આ સોફ્ટવેર એન્જિનિયર પોતાની નોકરી છોડીને ભારતની શ્રેષ્ઠ ટ્રાવેલ બ્લોગર બની ગઈ..!!

Tripoto

મેધાવી દાવડા, 16 વર્ષની હતી જ્યારે તેની વિશાળ હિમાલય સાથે પહેલી વાર મુલાકાત થઇ. તે એક હાઈ એલટીટ્યુડ ટ્રેક પર હતી અને તેને પહેલી નજરમાં જ હિમાલય સાથે પ્રેમ થઈ ગયેલો. એ પછી તો તેના સાહસ પર કોઈ રોક હતી જ નહીં. ટીસીએસ, ઇન્ફોસિસ, અને આઈબીએમ જેવી મોટા નામવાળી કંપનીઓ સાથે એક સોફ્ટવેર એન્જીનીયર ના રૂપમાં ચેલેન્જ વાળી નોકરીની સાથે તેમણે બેકપેકિંગ અને હાઈ એલટીટ્યુડ ટ્રેકિંગ પણ કરી. તેમણે એક વસ્તુ વિકસિત કરી, જેને તે 'એક્વાડીક્ષન' નું નામ આપે છે. એની માટે તેણે સ્કુબા ડાઇવર ની ટ્રેનિંગ લઈને એડવાન્સ એડવેન્ચર સર્ટીફીકેટ લીધું અને લક્ષદ્વીપ, હવેલોક દ્વીપ, ગિલી ટ્રાવાંગન, વિયતનામ અને કંબોડિયા માં પાણી નીચેના જીવને જોયા.

Photo of આ સોફ્ટવેર એન્જિનિયર પોતાની નોકરી છોડીને ભારતની શ્રેષ્ઠ ટ્રાવેલ બ્લોગર બની ગઈ..!! 1/5 by Vadher Dhara

ટ્રેકિંગ એ તેને સૌથી વધારે ખુશી આપી અને તે બરફથી ઢંકાયેલા પહાડો ને જોવા અને ત્યાંના વિસ્તારો ફરવાના બહાના શોધવા લાગી. મેધાવી રૂપકુંડ ટ્રેક, ચાદર ટ્રેક, કાશ્મીર ગ્રેટ લેક ટ્રેક, મારખા ઘાટી, સ્ટોક કાંગરી, ઓડન કર્નલ, કાલિન્દી ખાલ, ગરુડ પીક, અને એવરેસ્ટ બેસકેમ્પ ટ્રેક ની એકલા યાત્રા કરવા માટે ગઈ. પ્રકૃતિની સાથે આ રીતે નજીક હોવાના કારણે તેને જીવવાનું નવું નજરાણું મળ્યું. તે આધુનિક ભૌતિકવાદ અને ચમકદાર વસ્તુઓને મેળવવાની ઈચ્છા થી દૂર જતી રહી.

Photo of આ સોફ્ટવેર એન્જિનિયર પોતાની નોકરી છોડીને ભારતની શ્રેષ્ઠ ટ્રાવેલ બ્લોગર બની ગઈ..!! 2/5 by Vadher Dhara
Photo of આ સોફ્ટવેર એન્જિનિયર પોતાની નોકરી છોડીને ભારતની શ્રેષ્ઠ ટ્રાવેલ બ્લોગર બની ગઈ..!! 3/5 by Vadher Dhara

2015 માં આંદામાન દ્વીપ સમૂહની એક જબરજસ્ત યાત્રા પછી તેણે તેની નોકરી છોડી દીધી અને વિયતનામ, લાઓસ, અને કંબોડિયાની પાંચ અઠવાડિયાની બેકપેકિંગ અને સ્કુબા ડાઈવિંગ એડવેન્ચર પર ચાલી ગઈ. પાછા આવ્યા પછી તેણે પોતાની સંપત્તિનો મોટાભાગનો હિસ્સો દાન કરી દીધો અને હિમાલયમાં રહેવા માટે ચાલી ગઈ. બિર તેનો પહેલો પડાવ હતો અને તે ત્યાં ત્રણ મહિના સુધી રહી. ત્યારબાદ તે થોડા મહિના માટે સ્પિતી અને કિન્નૌર મા બેકપેકિંગ પર ગઈ અને તીર્થન ઘાટીમાં 6 મહિના સુધી રોકાણી.

Photo of આ સોફ્ટવેર એન્જિનિયર પોતાની નોકરી છોડીને ભારતની શ્રેષ્ઠ ટ્રાવેલ બ્લોગર બની ગઈ..!! 4/5 by Vadher Dhara
Photo of આ સોફ્ટવેર એન્જિનિયર પોતાની નોકરી છોડીને ભારતની શ્રેષ્ઠ ટ્રાવેલ બ્લોગર બની ગઈ..!! 5/5 by Vadher Dhara

આ બિન્દાસ યાત્રી બધા જ યાત્રીઓ માટે એક પ્રેરણા છે, કે જેઓ જીવનના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા છે અને જેમની પાસે દુનિયા ની યાત્રા અને અનુભવ કરવા માટેનો સમય નથી. મેધાવી ના આ સફરને કેટલીય મેગેઝીન અને સમાચાર પત્રોએ કવર કરી છે અને તે કેટલીય જગ્યા પર મોટીવેશનલ સ્પીકર તરીકે જઈ પોતાની કહાની અને અનુભવોથી લોકોને પ્રેરિત કરે છે. તે 2017 મા જાણીતા સ્પીચ પ્લેટફોર્મ ટેડએક્સ મા એક સ્પીકર હતી, જ્યાં તેમણે 'સોલો ટ્રાવેલિંગ - ફોલો યોર ડ્રીમ' નામની એક વાર્તા કરી હતી.

બધી જ તસવીરો મેધાવી ના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી લેવામાં આવી છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.

Tagged:
#video