સમુદ્ર, રણ અને પહાડનો એક અનોખો સંગમ - ગુજરાતના પાંચ દૂરસ્થ ટ્રેક

Tripoto
Photo of સમુદ્ર, રણ અને પહાડનો એક અનોખો સંગમ - ગુજરાતના પાંચ દૂરસ્થ ટ્રેક 1/4 by Vadher Dhara

ગુજરાતની વાત આવે ત્યારે ટ્રેકિંગ ધ્યાનમાં આવે તેવી વસ્તુ નથી. તેમ છતાં નીડર અને નિષ્ણાંત ટ્રેક્ટર્સ માટે ગુજરાતમાં સારી એવી તક છે. તમે તારાઓ અને સમુદ્રના સાથમા ટ્રેક કરી શકો છો. અથવા તો પછી પહાડ ચડીને તમે ચડતા વેત ચોકી ઉઠો. એક એવી જગ્યા, જ્યાં પહાડ સમુદ્ર અને રણ નો સંગમ થાય છે. નાગાબાવા, અઘોરીઓ અને ૮૦૦ વર્ષ જૂના જૈન અને હિંદુ મંદિરો વાળા ગુજરાતના આ શિખરને ઓછું અંકાઈ તેમ નથી.ગુજરાતના આ બધા જ પ્રયોગ ઘણા બધા સુંદર બધા જ ટ્રેક ઘણા બધા સુંદર દ્રશ્યો સાથે સુંદર યાદો પણ આપે છે આ કોઈપણ ટ્રેક ઓર્ગેનાઈઝ કરવા માટે મેલ કરો: vusuchday@gmail.com, અથવા તો ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરો અથવા તો કોલ કરો - ૯૪૨૯૨૯૫૫૨૯.

નેચર એન્ડ એડવેન્ચર ક્લબ દ્વારા તમે આ ટ્રેક ઓર્ગેનાઈઝ કરી શકો છો.

માંડવી બીચ - ગુજરાતના શ્રેષ્ઠ ટ્રેક માનું એક ટ્રેક:-

Photo of સમુદ્ર, રણ અને પહાડનો એક અનોખો સંગમ - ગુજરાતના પાંચ દૂરસ્થ ટ્રેક 2/4 by Vadher Dhara

હા જ તો, ટ્રેક નો અર્થ માત્ર પહાડો ચડવા કે જંગલોમાં ભટકવું એવું જ નથી થતો. માંડવી ટ્રેક એક એવો ટ્રેક છે જે તમને દરિયા સાથે આખી રાત ડેટ પર જવા ની તક આપે છે. મોઢવા થી રાવલ સા પીર અને અને ત્યાંથી કાશી વિશ્વનાથ એક શ્રેષ્ઠ ટ્રેક છે જે ત્રણથી ચાર કલાક નો છે અને સૂર્યાસ્ત પહેલા ટ્રેક કરવાનું શરૂ કરો તો તો વધારે સારું. પૂનમ અને તેની આજુબાજુના દિવસોમાં રાત્રે પણ ટ્રેક કરી શકાય છે. અને ત્યારે તમે નિશાચર દરિયાઈ વિશ્વ માણી શકો છો. અને હા દરિયાના મોજા અને ચાંદની રાતો રાત નુ નૃત્ય તો ખરુ જ. તમે બીચ પર કેમ્પ કરી શકો છો. અથવા તો પછી કાશિ વિશ્વનાથ મંદિરે આશરો મેળવી શકો છો.

ચઢાઈ: સામાન્ય

સમય: ત્રણથી ચાર કલાક

બેસ કેમ્પ: માંડવી

મુલાકાત નો શ્રેષ્ઠ સમય: આખા વર્ષ દરમિયાન

કાળો ડુંગર:-

Photo of સમુદ્ર, રણ અને પહાડનો એક અનોખો સંગમ - ગુજરાતના પાંચ દૂરસ્થ ટ્રેક 3/4 by Vadher Dhara

કાળો ડુંગર (૧૫૧૫ મીટર) અથવા તો બ્લેક હિલ ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. દ્રોબાના થી કાળા ડુંગર સુધીના ટ્રેકમાં તમને સૂકા જંગલો અને અલગ જ પ્રકારના પથરાઓ જોવા મળશે. શિખર પર ૪૦૦ વર્ષ જૂનું દત્તાત્રેય મંદિર છે. અને ત્યાં નો સનસેટ પણ રોમાંચક હોય છે.

કાળો ડુંગર એ જગ્યા છે જ્યાં સમુદ્ર, રણ અને પહાડ એક સાથે જોવા મળે છે. બપોર અને સાંજ ની આરતી પૂરી થયા બાદ પુજારી એક ઉભા પ્લેટફોર્મ પર પ્રસાદ મૂકી દે છે જ્યાં દરરોજ શિયાળ નું ટોળું આવે છે. અને આશ્ચર્યજનક બાબત તો એ છે કે ત્યાં તમને શિયાળ ના પગના એક પણ નિશાન જોવા મળતા નથી.

ચઢાઈ: સરળ

સમય: ૪ થી ૫ કલાક

બેસ કેમ્પ: દ્રોબાના

મુલાકાત નો શ્રેષ્ઠ સમય: જુલાઈથી ફેબ્રુઆરી

ધીણોધર ડુંગર:-

એક દંતકથા પ્રમાણે જ્યારે દત્તાત્રેય ઋષિએ પહાડ ચડવા શરૂ કર્યું ત્યારે તેમની પાસે રહેલી અપાર શક્તિઓ ના કારણે પર્વત ધ્રુજવા લાગેલો. ત્યારે ઋષિએ તેને શાંત થવા માટે 'ધીણોધર' કહેલું જેનો અર્થ શાંત થવું એવું થાય છે. ચઢાણ વખતે નાના વૃક્ષો, છોડવાઓ અને અન્ય સુુુુુકી વનસ્પતિઓ જોવા મળે છે. અને હા જો તમે ભાગ્યશાળી નીકળ્યા તો તમે એકાદ બે ચિત્તા પણ જોઈ શકો છો. આ પહાડ પર શિયાળામાં માઇગ્રેટરી બર્ડ્સ પણ આવે છે.

ચઢાઈ: સરળ

સમય: ચારથી પાંચ કલાક

બેસ કેમ્પ: થાન જાગીર

મુલાકાત નો શ્રેષ્ઠ સમય: જુલાઈથી ફેબ્રુઆરી

પોળો ફોરેસ્ટ:-

Photo of સમુદ્ર, રણ અને પહાડનો એક અનોખો સંગમ - ગુજરાતના પાંચ દૂરસ્થ ટ્રેક 4/4 by Vadher Dhara

પોળો ફોરેસ્ટ મા જતા એવું લાગે જાણે એ ગુજરાતની બહાર છે. લીલીછમ ટેકરીઓ, ઊંચેથી પડતા ધોધ, તળાવો કે જ્યાં માછીમાર જૂની પદ્ધતિથી માછલી પકડતા જોવા મળે છે, અને લાકડાના ઘરો ની ચીમનીમાંથી નીકળતા ધુમાડા. પોળો જંગલ હિમાલયનો એક ભાગ બનવા પાત્ર છે અથવા તો પછી ત્યાંના એકાદા ઘાટ નો ભાગ.

ટેકરીઓ અને જંગલો તમને ટ્રેકિંગની પુષ્કળ તકો આપે છે. ત્યાં કોઈ સ્પષ્ટ રીતે સુનિશ્ચિત થયેલા રસ્તાઓ નથી. હા, પણ તમે સ્થાનિક લોકોને પૂછીને આગળ વધી શકો છો. ત્યાં કેમ્પ કરી શકાય એવી ઘણી જગ્યાઓ છે. ગુજરાતના મોસ્ટ ઓફ ટ્રેક મા નો આ ટ્રેક છે.

ચઢાઈ: સરળ

સમય: ત્રણ કલાક

બેસ કેમ્પ: બંધાવા

મુલાકાત નો શ્રેષ્ઠ સમય: ચોમાસુ (જુલાઈથી ઓગસ્ટ) ત્યાંની હરિયાળી જોવાનો શ્રેષ્ઠ સમય છે.

ગિરનાર ટ્રેક:-

ગિરનાર પર્વત ગુજરાતનો એક શ્રેષ્ટ ટ્રેક છે. અને ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. જેની ઉંચાઈ ૧૦૩૧ મીટર છે. શિખર સુધી પહોંચવામાં વચ્ચે 800 વર્ષ જૂના હિન્દુ અને જૈન મંદિરો આવે છે. ત્યાંની સંસ્કૃતિ અને ભવ્યતા અદભુત છે. તમને ત્યાં નાગાબાવા અને અઘોરીઓ જોવા મળશે કે જેમણે આખા શરીર પર સ્મશાનની ભભૂત લગાવેલી હોય છે. શિખર પરથી મનોહર દ્રશ્યો ખરેખર જોવાલાયક હોય છે.

ચઢાઈ: મધ્યમ

સમય: ત્રણથી ચાર કલાક

બેસ કેમ્પ: ગીરનાર તળેટી

મુલાકાત નો શ્રેષ્ઠ સમય: જુલાઈથી ફેબ્રુઆરી

ઇન્સ્ટાગ્રામ લીંક: @windsoftravel_com

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસના ફોટા અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર ક્રેડિટ કમાઓ અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટલ બુક તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ આર્ટીકલ અનુવાદિત છે. ઓરીજનલ આર્ટિકલ માટે અહીં ક્લિક કરો.