે. કેટલાક બાંધકામની કામગીરી પણ ચાલી રહી છે. અહીં ઇન્ટરનેશનલ રિસર્ચ સેન્ટર અને મ્યુઝિયમ પણ છે. અહીં એક પવિત્ર તળાવ પણ છે, જેમાં કહેવાય છે કે બુદ્ધની માતાએ તેમને જન્મ આપતા પહેલા સ્નાન કર્યું હતું. અહીં બુદ્ધે પણ જન્મ લીધા બાદ પ્રથમ સ્નાન કર્યું હતું.
લુમ્બિની નેપાળના દક્ષિણમાં આવેલું છે, સંશોધકોની એક આંતરરાષ્ટ્રીય ટીમે લુમ્બિનીના ખોદકામ દરમિયાન સદીઓ જૂના મંદિર અને ગામને શોધી કાઢ્યું છે. આ સ્થાન વિશે અગાઉની કોઈ માહિતી ઉપલબ્ધ ન હતી. યુનેસ્કોએ બુદ્ધના જન્મસ્થળને ઐતિહાસિક મહત્વના વિશ્વ ધરોહર તરીકે જાહેર કર્યું છે.
બુદ્ધના સમયમાં લુમ્બિની કપિલવસ્તુના પૂર્વમાં હતી. આ શાક્ય પ્રજાસત્તાક હતું. અહીં સમ્રાટ અશોક દ્વારા સ્થાપિત અશોક સ્તંભ પણ છે, જે બ્રાહ્મી લિપિ પ્રાકૃત ભાષામાં છે, જેમાં લખેલું છે કે લુમ્બિની બુદ્ધનું જન્મસ્થળ છે. કુશીનારા ખાતે તેમના મૃત્યુ પહેલા, ભગવાન બુદ્ધે કહ્યું હતું: "આ તે સ્થાન છે જ્યાં તથાગતનો જન્મ થયો હતો, આ એક એવી જગ્યા છે જ્યાં શ્રદ્ધાળુ વ્યક્તિએ જવું અને જોવું જોઈએ. આજે વિશ્વભરમાંથી યાત્રાળુઓ અને મુલાકાતીઓ લુમ્બિની આવે છે.
અંતર- ગોરખપુરથી લુમ્બિનીનું અંતર 144 કિમી છે.
કેવી રીતે પહોંચવું- તમે અહીં ગોરખપુરથી બસ અથવા તમારી કાર દ્વારા પહોંચી શકો છો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો